Gujarat

માતા હીરાબાને હોસ્પિટલમાં મળ્યા PM મોદી, હાલમાં તબિયત સ્થિર

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનની તબિયત નાદુરસ્ત થતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગતરોજ મોડી રાત્રે હિરાબાની તબિયત બગડતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદી યુ.એન મહેતા હોસ્પિટલ પહોંચી ગયા હતા. હિરાબાની તબિયતને લઇ યુ.એન મહેતા હોસ્પિટલે સત્તાવાર માહિતી આપી છે. તેઓએ હેલ્થ બુલેટીન જાહેર કરી જણાવ્યું છે કે, પીએમ મોદીનાં માતા હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હાલ તેઓની તબિયત સુધારા પર છે.

પી.એમ મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા
વડાપ્રધાન મોદી માતા હીરાબાને મળવા યુ.એન મહેતા હોસ્પિટલમાં પહોચી ગયા હતા. જ્યાં તેઓએ ડોકટરો સાથે માતાના સ્વાસ્થ્ય અંગે વાતચીત કરી હતી. હોસ્પિટલમાં પહોંચેલા પી.એમ મોદી માતાન સ્વાસ્થ્યને લઇ ચિંતામાં હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.  જોકે, હીરાબાની તબિયત સુધારા પર હોવાથી પીએમ નરેન્દ્ર મોદી સાંજે દિલ્હી જવા રવાના થઇ શકે છે. જો કે બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે, પીએમ મોદી આજે રાતનું રોકાણ રાજભવન કરે તેવી પણ સંભાવના છે. 

સી.એમ હીરાબાને મળવા પહોંચ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલ પહોંચી ગયા છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી પણ માતાની ખબર પૂછવા ગુજરાત આવી રહ્છેયા છે તેઓ થોડી જ વારમાં અમદાવાદ આવી પહોંચશે. પી.એમ મોદીનાં માતા હોસ્પિટલનાં દાખલ હોવાના સમાચાર મળતા જ અમદાવાદના અસારવાનાં ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન તેમજ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યાં છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હોસ્પિટલ પહોંચી ગયા છે. હોસ્પિટલમાં ખુબ જ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હોસ્પિટલના સ્ટાફ સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

રાહુલ ગાંધીએ માતા હીરા બા માટે કરી પ્રાર્થના
પી.એમ મોદીનાં માતા હોસ્પિટલમાં દાખલ થવા મામલે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. જેમાં તેઓએ માતા અને પુત્ર વચ્ચે સંબંધ વિશે લખ્યું છે. તેમજ માતા હીરાબા જલ્દીથી સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના કરી હતી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ શાશ્વત અને અમૂલ્ય છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું કે તમારી માતા જલ્દી સ્વસ્થ થઈ જાય. આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ પણ આ અંગે ટ્વીટ કરી હતી.

હીરાબાએ આ વર્ષે ઉજવ્યો 100મો જન્મદિવસ
હીરાબાની ઉંમર 100 વર્ષથી વધુ છે. આ વર્ષે જૂનમાં તેઓએ પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારબાદ પીએમ મોદીએ તેમના પગ ધોયા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. હાલમાં પૂર્ણ થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક દિવસ પહેલા જ પીએમ મોદી હીરાબાને મળ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી ઉતર્યા બાદ તેઓ સીધા ગાંધીનગર તેમના માતા હીરાબાને મળવા તેમના નિવાસસ્થાને ગયા હતા અને તેમના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા. મોદીએ માતાના ઘરે લગભગ 45 મિનિટ વિતાવી હતી.

Most Popular

To Top