Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી : પેટ્રોલ અને ડિઝલમાં ફરીથી ક્રમશ: 25 પૈસા અને 30 પૈસા પ્રતિ લીટરનો વધારો (petrol diesel price hike) કરાતા શુક્રવારે દેશભરમાં બંને ઈંધણની કિંમત અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી (top highest) પર પહોંચી હતી.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત તેની અત્યાર સુધીની સૌથી ઊેંચી સપાટી રૂ. 101.89 પ્રતિ લીટર પર પહોંચી હતી અને મુંબઈ (Mumbai)માં તેની કિંમત વધીને રૂ. 107.95 થઈ હતી, એમ સરકારી ઈંધણ કંપનીઓએ જારી કરેલી કિંમતની અધિસૂચનાથી જાણવા મળ્યું હતું. દિલ્હી (Delhi)માં ડિઝલની કિંમતો પણ રેકોર્ડ રૂ. 90.17 પ્રતિ લીટર પર પહોંચી હતી જ્યારે મુંબઈમાં તે રૂ. 97.84 થઈ હતી. અલગ અલગ રાજ્યોમાં સ્થાનિક કર વેરામાં અંતર હોવાના કારણે કિંમતોમાં અંતર હોય છે. આ અઠવાડિયે પેટ્રોલની કિંમતોમાં ત્રીજી વખત (third time in week) કરાયેલા વધારાના કારણે દેશભરમાં મોટાભાગના મોટા શહેરોમાં પેટ્રોલની કિંમતો રૂ. 100ને વટાવી ગઈ હતી.

એ જ રીતે 8 દિવસની અંદર 8 વખત વધારો કરાતા ડિઝલની કિંમતો મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના કેટલાંક શહેરોમાં રૂ. 100ને વટાવી ગઈ હતી. દેશમાં રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ઈંધણની કિંમતો સૌથી વધુ હોય છે અહીં પેટ્રોલ રૂ, 113.73 તો ડિઝલ રૂ. 103.9 પ્રતિ લીટર થયું હતું. સરાકારી ઈન્ડિયન ઓઈલ કોર્પ. (આઈઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પ લિ. (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ લિ. (એચપીસીએલ) દ્વારા 24 સપ્ટેમ્બરથી કિંમતોની રોજની સમીક્ષા કરવાનું શરૂ કરાયું હતું, આંતરરાષ્ટ્રીય તેલની કિંમતો 3 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે પહોંચી હતી ત્યારબાદ આ નિર્ણય લેવાયો હતો.

24 સપ્ટેમ્બરથી અત્યાર સુધી 6 વખત કરાયેલા ભાવ વધારામાં ડિઝલની કિંમતો 1.55 પૈસા પ્રતિ લીટરથી વધી હતી જ્યારે આ અઠવાડિયે 3 વખતના વધારામાં પેટ્રોલ 75 પૈસા પ્રતિ લીટર વધ્યું હતું. જુલાઈ અને ઓગસ્ટમાં જ્યારે આંતરરાષ્ટ્રીય તેલની કિંમતો ઘટી હતી દિલ્હીમાં પેટ્રોલ અને ડિઝલની છુટક કિંમતોમાં ક્રમશ: રૂ. 0.65 અને રૂ. 1.25 પ્રતિ લીટરનો ઘટાડો થયો હતો.

આ પહેલાં 4 મેથી 17 જુલાઈ વચ્ચે પેટ્રોલની કિંમતોમાં રૂ. 11.44 પ્રતિ લીટર અને ડિઝલની કિંમતોમાં રૂ. 9.14 પ્રતિ લીટરનો વધારો નોંધાયો હતો. બીજી બાજુ કોમર્શિયલ સિલિન્ડરમાં 43.5રૂપિયા વધ્યા છે.

To Top