Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર : (Gandhinagar) રાજ્યમાં કોરોનાની (Corona) સંભવિત સ્થિતિને પહોંચી વળવા આગોતરા આયોજનના ભાગરૂપે ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં કુલ 2,314 સ્થાનો પર મોકડ્રિલનું (MockDrill) સફળ આયોજન હાથ ધરાયું હતું.આ મોકડ્રિલમાં રાજ્યના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, સબ ડિવિઝન હોસ્પિટલ, તાલુકા હોસ્પિટલ, જિલ્લા હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ, સરકારી મેડિકલ કોલેજ, પીએચસી, સીએચસી અને વેલનેસ સેન્ટર ખાનગી હોસ્પિટલ, ખાનગી મેડિકલ કોલેજનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે 403 સીએચસી, સબ ડિવિઝન હોસ્પિટલ અને તાલુકા હોસ્પિટલ, 1584 પીએચસી અને હેલ્થ વેલનેસ સેન્ટર જ્યારે 240 જેટલી ખાનગી હોસ્પિટલ સહભાગી થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના નિર્ણયો અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ.

કુલ 2,314 સ્થાનો પર મોકડ્રિલનું સફળ આયોજન હાથ ધરાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના નિર્ણયો અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે રાજ્યમાં 237 મેટ્રીક ટન ક્ષમતા ધરાવતા પી.એસ.એ. પ્લાન્ટ કાર્યરત છે જે હવામાંથી ઓક્સિનજન ખેંચીને સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. રાજ્યમાં 24 એલ.એમ.ઓ. ઓક્સિજન ટેન્ક જેની ક્ષમતા 164 મેટ્રીક ટન, જ્યારે 15 મેટ્રીક ટન ક્ષમતા ધરાવતી 10 ઓક્સિજન ટેન્ક આમ કુલ 314 મેટ્રીક ટન ક્ષમતા ધરાવતી 34 ઓક્સિજન ટેન્ક કાર્યરત છે. રાજ્યમાં સંભવત: આવનારી કોરોના લહેરના સામના માટે માનવબળ અને મશીનરી સહિત રાજ્યનું સંપૂર્ણ આરોગ્ય તંત્ર સજ્જ છે.

રાજ્યમાં એક લાખથી વધુ પથારીઓ અને ૧૫ થી ૧૬ હજાર જેટલા વેન્ટિલેટર તેમજ દવાઓ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલે નાગરિકોએ સહેજપણ ગભરાવાની જરૂર નથી.


To Top