Gujarat

શંકરસિંહ બાપુ ફરી કોંગ્રેસમાં જોડાય તેવા એંધાણ

અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) નજીક છે, ત્યારે શંકરસિંહ વાઘેલા ફરી પાછા કોંગ્રેસમાં (Congress) જોડાઈ સક્રિય બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આ અંગેના સંકેતો પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ આપ્યા હતા. આજે અમદાવાદ (Ahmedavad) ખાતે અર્જુન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલા દ્વારા છઠ્ઠી ઓક્ટોબરે મહેસાણા ખાતે સાક્ષી હુંકાર મહાસભા અંગેની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઇ હતી.

આ પત્રકાર પરિષદમાં શંકરસિંહ વાઘેલા ફરી પાછા કોંગ્રેસમાં જોડાઈ શકે છે, તેવા સંકેતો અર્જુન મોઢવાડિયાએ આપ્યા હતા. મોઢવાડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ હાઇકમાન્ડ શંકરસિંહ વાઘેલા આ અંગે નિર્ણય કરશે. હવે જ્યારે ચૂંટણીઓ નજીક છે અને સમય ખૂબ ઓછો છે ત્યારે ક્યારે બાપુ કોંગ્રેસમાં જોડાશે તેવા પ્રશ્નોના જવાબમાં મોઢવાડિયાએ કહ્યું હતું કે ‘તમારી ધીરજનો અંત આવી જશે’.

મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કોંગ્રેસમાં પાછા ફર્યા
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવા આવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. સામાન્ય રીતે અત્યાર સુધી કોંગ્રેસમાંથી લોકો અન્ય પક્ષમાં જોડાતા હોવાના અહેવાલો મળતા હતા, પરંતુ મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોર ચીખલીયા ફરી પાછા મંગળવારે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે મંગળવારે મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોર ચીખલીયા તેમના ટેકેદારો સાથે પુનઃ કોંગ્રેસમાં જોડાયા હતા. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવી ઘર વાપસી કરાવી હતી. 2019ની પેટા ચૂંટણી વખતે કિશોર ચીખલીયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. હવે આગામી વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે ચીખલીયા ભાજપ છોડી ફરી પાછા પોતાના ઘર કોંગ્રેસમાં પાછા આવ્યા છે.

Most Popular

To Top