SURAT

પુના વિસ્તારમાં આઈમાતા ચોકડી પાસે અજાણ્યાઓ પિકઅપવાનમાં મૃતદેહ રસ્તા પર છોડી ફરાર

સુરત: સુરતના (Surat) પુના વિસ્તારના આઇમાતા ચોકડી પાસે આવેલ ક્રોસ રોડ રેસ્ટોરન્ટ પાસે અજાણ્યા ઈસમો પિકઅપવાનમાં મૃતદેહ (Deadbody) લાવી રસ્તા પર છોડી સ્થળેથી ફરાર થઈ ગયા હતાં. મળતી માહિતી મુજબ ઘટનાની જાણ થતાં પુના પોલીસ (Police) ઘટના સ્થળ પર આવી ચૂકી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતકના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યાં છે.

જાણકારી મળી આવી છે કે મૃતકનું નામ મહિપાલ આહીર છે તેમજ તે ગોડાદરા નો રહેવાસી છે.

Most Popular

To Top