Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : શહેરના ગાજરાવાડી વિસ્તારની ધોરણ 9 માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીનીએ શાળાએથી ઘરે પરત ફરી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પાણીગેટ પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના ગાજરાવાડી ગોમતીપુરામાં રહેતી અને કારેલીબાગ વિસ્તારની શાળામાં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીની શાળાએ ગયા બાદ બપોરના સુમારે ઘરે પરત ફરી હતી.અને અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી.

પોતાની વ્હાલસોયી દીકરીએ આ પગલું ભરતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ બની ગયા હતા. જ્યારે સમગ્ર વિસ્તારમાં આ બનાવે ચકચાર મચાવી હતી.બનાવની જાણ થતાં પાણીગેટ પોલીસ સ્થળ પર દોડી આવી હતી.અને આપઘાત કરવા પાછળનું ચોક્કસ તારણ મેળવવા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથધરી છે.જ્યારે વાઘોડિયા રોડ ઉપર આવેલ દેવાંશી રેસિડેન્સીમાં રહેતા કિન્નરીબેન જીગ્નેશભાઈ પટેલ ઉ.વ 25 બપોરના સમયે ઘરે હાજર હતા.

તે સમય દરમિયાન રહસ્યમય સંજોગોમાં ઉંદર મારવાની દવા પી ગયા હતા.જેથી તેમની તબિયત લથડતા તેમને સારવાર માટે ખસયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાથી આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી.જેથી પોલીસે આપઘાતની કોશિશ કરનાર કિન્નરીબેનના નિવેદન લેવા માટેની તજવીજ હાથ ધરી હતી.

સાવલી અને શહેરામાં ઝેરી દવા ગટગટાવી લેનાર બેના મોત

સાવલી તાલુકાના નપાડ ગામના ગામના ઇન્દિરાનગર આવાસમાં રહેતા અશોક ભાઈ રાયસીંગભાઈ ચૌહાણ ઉ.વ 35 ખેતી કામ કરતા હતા.તેમને અગમ્ય કારણો ઉંદર મારવાની દવા પી લીધી હતી.જેથી તેમને સારવાર માટે સાવલી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવતાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.આ બનાવની જાણ ભાદરવા પોલીસને કરાઈ હતી. જ્યારે અન્ય એક બનાવમાં શહેરા તાલુકામાં કોયડા ગામના વણકર ફળિયામાં રહેતા પરસોતમ માનાભાઈ વણકર ઉ.વ.60 ખેત મજુરી કરતા હતા. ગઈકાલે તેઓ ઘરે આવ્યા બાદ બપોરે તેમને અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા દવા પીધા બાદ દવાની અસર થતા પરસોત્તમભાઈ ને ગભરામણ સાથે છાતીમાં બળતરા તેમજ ઉલ્ટી ઓ શરુ થઈ હતી અને અર્ધબેભાન જેવી હાલતમાં આવી ગયા હતા. તત્કાલ તેમને સારવાર માટે શહેરાની સ્થાનિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને સારવાર આપી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

To Top