વડોદરા: શહેરમાં દિવસે દિવસે ગુનાખોરી રેશિયો ચિંતાજનક ઉંચો જઇ રહ્યો છે. એકતરફ શહેરમાં નિંદ્રાધીન પોલીસના કારણે સતત ચોરીના બનાવો બની રહ્યા છે....
વડોદરા: શહેરના તરસાલી વિસ્તારની દેસાઇનગર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા એસ.ડી. વાઘેલાનો પુત્ર મેહુલ ધો-11 સાયન્સમાં મકરપુરા ONGC ગેટની સામે આવેલી ફોટોન સ્કૂલમાં...
વડોદરા : ગુજરાતમાં પેટ્રોલ પંપની સામે શનિવારે સેન્ટ્રલ જીએસટી ના અધિકારીઓ એ રાજ્યવ્યાપી દરોડા પાડયા હતા.જેમા વેટ નંબર રદ થયા પછી પણ...
વડોદરા: સુખધામ પ્રોજેકટમાં સેંકડો લોકો અત્યારે દુ:ખધામમાં મિલકત બુક કરાવી હોય તેવી પારાવાર પરેશાની ભોગવી રહયા છે. ચાર માસ પૂર્વે પોલીસ કમિશનર...
ભરૂચ: નબીપુરમાં એક ઠેકાણે ગૌ-વંશ ગેરકાયદે કતલખાના પર મહિલા પીએસઆઈએ રેડ કરતા પહેલા બે વાછરડાને કતલ કરીને મોત નીપજાવી કાઢ્યું હતું.એ જગ્યા...
વડોદરા: દેશ હોય યા પરદેશ વતનની યાદ કોણે ના આવે પરદેશ જાકે પરદેશીયા ભૂલના જાના એ ઉક્તિનુસાર કેનેડાના મેનિટોબા ના વિનીપેક માં...
ઇંગ્લેન્ડ સામે 12મી ઓગસ્ટથી શરૂ થનારી લોર્ડસ ટેસ્ટ માટે ભારતીય ટીમ લંડન રવાના થઇ ગઇ હતી. જ્યારે ઇજાગ્રસ્ત ખેલાડીઓનું સ્થાન લેનારા સૂર્ય...
શિલ્પા શેટ્ટી અને તેની માતા કરોડો રૂપિયાની ઠગાઈના કેસમાં ફસાઈ રહ્યા છે. શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટીએ આયોસિસ સ્લિમિંગ સ્કિન...
કોરોનાકાળમાં મહામારીના વિકરાળ સ્વરૂપને જોઈ ચૂકેલા સુરતમાં હવે સુરત મનપાની ટીમના અથાક પ્રયાસો તેમજ અન્ય કોઇ પણ શહેરો કરતાં વધુ સારી રીતે...
સુરતના રેલવેના પ્રશ્નો માટે સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને સાંસદ તેમજ હાલમાં રાજ્યકક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોષ દ્વારા આજે...
ડેડિયાપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે 400 લોકોની મંજૂરી સામે 1600 લોકોની જન મેદની એકત્ર કરવા બદલ ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા...
શહેરમાં છેલ્લા પખવાડિયાથી પણ વધારે સમય થયો વરસાદે જાણે વિદાય લીધી છે. ધરતીપુત્રો માટે દુ:ખના સમાચાર છે કે હજી આગામી 10 દિવસ...
પૃથ્વી એટલી ગરમ થઇ રહી છે કે એક દાયકામાં તાપામન એટલી હદે ઉછળશે કે તે ગરમીની તે સપાટી વટાવી જશે જ્યાં તાપમાનને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદ્ય તેલોની આયાત પર દેશનું અવલંબન ઘટાડવા માટે આજે ખાદ્ય તેલ અને ઓઇલ પામ પર એક રાષ્ટ્રીય મિશનની...
ગાંધીનગર: સ્ટેટ જીએસટી તંત્રના ઈન્ટેલfજન્સ ટીમ દ્વારા રાજ્યભરમાં 104 જેટલા પેટ્રોલ પમ્પો પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં વેટ રજીસ્ટ્રેશન વિના...
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક મોડી રાત્રે ટ્રકચાલકે કાબુ ગુમાવતા ઝુપડા પર ફરી વળતાં ત્યાં સૂઇ રહેલા ગરીબ શ્રમજીવી પરિવારના આઠ...
