National

હવે આ દેશે ભારતીય કંપની પર લગાવ્યો આરોપ, કહ્યું- આ દવા પીને 18 બાળકોના થયા મોત

નવી દિલ્હી : કફ સિરપ (Cough Syrup) લેવાથી ગત મહિનાઓમાં અનેક મોત થયા હોવાની ખબરો આવી હતી.જોકે હવે ગામ્બિયામાં (Gambia) 66 બાળકોના મોત બાદ ઉઝબેકિસ્તાને (Uzbekistan) પણ અહીં બાળકોના થયેલા મોત માટે ભારતીય (Indian) ફાર્માસ્યુટિકલ (Pharmaceutical) કંપનીને જવાબદાર ઠેરવી છે. બુધવારે આ સમાચાર સામે આવ્યા હતા જ્યેર ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે આરોપ લગાવ્યો હતો કે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બનાવવામાં આવેલી દવાઓ ખાવાથી દેશમાં 18 બાળકોના મોત થયા છે. વધુમાં મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે મેરિયન બાયોટેક પ્રાઈવેટ લિમિટેડ 2012માં ઉઝબેકિસ્તાનમાં રજીસ્ટર થઈ હતી. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનના સૂત્રોએ જણાવ્યું કે આ કંપની દ્વારા ઉત્પાદિત ‘Doc-1 Max’ સિરપ હાલમાં ભારતીય બજારમાં વેચવામાં આવી રહી નથી.

ઓક્ટોબર મહિનામાં ગામ્બિયાએ 66 બાળકોના મોતના આરોપ લગાવ્યા હતા
ઉલ્લેખનિય છે કે ઓક્ટોબર મહિનામાં ગામ્બિયાએ એવા આરોપો લગવાયા હતા કે ભારતીય કફ સીરપનું સેવન કરવાથી અનેક બાળકોના મોત થયા હતા. તેમના આરોપ આરોપ લગાવ્યો હતો કે, ભારતમાં બનેલા સીરપને કારણે 66 બાળકોના મોત થયા છે. જોકે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે ભારતીય કફ સિરપના કારણે બાળકોના મોત થયા છે. આ મામલાને ગંભીરતાથી લઈને કેન્દ્ર સરકારે તપાસ માટે એક સમિતિની રચના કરી હતી.

તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી કંપનીનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું
સ્થાયી રાષ્ટ્રીય સમિતિ ઓન મેડિસિનના વાઇસ ચેરમેન ડૉ.વાય.કે.ગુપ્તાની અધ્યક્ષતામાં તેની રચના કરવામાં આવી હતી. તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી કંપનીનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું હતું. આ પછી 1, 3, 6 અને 11 ઓક્ટોબરના રોજ જ્યાં આ શરબતનું ઉત્પાદન થઈ રહ્યું હતું ત્યાં તપાસ કરવામાં આવી હતી. ત્યાંથી સેમ્પલ એકત્ર કરીને ચંદીગઢની લેબમાં મોકલવામાં આવ્યા હતા.

નેપાળે 16 ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર પણ પ્રતિબંધ મૂક્યો
નેપાળે પણ 16 ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓની દવાઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આફ્રિકન દેશોમાં કફ સિરપના કારણે બાળકોના મોત બાદ WHOએ તેનાથી સંબંધિત દવાઓને લઈને ચેતવણી જાહેર કરી હતી. WHOના એલર્ટ બાદ નેપાળે 16 ભારતીય કંપનીઓની દવાઓની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. નેપાળ ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા બહાર પાડવામાં આવેલી આ યાદીમાં ઘણી મોટી ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ સામેલ છે. દિવ્યા ફાર્મસી સહિત 16 ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ નેપાળના ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગની યાદીમાં સામેલ છે. દિવ્ય ફર્મસી યોગ ગુરુ રામદેવની પતંજલિ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે.

Most Popular

To Top