Dakshin Gujarat

ભરૂચમાં રાત્રિના સમયે બિનધાસ્ત લટાર મારતી બુકાનીધારી ચડ્ડી ગેંગની ટોળકી CCTVમાં કેદ

ભરૂચ: ભરૂચના (Bharuch) દહેજ બાયપાસ રોડ પર આવેલી સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી બુકાનીધારી ચડ્ડી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. જે રાત્રિના અંધકારમાં જે-તે સોસાયટી વિસ્તારોમાં લટાર મારી ચોરીની ઘટનાઓને અંજામ આપી ફરાર થઈ જતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના દહેગામ ચોકડી નજીક આવેલી એક સોસાયટીમાંથી સામે આવી છે. જેમાં બુકાનીધારી અને ચડ્ડી ગેંગ સોસાયટીમાં લટાર મારતી સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ બાયપાસ રોડ પર આવેલી દહેગામ ચોકડી નજીકની સમીમ પાર્ક અને આદિલ બંગ્લોઝ જેવા વિસ્તારોમાં આ ટોળકી ત્રાટકી હોવાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સોસાયટીમાં બિનધાસ્ત લટાર મારતી અને હાથમાં લાકડાના સપાટા જેવા મારક વસ્તુઓ લઈ ફરતી ગેંગની કરતૂતો સોસાયટીમાં લાગેલ સીસીટીવીમાં કેદ થતાં હાલ સીસીટીવી દૃશ્યો સોશિયલ મીડિયામાં લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. જો કે, હજુ સુધી ચોરી અંગેની કોઈપણ પ્રકારની માહિતી સામે આવી નથી. પરંતુ તસ્કર ગેંગ સીસીટીવીમાં કેદ થતાં હાલ તો લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

હાલ સમગ્ર ઘટનાના વાયરલ વિડીયો બાદ આ મામલે તપાસ હાથ ધરવામાં આવતાં પોલીસ ચોપડે હજુ સુધી આવી કોઈ ઘટનાની નોંધાઈ નથી. પરંતુ લાકડાના સપાટા લઈને બુકાનીધારી ફરતી ગેંગના આતંકથી કેટલીય સોસાયટી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, અને માંગ કરી રહ્યા છે કે પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ વધુ કરવામાં આવે.

ઓલપાડ અને કામરેજમાં ફાર્મ હાઉસમાંથી ટીવી અને એસી ચોરનારા છ ઝડપાયા
પલસાણા : સુરત જિલ્લા એલસીબીની ટીમે ચોરી કરતી ગેંગના 5 આરોપી તથા ચોરીનો માલ લેનાર સહિત કુલ છની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ચોરીના સામાન સહિત કુલ ૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબીની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ટેમ્પોમાં શોકત ઉર્ફે શંકર તથા પીન્ટુ પ્રજાપતિ તેના સાગરીતો સાથે અલગ-અલગ જગ્યાએ ફાર્મ હાઉસમાંથી એ.સી. તથા ટી.વી.ની ચોરી કરી તે ચોરી નો માલ લઈને વલથાણ નહેરથી સુરત શહેર તરફ જનાર છે. જેના આધારે પોલીસે કામરેજના કોસમાડી પાટિયા પર વોચ ગોઠવી હતી.

વોચ દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવતાં પોલીસે તેને રોકી તપાસ કરી હતી. ટેમ્પોમાંથી અલગ અલગ કંપનીનાં એસી તેમજ ટીવીનો જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પોમાં બેસેલા પાંચ ઈસમને પોલીસે પૂછપરછ કરતા તેમણે અલગ-અલગ વિસ્તારમાં આવેલા ફાર્મહાઉસમાંથી આ મુદ્દામાલ ચોરી ગયો હતો. જે તેઓ સુરત શહેર ખાતે ગોપાલ મારવાડીને વેચાણથી આપતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી 12 એ.સી. કિંમત રૂપિયા એક લાખ 80 હજાર, એક એલઈડી ટીવી કિંમત રૂ.20,000, ચાર મોબાઇલ ફોન કિંમત રૂ.19,000, રોકડા રૂ.1000 અને ટેમ્પો કિંમત રૂ. 6 લાખ મળી કુલ 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ચોર પકડાતાં જ પોલીસે કામરેજના 3 અને ઓલપાડના બે મળી કુલ પાંચ ગુના ઉકેલી કાઢ્યા હતા.

Most Popular

To Top