વ્યારા: વિશ્વ આદિવાસી દિવસ (World treble day)ની ઉજવણી સાથે તાપી જિલ્લા (Tapi district) કોંગ્રેસ સમિતિ દ્વારા સામાજિક ક્રાંતિ અભિયાનની શરૂઆત કરતા પ્રદેશ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. સોમવારે કોરોનાના સૌથી વધુ કેસ રાજકોટ મનપામાં 5, અમદાવાદ મનપામાં 3, સુરત...
આગામી સપ્ટે.ના પ્રથમ સપ્તાહમાં પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવે તેવો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે. ખાસ કરીને ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનાર...
રાજ્યની સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોનાં રેસિડેન્ટ ડૉકટર્સની ચાલી રહેલી હડતાળ તદ્દન ગેરવાજબી છે. તમામ તબીબોને દર્દીઓની સેવા કરવી તે પોતાની...
અંકલેશ્વર નેત્રંગમાં S.P. પેટ્રોલ પંપના સંચાલકની મફત પેટ્રોલ (Free petrol)ની જાહેરાત પછી હવે અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલી રેડ લેબલ હેર બાર સલૂને પણ...
ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)નો અંત આવી ગયો છે, ભારતે આ ઓલિમ્પિકમાં કુલ સાત મેડલ (India win 7 medal) જીત્યા છે. એક ગોલ્ડ (Gold...
પલસાણા: પલસાણા (Palsana) તાલુકામાં રસ્તા પર વાત કરતા જતા રાહદારીઓના હાથમાંથી કીમતી મોબાઈલ (Mobile) આંચકીને નાસી છૂટતી ગેંગ (mobile snatcher gang)ના ત્રણ...
સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ -કાશ્મીર (J & K)માં સુરક્ષા દળો (Indian Army)એ મોટી સફળતા મેળવી છે. બે અલગ અલગ સ્થળોએ સુરક્ષા દળોએ આતંકવાદી...
ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ઐતિહાસિક અને યાદગાર પ્રદર્શન કર્યા બાદ ભારતીય ખેલાડી (Indian Players)ઓ આજે દિલ્હી પહોંચ્યા છે. મેડલ વિજેતાઓ (medalist)નું દિલ્હી એરપોર્ટ...
એથેન્સ : ગ્રીસ (Greece)માં નવેસરથી ત્રણ અલગ અલગ સ્થળોએ આગ (fire) લાગવાથી ભારે વિનાશ સર્જાયો હતો. જંગલો (Forest)ની આગના કારણે શહેરો પર...
નવી દિલ્હી : સ્વતંત્રતા દિવસ (Independence day) પહેલા દિલ્હી પોલીસે (Delhi police) કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટનાને રોકવા પેટ્રોલિંગ સઘન કરવું, તોડફોડ વિરોધી...
મેડ્રિડ : સ્ટાર ફૂટબોલર (Star footballer) લિયોનલ મેસી (Lionel messi) રવિવારે બાર્સીલોના ક્લબ (FCB) દ્વારા રખાયેલા તેના વિદાય સમારોહ દરમિયાન લાગણીશીલ બનીને...
ટોક્યો : ભારતના સ્ટાર એથ્લેટ (Indian star athlete) નીરજ ચોપરા (Niraj chopda)એ ઓલિમ્પિક ગેમ્સ (Tokyo Olympics)માં ગોલ્ડ મેડલ જીતી (Win gold medal)ને...
તાજેતરમાં પાકિસ્તાન (Pakistan)ના રહીમ યાર ખાન વિસ્તારમાં મંદિર (Hindu temple)માં તોડફોડની ઘટના બાદ ત્યાં રહેતા હિન્દુ સમાજના લોકોનો ગુસ્સો અટકવાનું નામ નથી...
ભારતને બદનામ કરવા કેનેડાએ લીક કરી હતી સંવેદનશીલ માહિતી, ટ્રુડોના અધિકારીઓની કબૂલાત
વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઓળખાયો, આતંકવાદ પર લખી ચૂક્યો છે બુક
વડોદરા એરપોર્ટની ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી
લોરેન્સ બિશ્નોઈ ગેંગના સફાયાનો પ્લાન તૈયાર, જાણો શું છે અમેરિકા સાથે કનેક્શન?
