SURAT

સુરત: ગામમાં ઘૂસતા દીપડાઓથી બચવા વનવિભાગ વનવિભાગનું જાગૃતિ અભિયાન

સુરત: વન વિભાગ (Forest Department) દ્વારા અત્યારે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી થઈ રહી છે . દક્ષિણ ગુજરાતમાં દીપડાથી (Leopard) પ્રભાવિત તાલુકાઓમાં સામાજિક વનિકરણ વિભાગ દ્વારા ગામવાસીઓને તથા શાળા અને કોલેજામાં વિદ્યાર્થીઓને (Student) વિશેષ કાર્યક્રમો થકી જાગૃતતા લાવવા પ્રયાસ હાથ ધરાયા છે. 1952 થી ઇન્ડિયન બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફ દ્વારા વન્ય સપ્તાહની ઉજવણી કરાય છે. ત્યારે વિલુપ્ત થતી વન્ય પ્રજાતી અંગે લોક જાગૃતિ કેળવવા વન વિભાગ દ્વારા રાજ્યમાં તારીખ 2જીથી 8મી ઓક્ટોબર દરમિયાન સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાય છે. તેમાં પર્યાવરણ સંસ્થાઓ, શાળાઓ અને કોલેજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ફોટોગ્રાફી, ક્વીઝ, પ્રભાત ફેરી અને સાયકલ રેલી સહિતના કાર્યક્રમો યોજાય છે.

રાજ્યના વન વિભાગ દ્વારા તા.૨ થી ૮ ઓક્ટો. દરમિયાન ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સામાજિક વનિકરણ વિભાગ-સુરતની ચોર્યાસી રેન્જ દ્વારા વન્ય પ્રાણી અંગે લોકોમાં અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય એ માટે ખરવાસા આશ્રમ શાળા ખાતે વન્ય પ્રાણીઓ વિષયક ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. વિજેતા બાળકોને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવ્યુ હતું.

દક્ષિણ ગુજરાતમાં વન્યપ્રાણીઓની સંખ્યા ઘણી હતી. એક સમયે દક્ષિણ ગુજરાતમાં દીપડાઓની સાથે વાઘ પણ જોવા મળતા હતા. પરંતુ સમયની સાથે વાઘની જનસંખ્યા ઘટતી ગઈ અને એક સમયે નિસ્તેનાબૂદ થઈ હતી. ત્યારબાદ દીપડાઓની સંખ્યા પણ ઘટતી હતી. અને ઘણા દીપડા ગામડાઓ સુધી ખોરાક શોધવા આવતા થયા હતા. જેના કારણે ઘણા તાલુકામાં ગામડાઓ પ્રભાવિત થયા હતા. આ ગામડાઓમાં લોકોને દીપડાથી કઈ રીતે બચી શકાય અને આ સંજોગોમાં શુ કરી શકાય તે અંગે માહિતી આપી જાગૃતતા લાવવા સામાજિક વનિકરણ વિભાગ પ્રયાસ કરશે.

દીપડા અને સાપને લઈને મહત્તમ શાળાઓમાં તથા તાલુકાઓમાં અભિયાન ચલાવાશે
સામાજિક વનિકરણ વિભાગના અધિકારી સચીન ગુપ્તાએ જણાવ્યું હતું કે, 16 તાલુકાઓમાં આવતી શાળાઓમાં અભિયાન હેઠળ વિદ્યાર્થીઓને વન્ય પ્રાણીઓ માટે જાગૃત કરાશે. વન્ય પ્રાણીઓની જાળવણી અને તેમાયે દીપડા અને સાપને લઈને સૌથી વધારે વિદ્યાર્થીઓ અને લોકોને જાગૃત કરાશે.

Most Popular

To Top