Sports

T-20 વર્લ્ડ કપના 16 અમ્પાયરોમાં ભારતના નીતિન મેનનનો સમાવેશ

દુબઈ : ઓસ્ટ્રેલિયામાં (Australia) રમાનારા આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં (ICC T20 WorldCup) ભારતના નીતિન મેનન સહિત 16 અમ્પાયર અમ્પાયરિંગ (Umpiring) કરશે. આઇસીસી અમ્પાયરોની એલિટ પેનલમાં મેનન એકમાત્ર ભારતીય છે અને ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)એ ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડ અને સુપર 12 તબક્કા માટે મેચ ઓફિસિયલની જાહેરાત કરી હતી. આઈસીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટૂર્નામેન્ટમાં કુલ 16 અમ્પાયર કાર્ય કરશે. રિચાર્ડ કેટલબોરો , નીતિન મેનન, કુમાર ધર્મસેના અને મેરાઈસ ઈરાસ્મસ 2021ની ફાઇનલમાં જ્યારે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટી-20 વર્લ્ડકપ જીત્યો ત્યારે તેની જવાબદારી સંભાળી હતી.

  • આઇસીસી દ્વારા ટી-20 વર્લ્ડકપના પ્રથમ રાઉન્ડ અને સુપર-12 તબક્કા માટે મેચ ઓફિશિયલની જાહેરાત કરવામાં આવી
  • સેમીફાઈનલ-ફાઈનલ માટે મેચ અધિકારીઓની જાહેરાત પછીથી કરાશે, ઇરાસ્મસ, ટકર અને અલીમ દાર માટે આ 7મો ટી-20 વર્લ્ડકપ

આઇસીસી મેચ રેફરીઓની પેનલમાં મુખ્ય રેફરી રંજન મદુગલે પણ ચાર માજી ઇન્ટરનેશનલ ખેલાડીઓમાંથી એક છે જે મેચ રેફરી હશે. તેમાં મદુગલેની સાથે ઝિમ્બાબ્વેના એન્ડ્રુ પાયક્રોફ્ટ, ઈંગ્લેન્ડના ક્રિસ્ટોફર બ્રોડ અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ બૂનનો સમાવેશ થાય છે. પાયક્રોફ્ટ 16 ઓક્ટોબરે શ્રીલંકા અને નામિબિયા વચ્ચે પ્રથમ રાઉન્ડની મેચ માટે રેફરી તરીકે રહેશે જ્યારે જોએલ વિલ્સન અને રોડની ટકર અમ્પાયરિંગ કરશે. પોલ રીફેલ ટીવી અમ્પાયર અને ઈરાસ્મસ ચોથા અમ્પાયર હશે. ઇરાસ્મસ, ટકર અને અલીમ દાર માટે આ સાતમો ટી-20 વર્લ્ડ કપ હશે. આઈસીસીએ કહ્યું હતું કે સેમીફાઈનલ અને ફાઈનલ માટે મેચ અધિકારીઓની જાહેરાત પછીથી કરવામાં આવશે.

મેચ રેફરી : એન્ડ્રુ પાયક્રાફ્ટ, ક્રિસ્ટોફર બ્રોડ, ડેવિડ બૂન, રંજન મદુગલે.
અમ્પાયર : એડ્રિયન હોલ્ડસ્ટોક, અલીમ ડાર, અહેસાન રઝા, ક્રિસ્ટોફર બ્રાઉન, ક્રિસ્ટોફર ગેફેની, જોએલ વિલ્સન, કુમાર ધર્મસેના, લેંગટન રુસેરે, મરાઈસ ઈરાસ્મસ, માઈકલ ગફ, નીતિન મેનન, પોલ રીફેલ, પોલ વિલ્સન, રિચાર્ડ ઈલિંગવર્થ, રિચાર્ડ કેટલબોરો, રોફ કેટલબોરો.

Most Popular

To Top