ધનતેરસ પર RBI એ કરી મોટી ખરીદી, ખાનગીમાં બ્રિટનથી મંગાવ્યું 102 ટન ગોલ્ડ
અમરેલીમાં ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર જીવલેણ હુમલો
ધનતેરસની ઘરાકીના ટાણે સુરતના કલામંદિર સહિતના મોટા ગજાના જ્વેલર્સ પર જીએસટીના દરોડા
ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતાં માર્ગ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
દિવાળીના દિવસથી જીવનમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરીએ
નિરાંતથી જીવન જીવવું જોઈએ અને નકામી તાણ ટાળવી જોઈએ
હાલના આદિવાસી સમાજના પ્રશ્નો
આજ દિવાળી, કાલ દિવાળી
નૂતન વર્ષનું શુકન ‘સબરસ’
ભગવાન રાખે છે સાર-સંભાળ
મૃત્યુ માણસની સ્વૈચ્છિક પસંદગીનો વિષય છે
આદિત્ય ઠાકરે સામે મિલિંદ દેવરાને મેદાનમાં ઉતારવાનો શિંદેનો નિર્ણય વર્લીને હાઈ-વોલ્ટેજ હરીફાઈ બનાવશે
રોગચાળા પછી ભારતીય અર્થતંત્રની રિકવરી ઘણી સારી છતાં અર્થતંત્ર સામે અનેક પડકારો ઉભા છે
બ્રિક્સની જાદુઈ કરન્સી ડોલરના વિશ્વવ્યાપક સામ્રાજ્યનો નાશ કરી શકશે?
ભારતમાં પહેલીવાર મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનશે, C-295 પ્લેનથી વધશે ભારતીય સૈન્યની તાકાત
કણજરીમાં દેશનો પ્રથમ ટીએમઆર પ્લાન્ટ કાર્યરત કરાયો
ગોઝારી ઘટના:આંકલાવમાં દિપાવલી ટાણે જ બે પરિવારના કુળદિપક બુઝાઈ ગયા…
વડોદરા : આજવા રોડ લૂંટ કેસમાં બે મુખ્ય આરોપી રિમાન્ડ પર, સિકલીગર આરોપીઓની શોધખોળ
દિવાળીની ભેટ: ગુજરાતના ચાર શહેરોના વિકાસકામો માટે 1664 કરોડ ફાળવાયા
એર ઈન્ડિયાની 32 ફ્લાઈટ્સમાં બોમ્બની ધમકી: અત્યાર સુધીમાં 400થી વધુ ફેક ધમકીઓ મળી
આવતી કાલે કાળી ચૌદસ જીવનની અનિષ્ટતા, કુદ્રષ્ટિઓ દૂર કરવાનો દિવસ…
LAC પરથી સંપૂર્ણપણે ખસી ગઈ સેનાઓ: દેપસાંગ-ડેમચોકથી ભારત અને ચીનના સૈનિકો હટી ગયા
સીકરમાં મોટી દુર્ઘટનાઃ બસ બ્રિજ સાથે અથડાઈ, 12 લોકોના મોત, અનેક લોકો ઘાયલ
અજિત પવારે નવાબ મલિકને ઉમેદવાર બનાવ્યા, ગઠબંધનમાં મડાગાંઠ છતાં ઉમેદવાર જાહેર કર્યા
ઇઝરાયેલનો ગાઝામાં ફરી ઘાતક હુમલો, 60 લોકોના મોત
એરલાઈન્સને બોમ્બની ધમકી આપનાર વ્યક્તિની ઓળખ થઈ, આતંકવાદ પર લખ્યું છે પુસ્તક
વડોદરા: શહેરમાં દિવસે દિવસે ગુનાખોરી રેશિયો ચિંતાજનક ઉંચો જઇ રહ્યો છે. એકતરફ શહેરમાં નિંદ્રાધીન પોલીસના કારણે સતત ચોરીના બનાવો બની રહ્યા છે. ત્યારે બીજી તરફ વહેલી સવારે માત્ર 30 મિનિટમાં ચેઇન સ્નેચિંગ ટોળકીએ મોર્નિંગ વોકમાં નીકળેલી ત્રણ મહિલાઓને નિશાન બનાવી ગળામાંથી સોનાની ચેઇનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જોકે 24 કલાકમાં અછોડા તુટ્યાનો આ ચોથો બનાવ છે. શહેરના ખોડિયારનગર ચાર રસ્તા, કારેલીબાગ અને સમા ચાણક્યપુરી પાસે સવારે 6:45 વાગ્યાથી લઇને 7:15 વાગ્યાના સમયગાળામાં બનેલા ત્રણ બનાવોએ ચકચાર જગાવી મૂકી હતી. આ ઉપરાંત રવિવારે વારસિયા વિસ્તારમાં પણ મહિલાનો અછોડો તૂટ્યો હતો.
