SURAT

સુરત એરપોર્ટની ઘટના: એક પ્રવાસીને કેબના ડ્રાઈવર બનીને આવેલા બદમાશે ધમકી આપી

સુરત: (Surat) સુરત એરપોર્ટ (Airport) પર અસામાજીક તત્વો કોઈ પણ રીતે પ્રવાસીઓને લૂંટી (Loot) રહ્યા છે. એક પ્રવાસીને કેબના ડ્રાઈવર બનીને આવેલા બદમાશે ધમકી આપી હતી. પ્રવાસીએ સોશિયલ મીડિયા (Social Media) પર ઉભરો ઠાલવ્યો હતો. પોલીસે પ્રવાસીને ફરિયાદ આપવાનું કહ્યું પરંતુ પ્રવાસીએ (Tourist) ફરિયાદ આપવાની ના પાડી હતી. જોકે આ ઘટનાને કોઈ સત્તાવાર સમર્થન નથી.

  • સુરત એરપોર્ટ પર કેબ ડ્રાઈવર પ્રવાસીને તેના ગંતવ્ય સ્થાન પર નહીં લઈ ગયો છતા 114 રૂપિયાનું ભાડુ માંગ્યું, પ્રવાસીએ ભાડું ન આપતા ડ્રાયવરે ધમકી આપી
  • પ્રવાસીઓ બૂમાબૂમ કરતાપ પોલીસે મદદ કરી,પ્રવાસીએ સોશિયલ મીડિયા પર ઉભરો ઠાલવ્યો
  • પોલીસે પ્રવાસીને ફરિયાદ આપવાનું કહ્યું પરંતુ પ્રવાસીએ ફરિયાદ આપવાની ના પાડી હતી. જોકે આ ઘટનાને કોઈ સત્તાવાર સમર્થન નથી

પ્રાપ્ત માહિતી અનુસાર શિશિરસિંહ ભારતીય નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર ઉભરો ઠાલવ્યો હતો. તેને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તેણે સુરત એરપોર્ટ પરથી કેબ બુક કરી હતી. કેબ ડ્રાઈવર પ્રાઈવેટ લેબલવાળી કાર લઈને આવ્યો હતો. ડ્રાઈવરે પ્રવાસીને કહ્યું કે ઓરીજનલ પાર્કિંગ ઇસ્યુના કારણે તે બહાર છે. ત્યારબાદ કહ્યું કે મેઇન્ટેનન્સના કારણે ઓરિજનલ કેબ અવેલેબલ નથી. ત્યારબાદ તે ડ્રાઈવર પ્રવાસીને 200 મીટર સુધી લઈ ગયો અને ત્યાં જઈને કહ્યું કે તમારૂ લોકેશન બહુ દૂર છે અને ભાડું બે ગણું થશે એવું કહીને આગળ જવાની ના પાડી દીધી હતી. માત્ર 200 મીટરના ડ્રાઈવરે 114 રૂપિયા ભાડું માંગ્યું હતું.

પ્રવાસીએ રૂપિયા આપવાની ના પાડી અને તાત્કાલિક કેબની બહાર નિકળી ગયો હતો. ત્યાર બાદ ડ્રાઈવરે પ્રવાસીને ધમકી આપી હતી. પ્રવાસીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પ્રવાસી જીવ બચાવીને એરપોર્ટની દિશામાં ભાગ્યો અને મદદ માટે બૂમાબૂમ કરી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે પ્રવાસીને ફરિયાદ આપવાનું કહ્યું પરંતુ પ્રવાસીએ ફરિયાદ આપવાની ના પાડી હતી. પરંતુ કેબ કંપની બહુ બેજવાબદાર છે. આવી બધી બાબતોને તેઓ ગંભીરતાથી નથી લેતા. પ્રવાસીએ સોશિયલ મીડિયા પર પોલીસને વિનંતી કરી હતી કે આવા ડ્રાઈવરો વિરુદ્ધ જરૂરી પગલા લે. આવા ડ્રાઈવરો માનવ નથી પરંતુ તેઓ રનિંગ ગુનેગારો છે. જોકે આ ઘટનાને કોઈ સત્તાવાર સમર્થન નથી.

Most Popular

To Top