World

ચીનની હોસ્પિટલોમાં મૃતદેહોના ઢગલા, વીડિયો જોઈ રૂંવાટા ઊભા થઈ જશે

નવી દિલ્હી: ચીનમાં (China) કોરોનાના (Corona) નવા વેરિયઅન્ટે (New Variant) હાહાકાર મચાવ્યો છે. અહીં રોજ કોરોનાના કેસમાં (Corona case) સતત વધારા થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ચીનમાં તબાહીનું સૌથી મોટું કારણ કોરોનાનું BF.7 વેરિઅન્ટ (Bf.7 Variant) છે, જેને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો (Video) સામે આવી રહ્યા છે તેમાં જોઈ શકાય છે કે હોસ્પિટલો મૃતદેહોથી ભરેલી છે. ઘણી જગ્યાએ અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં મૃતદેહો બાંધીને રાખવામાં આવ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું. ચીનમાં કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલમાં યોગ્ય સારવાર નથી મળી રહી. કારણે કે દર્દીઓની સંખ્યમાં સતત વધારો થતા હોસ્પિટલમાં ડૉક્ટર સહિત મેડિકલ સ્ટાફની અછત વર્તાય રહી છે. આ સાથે હોસ્પિટલમાં લાશના ઢગલા જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ચીનના લોકોા હાલમાં ડોકટરો, હોસ્પિટલો અને તબીબી સુવિધાઓના અભાવથી ઝઝૂમી રહ્યા છે. અંતમિક્રિયા માટે સ્મશાનની બહાર લાંબી કતારો છે અને મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે સંખ્યા પણ ઉપલબ્ધ નથી. સરકાર આ મૃતદેહોને કન્ટેનરમાં ભરીને સ્મશાનગૃહમાં લઈ જઈ રહી છે.

ટ્વિટર યુઝર જેનિફર ઝેંગે તેના ટ્વિટર હેન્ડલ પર ચીનના કેટલાક વીડિયો શેર કર્યા છે, જે ખૂબ જ ડરામણા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શાંઘાઈની એક હોસ્પિટલમાં મૃતદેહોને પોલિથીનથી બાંધીને રાખવામાં આવે છે. જ્યાં સુધી આપણે જોઈ શકીએ ત્યાં સુધી માત્ર મૃતદેહના ઢક્લો જ દેખાય છે.

જ્યારે બીજા વીડિયોમાં લિયાઓનિંગ પ્રાંતના અંશાન શહેરનો જણાવવામાં આવ્યો છે. જેનિફરે તેના કેપ્શનમાં લખ્યું છે કે તેઓ બધા કહે છે કે લોકો તેનાથી (કોરોના) નથી મરી રહ્યા. જુઓ કેટલા લોકોના મોત થયા છે. શબઘરો ભરાઈ ગયા છે. ભૂગર્ભ ગેરેજને અસ્થાયી રૂપે શબઘરમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. 

25 કરોડ લોકો કોરોના પોઝિટિવ હોવાનો દાવો  
તમામ અહેવાલો અનુસાર ચીનમાં છેલ્લા 20 દિવસમાં 250 મિલિયન લોકો કોરોના પોઝિટિવ બન્યા છે. જોકે, ગુજરાતમિત્ર આ દાવાઓની પુષ્ટિ કરતું નથી. એક તરફ ચીનમાં ભારે તબાહી સર્જાઈ છે તો બીજી તરફ ચીને 8મી જાન્યુઆરીથી કોરોના નિયમોમાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. નવા નિયમ અનુસાર, વિદેશથી આવતા મુસાફરોને ક્વોરેન્ટાઇનમાંથી મુક્તિ આપવામાં આવશે. હાલ ભારતમાં પણ કોરોનાનો પગ પેસારો દેખાઈ રહ્યો છે. પરંતુ કોરોનાના કારણે કોઈનું મૃત્યુ થયું હોય તેવા અહેવાલ સામે આવ્યા નથી.

Most Popular

To Top