અછોડા તુટયાના પ્રથમ બનાવમાં શહેરના 134, વૈકુંઠ-2, ન્યુ વીઆઇપી રોડ ઉપર રહેતા અરૂણાબહેન દયાપ્રસાદ ત્રિવેદી(ઉં.55) સવારે 6:45 વાગ્યે પતિ સાથે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. દંપતી ચાલતા ખોડિયારનગર ચાર રસ્તા, બ્રહ્માનગર પાસેથી પસાર થતા હતા. તે સમયે બ્લેક કલરની બાઇક પર ધસી આવેલા અજાણ્યા બે શખ્સો પૈકી એકે અરૂણાબહેનના ગળામાંથી રૂપિયા 35 હજારની કિંમતની દોઢ તોલાનો સોનાની ચેઇનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. દરમિયાન આ બનાવની જાણ હરણી પોલીસને થતાં તુરંત જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને લૂંટારુ ટોળકીનો ભોગ બનેલા અરૂણાબહેન ત્રિવેદી પાસેથી વિગત મેળવી તપાસ શરૂ કરી હતી.
અછોડા તુટયાના બીજા બનાવમાં ખોડિયારનગર પાસેના બનાવના અડધા કલાક બાદ એટલે કે, સવારે 7:15 કલાકે સમા ચાણક્યપુરી જીગર વિદ્યાલય પાસેથી ચાલતા જઇ રહેલા 50 વર્ષીય ગંગોત્રીબહેન મહેન્દ્રપ્રસાદ રાયને(રહે, બી-19, તક્ષશિલા સોસાયટી, વિભાગ-2, ન્યુ સમા રોડ, વડોદરા) નિશાન બનાવ્યા હતા. બાઇક પર ધસી આવેલા લૂંટારાઓએ ગંગોત્રીબહેન કંઇ સમજે તે પહેલાં તેઓના ગળામાંથી રૂપિયા 30 હજારની કિંમતની સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગેની જાણ સમા પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને ટોળકીનો ભોગ બનેલા ગંગોત્રીબહેન પાસેથી વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી.
અછોડા તુટયાના ત્રીજા બનાવમાં શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી નવનીત પાર્ક સોસાયટીમાં રહેતા 69 વર્ષીય જશોદાબેન સોલંકી રસ્તાના ડિવાઈડર ઉગેલા છોડ ઉપરથી ફૂલ તોડવા માટે ગયા હતા. ફૂલ તોડતી વખતે અજાણ્યો યુવક પાછળથી આવી તેમના ગળામાંથી રૂપિયા 30 હજારની કિંમતનું એક તોલાનું સોનાનું મંગળસૂત્ર તોડી નજીકમાં પાર્ક કરેલી બાઇક લઈ નાસી છૂટ્યો હતો. વૃદ્ધાની ફરિયાદના આધારે વારસીયા પોલીસે અજાણ્યા બાઇક સવાર વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
અછોડા તુટયાના ચોથા બનાવમાં કારેલીબાગ વિસ્તારના કલાકુંજ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય રાજન ગોપાલભાઈ સોની મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. તેઓ ચાલતા એલએનટી સર્કલ થઇ મુક્તાનંદ સર્કલ પાસવાથી પસાર થતા હતા. તે સમયે બ્લેક કલરની બાઇક પર ધસી આવેલા અજાણ્યા બે શખ્સો પૈકી એકે રાજનભાઈના ગળામાંથી રૂપિયા 30 હજારની કિંમતની સોનાની ચેઇનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
આ બનાવ અંગેની જાણ કારેલીબાગ પોલીસે રાજનભાઈ પાસેથી વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી. વહેલી સવારે બનેલા આ બનાવોમાં એક જ ટોળકી હોવાનું અનુમાન છે, ત્યારે હરણી પોલીસે, કારેલીબાગ પોલીસે અને સમા પોલીસે બનાવના ભેદ ઉકેલવા માટે બનાવ બનેલા સ્થળોની આસપાસમાંથી CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને અછોડા તોડ અજાણ્યા લૂંટારાઓ સામે લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.