SURAT

સુરતમાં 40 લાખના હીરાની લૂંટમાં આરોપીઓએ હત્યા કરવા સુધીનું પ્લાનિંગ કર્યુ હતુ

સુરત: (Surat) કતારગામ લૂંટ (Loot) પ્રકરણના ઓરાપી 3 મહિના પછી ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. કુલ પાંચ જેટલા આરોપીઓને ટીપ આપવામાં આવતા તેઓ દ્વારા આ લૂંટની રેકી કરીને રત્ન કલાકારો છૂટે ત્યારે લૂંટનુ પ્લાનિંગ કર્યુ હતુ. આ મામલે ચાર વખત રેકી કરવામાં આવી હતી. ત્યારબાદ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. અંદાજે ચાલીસ લાખના હિરાની લૂંટ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે પાંચ આરોપીને પકડયા ત્યારે તેઓએ કબૂલાત કરી હતી કે જરૂર પડે તો તેઓ આ મામલે કોઇ રસ્તામાં આવે તો હત્યા કરતા પણ અચકાતે નહી. ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે આ કિસ્સામાં પકડાયેલા આરોપીઓ ખૂંખાર છે. તેમાંથી જેતાણી નામનો આરોપી મર્ડર , લૂંટ અને કિડનેપીંગ જેવા ગુનામાં સંડોવાયેલો છે. હાલમાં કરજણ ખાતે લૂંટનુ પ્લાનિંગ આ ગેંગ કરી રહી હતી તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફલોપ કરવામાં આવી હતી.

40 લાખના હીરામાંથી 27 લાખના હીરા શૈલેષ દોડા મારફત સ્થાનિક બજારમાં વેચી મરાયા
આ મામલે ક્રાઇમ બ્રાન્ચે આપેલી વિગતમાં જેરામ મોરાની વાડીમાં 12 સપ્ટેમ્બરના રોજ 40 લાખની લૂંટનો અંજામ આપવામાં આવ્યો હતો. આ લૂંટના હિરા 40 લાખમાંથી 27 લાખનો માલ સ્થાનિક બજારમાં વેચી મારવામાં આવ્યા હતા. શૈલેષ ડોડા નામનો ઇસમ જાણતો હતો કે આ માલ લૂંટનો છે તેમ છતા તેણે બજારમાં 27 લાખના હીરા વેચી માર્યા હતા. 12.48 લાખના હીરાની રીકરવી કરવા ક્રાઇમ બ્રાન્ચ સફળ રહી છે. આ કિસ્સામાં ફરિયાદી કનૈયાલાલ ઉર્ફે કનુભાઇ પ્રજાપતિ પોતાના હીરાનુ કારખાનુ બંધ કરીને ઘરે જવા નીકળેલા હતા. તે દરમિયાન પાર્કિંગમા્ં પોતાની પ્લેઝર મોપેડની ડિક્કી ખોલી હીરા ભરેલી બેગ મૂકી રહ્યા હતા. તે વખતે અજાણ્યો ઇસમ તેમની સાથે આવીને વાતો કરવા લાગ્યો હતો. તે દરમિયાન પાછળથી બીજા 3 ઇસોમોએ આવીને કનૈયાલાલનુ ગળુ દબાવીને મોઢાના ભાગે ડૂચા મારી દીધા હતા. ત્યારબાદ ખૂણામાં કનૈયાલાલને લઇ જવામાં આવ્યા અને તેઓને ફટકારીને તેઓ પાસેથી હીરા ભરેલી બેગ પડાવી લેવામાં આવી હતી. આ ઝપાઝપી દરમિયાન ખૂંખાર આરોપી જેતાણીને હત્યા કરવા સુધી તૈયારી કરી હોવાની વિગત જાણવા મળી છે.

શૈલેષ પકડાઇ જતા આખી લૂંટની વિગતો બહાર આવી
આ મામલે રવિન્દ્ર ઉર્ફે રામજી કડોડિયા દ્વારા ટીપ આપવામાં આવી હતી તેણે શૈલેષ, રાજેશ અને કાલુને લાખ્ખો રૂપિયા મળશે કહીને પોતાના ઘરે લૂંટના બે દિવસ પહેલા બોલાવ્યા હતા. હીરાનો વેપારી લાખ્ખોના હીરા લઇને સાંજે તેમના ટુ વ્હીલર ગાડીમાં જાય છે. દરમિયાન આ મામલે પૂર્ણ તૈયારી કરવામાં આવ્યા બાદ લૂંટનો અંજામ આપવામાં આવ્યો હતો. દરમિયાન મેહૂલ ઉર્ફે શૈલેષ નામનો ઇસમ કડોદરા ખાતેથી પકડાતા તેણે આ લૂંટ કરી હોવાની કબૂલાત કરતા તમામ આરોપીઓ મિંયાગામ , ઇડબ્લ્યુએસ આવાસ, કેનાલ પાસેથી પકડાયા હતા.

આ છે ઘટનાને અંજામ આપનાર આરોપીઓ (1) રવિન્દ્ર રામજીભાઇ કડોડીયા, ઉ. વર્ષ 33, રહેવાસી : તેજેન્દ્ર પાર્ક ચતુરભાઇ ના મકાનના ભાડવાત તરીકે મૂળ ભાવનગર જિલ્લાના રહેવાસી (2) રાજેશ મનુભાઇ ભીલ , ઉ. વર્ષ 30,ધંધો નોકરી , રહેવાસી ગોકુળ નગર રચના સર્કલ પાસે મૂળ તળાજા , ભાવનગરના રહેવાસી (3) શૈલેષ નટવરલાલ વાઘેલા, ઉ. વર્ષ41, રહેવાસી નંદન પાર્ક સોસાયટી, અંકુર ચોકડી, મીનીબજાર વરાછા, ભૂળ ભાવનગરનો રહેવાસી (4) કાળુ ઉર્ફે દાઉદ નાનજીજેતાણી , ઉ.વર્ષ 38, રહેવાસી ઇડબ્લ્યુએસ આવાસ, કરજણ (5) શૈલેષ દોડા, રહેવાસી : લક્ષમણ નગર, સુરત

Most Popular

To Top