Gujarat

ગુજરાત ATSનું વધુ એક સફળ ઓપરેશન, દિલ્હીથી અફઘાની શખસની 4 કિલો હેરોઇન સાથે ધરપકડ કરી

ગાંધીનગર: ગુજરાત (Gujarat) ATS છેલ્લા કેટલા સમયથી ડ્રગ્સ (Drug) માફિયાઓ પર ચાંપતી નજર રાખી રહી છે. ત્યારે હવે ફરીએકવાર ગુજરાત ATSએ 20 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની (Surat Crime Branch) બાતમીના આધારે ગુજરાત ATSએ દિલ્હથી વાદિઉલ્લા રહિમુલ્લા નામના અફઘાની શખસની 4 કિલો હેરોઇન સાથે ધરપકડ કરી છે. 20 કરોડથી વધુ રકમનો માલ પણ જપ્ત કરાયો છે. ગુજરાત ATSની આ મોટી સફળતા માનવામાં આવી રહી છે.

ગુજરાત એ.ટી.એસ. દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચની બાતમીના આધારે દિલ્હીના વસંતકુંજ વિસ્તારથી અફઘાની ઈસમની રૂ.20 કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસએ બાતમીના આધારે વાદિઉલ્લા રહિમુલ્લા નામના અફઘાની ઈસમની 4 કિલો હેરોઇન સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સના કિસ્સામાં વધુ એક સફળતા મેળવી ગુજરાત બહારથી પણ ડ્રગ્સના કારોબારીઓને ઝડપી પાડયા છે અને 20 કરોડથી વધુ રકમનો માલ પણ જપ્ત કરાયો છે. દિલ્હીથી પકડાયેલા અફઘાનીઓ ભારત માટે એક મોટો ચિંતાનો વિષય બન્યો છે. હાલમાં જ અફઘાનિસ્તાનમાં થયેલા સતાપલટા બાદ તાલીબાન સતારુઢ થઈ ગયું છે. જે દરેક દેશ માટે ચિંતાનો વિષય બન્યો છે.

વડોદરા: મીઠાઈ બનાવવાની આડમાં MD ડ્રગ્સ બનતું, ગોડાઉનમાંથી 12 હજાર લિટર રો-મટીરીયલ ઝડપાયું
વડોદરા: ગુજરાતમાં (Gujarat) દારૂ બાદ ડ્રગ્સ (Drug) મોટા પ્રમાણમાં ઝડપાય રહ્યું છે. ગુજરાત ATS દ્વારા એક બાદ એક ડ્રગ્સ કેસમાં દરોડા (Raid) પાડવામાં આવી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ બાદ હવે ડ્રગ્સ કેસમાં વડોદરાનું (Vadodara) નામ પણ સામેલ થઈ ચૂંક્યું છે. વડોદરામાં મોકસીની નેક્ટર કેમ કંપનીમાંથી 1125 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ ગુજરાત ATSને વધુ એક મોટી સફળતા મળી છે. વડોદરા ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા બે આરોપી પિયુષ પટેલ અને મહેશ વૈષ્ણવને સાથે રાખીને ATSએ સાંકરડા એસ્ટેટના ગોડાઉન પર દરોડા પાડ્યા હતા.

ગોડાઉનમાંથી MD ડ્રગ્સ બનાવવામાં વપરાતું 12 હજાર લીટર રો-મટીરીયલ ઝડપી પાડ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પીયુષ પટેલે મીઠાઈની આડમાં MD ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ વહેંચતો હતો. લોકોની નજરમાંથી બચાવ તે મીઠાઈ માટે પ્લેટો અને પાવડર પણ ગોડાઉનમાં રાખ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ ATSએ મોક્સીની કંપનીમાં દરોડા પાડી 1125 કરોડનું 225 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ સાથે જ પિયુષ પટેલ અને મહેશ વૈષ્ણવની પણ ધરપકડ કરવામાં આવી હતી. કંપનીના સંચાલક સહિત 6 આરોપીને 9 દિવસના રિમાન્ડ અપાયા હતા. ATSએ આરોપીને પૂછપરછ કરતા રો મટીરીયલ અંગે માહિતી મળી હતી. ATSએ વડોદરા SOGની મદદ લઈ સાંકરદાના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. વધુ માહિતીમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ મીઠાઈની આડમાં કંઈ બીજું જ કાવતરું કરી રહ્યા હતા. દરોડા બાદ વડોદરા SOG દ્વારા FSLની વ્યવસ્થા કરવામાં આવી હતી. FSLની ટીમે સેમ્પલ લીધા હતા, જેનો રિપોર્ટ બે દિવસમાં આવવાની સંભાવના છે.

મુંબઈમાંથી ઝડપાયું ડ્રગ્સનું અત્યાર સુધીનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ, કિંમત સાંભળી ઉડી જશે હોશ
મુંબઈ: મુંબઈ પોલીસ(Mumbai Police)ના એન્ટી નાર્કોટિક્સ સેલે(ANC) MD ડ્રગ્સ(Drugs)નું અત્યાર સુધીનું વિશ્વનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ(Consignment) પકડ્યું છે. એએનસીએ છેલ્લા 15 દિવસમાં સમાન ડ્રગ ચેઇન સાથે જોડાયેલા 7 લોકોની ધરપકડ(Arrest) કરી છે અને 1214 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ દવાઓની કિંમત બજારમાં 2400 કરોડની આસપાસ હોવાનું કહેવાય છે. આ કહાની શરુ થઇ 29 માર્ચે .

29 માર્ચે ANCએ શમસુલ્લા ખાનને 250 ગ્રામ મેફેડ્રોન સાથે પકડ્યો હતો, જેની કિંમત 37.50 લાખ રૂપિયા હતી. શમસુલ્લાની પૂછપરછ કર્યા બાદ ANCએ મુંબઈના ગોવંડી વિસ્તારમાંથી અયુબ નામના વ્યક્તિને 2.70 કિલો મેફેડ્રોન સાથે પકડી પાડ્યો હતો, જેની કિંમત 4.14 કરોડ રૂપિયા છે. આ બંનેની પૂછપરછ બાદ મહિલા આરોપી રેશ્મા ચંદનની ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલાએ તેના બે સાથીદારો વિશે માહિતી આપી હતી. તેમાંથી એકની 2 ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી, જેનું નામ રિયાઝ મેમણ હતું અને આ કેસમાં સૌથી મહત્વપૂર્ણ ધરપકડ 3 ઓગસ્ટના રોજ થઈ હતી. પાંચમા આરોપીનું નામ પ્રેમશંકર સિંહ છે.

Most Popular

To Top