Madhya Gujarat

નડિયાદ – ભાદરણ રેલવે ટ્રેક બ્રોડગેજમાં ફેરવાશે

આણંદ : નડિયાદથી ભાદરણ વચ્ચે આશરે 58 કિલોમીટરના નેરોગેજ લાઇન ગાયકવાડના શાસનમાં નંખાઇ હતી. વરસોથી બાપુ ગાડી તરીકે દોડતી આ ટ્રેન છ વર્ષ પહેલા જ બંધ કરી દેવામાં આવી હતી. જોકે, હવે આ નેરોગેજને રૂ.769 કરોડના ખર્ચે બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવશે. જેનું ઈ-ખાતમુર્હૂત વડાપ્રધાન દ્વારા વડોદરા ખાતે 18મીના રોજ કરવામાં આવશે. ચરોતરના ગ્રામ્ય વિસ્તારને જોડતી નડિયાદથી ભાદરણ નેરોગેજ ટ્રેન ગાયકવાડ શાસનના કુનેહની સાક્ષી પુરે છે. જોકે, છેલ્લા ત્રણ દાયકાથી કેન્દ્ર સરકાર અને રેલવે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં ન આવતાં નેરોગેજ લાઇન તથા તેના પર આવતા તમામ સ્ટેશન જર્જરિત બની ગયાં હતાં. તેમાંય છેલ્લાં છએક વર્ષથી ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે યોજાનારા “ગુજરાત ગૌરવ અભિયાન”  કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગુજરાતમાં રેલવેના વિવિધ રૂ.16,369 કરોડના 18 પ્રોજેક્ટનું ઇ-લોકાર્પણ / ઇ-ખાતમુહુર્ત કરવામાં આવશે. તેમાં આણંદ-પેટલાદ-બોરસદ 22.5 કિલોમીટર નેરોગેજ લાઇનનું રૂા.307 કરોડના ખર્ચે અને તેની સાથે સાથે નડીઆદ-આણંદ-પેટલાદ 37 કિલોમીટર નેરોગેજ લાઇનનું પણ રૂા.462 કરોડના ખર્ચે ગેજ પરિવર્તનનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. હવે આણંદ – પેટલાદ – બોરસદ નેરોગેજ પર દોડતી ટ્રેન સેવા કે જે બાપુની ગાડી તરીકે ઓળખાતી હતી તે ટ્રેન હવે એક સપનું બનીને રહી જશે. જોકે, બ્રોડગેજ બનતાં ગ્રામ્ય વિસ્તારનો વિકાસ પણ ઝડપી જોવા મળશે.

ટ્રેન માત્ર 18 કિલોમીટરની ઝડપે દોડતી હતી નડિયાદથી ભાદરણ ત્રણ કલાક થતાં હતાં
નડિયાદ – ભાદરણ વચ્ચે નેરોગેજ ટ્રેન બાપુ ગાડી તરીકે ઓળખાતી હતી. આ ટ્રેન જે તે સમયે 18 કિલોમીટરની ઝડપે દોડતી હતી. જેના કારણે નડિયાદથી ભાદરણ આવવા માટે અઢીથી ત્રણ કલાક લાગતાં હતાં. આ ટ્રેક પર નડિયાદ બાદ પીજ, વસો, નાર, સોજિત્રા સહિતના સ્ટેશનો આવે છે. આમ, આણંદ – પેટલાદ – બોરસદ અને નડીઆદ – આણંદ – પેટલાદ નેરોગેજ લાઇનનું ગેજ પરિવર્તન થતા નડીઆદ – આણંદ શહેર સહિત ખેડા – આણંદ જિલ્લાના નાગરિકોને ગેજ પરિવર્તનની કામગીરી પૂર્ણ થતાં રેલ્વેની વધુ સારી સેવાઓ ઉપલબ્ધ થતાં નાગરિકોને રેલ્વેની મુસાફરી વધુ સવલતભરી બની રહેશે.

કેન્દ્ર સરકારે 2017માં 537 કરોડ ફાળવ્યાં હતાં
નડિયાદ – પેટલાદ – ભાદરણની નેરોગેજ લાઇનમાં બ્રોડગેજમાં ફેરવવા માટે રૂ.537 કરોડ જેટલી માતબર રકમ વર્ષ 2017માં ફાળવવામાં આવી હતી. જેમાં નડિયાદથી પેટલાદ નેરોગેજ લાઇનને બ્રોડગેજમાં ફેરવવા 335.34 તથા પેટલાદથી ભાદરણ સુધી 22 કિલોમીટરની લાઇન માટે 202.5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેને લઇ ચરોતરવાસીઓમાં આનંદની લાગણી જન્મી હતી.

બ્રાેડગેજમાં ફેરવાશે તાે જનતાને લાભ મળશે
ગાયકવાડના શાસનમાં નંખાયેલા નેરાેગેજ લાઈન વર્ષાેથી તંત્રની બેદરકારીને કારણે બાબા ગાડી દાેડતી હતી. જેના કારણે મુસાફરાે ન મળતાં તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી હતી. જ્યારે ભવિષ્યમાં બ્રાેડગેજ બનતા આ વિસ્તારની જનતાને નડિયાદથી સીધી ટ્રેનાે લાભ મળશે. ભાદરણના ગ્રામજનાેઅે ગાયકવાડના શાસનની યાદ રચવાઈ રહે તે માટે છ માસ અગાઉ દાેઢ લાખના ખર્ચે સ્ટેશનની સાફ સફાઈ રંગરાેગાન કર્યું હતું.

Most Popular

To Top