Gujarat

ચૂંટણી પહેલાનું ઉથલપાથલ :યુથ કોંગ્રેસમાંથી વિશ્વનાથસિંહ વાઘેલાનું રાજીનામુ

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat ) વિધાનસભા ચૂંટણીની (Assembly Elections) જાહેરાત બાકી છે પણ તેથી પહેલા દરેક પક્ષમાં રાજકારણનો ગરમાટો જોવા મળી રહ્યો છે.હવે ચૂંટણી પહેલા દરેક રાજકીય પક્ષમાં ઉથલપાથલ થતી જોવા મળી રહી છે. એમાંય કોંગ્રેસ પક્ષમાંથીતપ (Congress party) અનેક દિગ્ગજો અને મોટા માથાઓ પક્ષપલટો કરીને બીજા પક્ષમાં બેસી જઈ રહ્યા છે. ત્યારે ચૂંટણી પૂર્વે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવતા ખળભળાટ મચી ગયો છે.ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાનું (Vishwanath Vaghela) રાજીનામું (Resignation) આપ્યાના સમાચારથી ખળભળાટ મચી જવા પામ્યો હતો.રાજકીય દ્રષ્ટિકોણથી હાલતો ગુજરાતનાં રાજકારણને લઇને સૌથી મોટા સમાચાર કહી શકાય છે.

રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા જ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. જેના લીધે ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ સાથે વિશ્વનાથ વાઘેલાનો આંતરિક કકળાટ ચાલતો હતો.

યુવાનો કોંગ્રેસમાં સમય વેડફી રહ્યાં છે: વિશ્વનાથસિંહ વાઘેલા
વિશ્વનાથસિંહ વાઘેલાએ ગાંધી-નેહરુ પરિવાર પર આક્ષેપ લગાવતા કહ્યું કે, ‘હું પ્રદેશ પ્રમુખ પદેથી મારું રાજીનામું આપી રહ્યો છું. કોંગ્રેસના સનિયર નેતાઓના આંતરિક જુથવાદનો હું ભોગ બન્યો. મને કામ કરવામાં અડચણો ઉભી કરવામાં આવતી. કોંગ્રેસ સંગઠનને નિષ્ફળ બનાવવા કાવતરા કરાયા. કોંગ્રેસ પક્ષ ચાપલુસોથી ઘેરાયેલો છે. કોંગ્રેસમાં યુવાનનો દુરુપયોગ જ થાય છે. યુવાનો કોંગ્રેસ પક્ષમાં દેશનું ભવિષ્ય નથી જોતા. કોંગ્રેસ પક્ષ એકપણ રીતે યોગ્ય નથી લાગતો. યુવાનો કોંગ્રેસમાં સમય વેડફી રહ્યાં છે. આંતરિક જૂથવાદથી પક્ષમાં દુશ્મનો ઉભા થાય છે. દેશની સત્તા માટે જનતાએ કોંગ્રેસને ખૂબ તકો આપી. કોંગ્રેસ પોતોના જ કાર્યકરોને શંકાની નજરે જુએ છે. કોંગ્રેસમાં વડીલો કે યુવાનોને સન્માન નથી મળતું. કોંગ્રેસે ભારત જોડવા અત્યાર સુધીમાં શું કર્યું? ભારત જોડો યાત્રા કરતા કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ.

ભરૂચ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિકી શોખી પણ ભાજપમાં જોડાયા
તદુપરાંત આજે ભરૂચ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિકી શોખી પણ ભાજપમાં જોડાઇ ગયા છે. 400 જેટલા કાર્યકરો સાથે તેઓએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. થોડા દિવસો પૂર્વે જ કોંગ્રેસમાંથી તેઓએ રાજીનામું આપ્યું હતું.કોંગ્રેસને ફરી જોરદાર ઝટકો: યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાનું રાજીનામું, કહ્યું હું જૂથવાદનો ભોગ બન્યો છુ.

Most Popular

To Top