Sports

અંતિમ T-20 દક્ષિણ આફ્રિકાએ 49 રને જીતી, ભારતની બોલીંગ ચિંતાનો વિષય

ઇન્દોર : અહીં મંગળવારે રમાયેલી અંતિમ ત્રીજી ટી-20માં (T20) રાઇલી રસોની 48 બોલમાં 100 રનની આક્રમક નોટઆઉટ ઇનિંગ (Not Out Innings) ઉપરાંત ક્વિન્ટન ડિ કોકની 43 બોલમાં 68 રનની ઇનિંગની મદદથી દક્ષિણ આફ્રિકાએ ભારતીય બોલરોની જોરદાર ધોલાઇ કરીને 20 ઓવરમાં 3 વિકેટે 227 રન કરીને મૂકેલા 228 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 178 રનમાં ઓલઆઉટ થતાં દક્ષિણ આફ્રિકાએ 49 રને જીત મેળવી હતી. ભારતીય બોલરોમાં ટી-20 સ્પેશિયાલિસ્ટ હર્ષલ પટેલે 4 ઓવરમાં 49 રન આપ્યા હતા, જયારે દીપક ચાહર, મહંમદ સિરાજ તેમજ ઉમેશ યાદવે પણ 11 કે તેનાથી વધુની એવરેજે રન આપતા ટી-20 વર્લ્ડકપ પહેલા ભારતની બોલીંગ ચિંતાનો વિષય બની રહી હતી.

  • રાઇલી રસોની સદીની મદદથી દક્ષિણ આફ્રિકાએ મૂકેલા 228 રનના લક્ષ્યાંક સામે ભારત 178 રનમાં ઓલઆઉટ
  • ભારતના તમામ બોલરોએ 11 રનથી વધુની એવરેજથી રન આપ્યા, માત્ર અશ્વિનની એવરેજ 10 રનથી નીચેની રહી

228 રનના લક્ષ્યાંક સામે ટોપ ઓર્ડરના પાંચ બેટ્સમેનોમાંથી માત્ર ઋષભ પંત અને દિનેશ કાર્તિક બે આંકડે પહોંચી શક્યા હતા. લોઅર ઓર્ડરમાં દીપક ચાહર, ઉમેશ યાદવ અને હર્ષલ પટેલ બે આંકડે પહોંચી શક્યા હતા. ભારતીય ટીમ 18.3 ઓવરમાં 178 રને ઓલઆઉટ થઇ હતી. આ પહેલા દક્ષિણ આફ્રિકાને રસો અને ડિ કોકે મળીને 90 રનની ભાગીદારી કરીને મજબૂતાઇ આપી હતી.. ડિ કોક આઉટ થયો તે પછી રસો વધુ ખિલ્યો હતો અને તેણે આક્રમક બેટીંગ કરીને દક્ષિણ આફ્રિકાને 200 પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સે 18 બોલમાં 23 રનની ઇનિંગ રમી હતી. અંતિમ ઓવરમાં ડેવિડ મિલરે 5 બોલમાં 3 છગ્ગાની મદદથી 19 રન કર્યા હતા.

Most Popular

To Top