સુરત: આખાય દેશમાં કાતિલ ઠંડી પડી રહી છે. ગુજરાતના પણ 14થી વધુ શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે ઉતરી ગયો છે. ઉત્તર ગુજરાતમાં...
નવી દિલ્હી: યુક્રેનની (Ukraine) રાજધાની કિવ (Kyvi) પાસે એક મોટો અકસ્માત (Accident) થયો છે. અહીં એક હેલિકોપ્ટર (Helicopter) બિલ્ડિંગ સાથે અથડાયા બાદ...
નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીની પહેલી મેચ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાઈ છે. ટીમ ઈન્ડિયાએ...
સુરત: સુરતના હજીરા વિસ્તારમાં મંગળવારે મધરાત્રે ચોંકાવનારી ઘટના બની છે. અહીં અવાવરું જગ્યામાં ખાડો ખોદી 14 વર્ષની કિશોરીની લાશ દફનાવવાનો પ્રયાસ થઈ...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) રિથાલાના AAP ધારાસભ્ય મોહિન્દર ગોયલે (MLA Mohinder Goyal) ગૃહમાં (assembly) લાંચ (Bribe) તરીકે મળેલી ચલણી નોટોના (Money) બંડલ...
સુરતના ઉમરવાડા વિસ્તારની ઘટના: નરાધમ ઘરમાં ઘુસી વારંવાર શરીર સંબંધ બાંધતો નરાધમ ઇકબાલ ખાન વિરુદ્ધ પરિણીતાએ સલબાતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી સુરત: સુરતમાં...
પ્રકૃતિની સમતુલા બગાડી તેની પવિત્રતા નષ્ટ કરી તેને બદલે પર્યાવરણને બચાવવું એ આપણા સૌની ફરજ છે. પ્રદૂષણનો આંક જીવસૃષ્ટિ માટે ઘાતક પુરવાર...
વૃન્દાવનમાં એક સંત અને તેમના થોડા શિષ્યો રહેતા હતા.એક શિષ્ય બિચારો મંદબુધ્ધિ હતો, પણ ગુરુ જે કહે તે બધી જ આજ્ઞા માથે...
ચૂંટણી જીતવાનું ભારતીય જનતા પક્ષનું મુખ્ય લક્ષ્ય રહ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં પ્રચંડ વિજય અને હિમાચલ પ્રદેશમાં ભયંકર પછડાટ પછી તેનું ધ્યેય...
‘ગણપતિ દૂધ પીએ છે’ તેવા સમાચાર દેશના ખૂણેથી ઊડયા અને એ જ દિવસની રાત્રિ સુધીમાં દેશમાં અને પરદેશમાં રહેતા મૂર્તિપૂજકો સુધી ફેલાઇ...
સુરત: જે ઉંમરે બાળકો રમકડાં સાથે રમતા હોય. મોબાઈલ સ્ક્રીન પર કાર્ટૂન જોતા હોય તે નાનકડી ઉંમરે સુરતના હીરાના વેપારીની દીકરીએ (Surat...
વિવારે નેપાળના પોખરા એરપોર્ટ નજીક એક વિમાન તૂટી પડ્યું અને તેમાં બેઠેલા તમામ ૭૨ લોકોના મોત થયા તે સાથે ફરી એકવાર વિમાન...
પંજાબ: પાકિસ્તાનની (Pakistan) પરિસ્થિતિ કંગાલ થઈ ગઈ છે. એક તરફ પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ (PM Shabaz Sharif) ભારત (India) સાથે વાતચીત અને...
ગુજરાતમિત્ર’ની ‘દર્પણ’પૂર્તિમાં 18મી જાન્યુઆરી, 2023ના તમે જ્યારે આ લેખ વાંચતા હશો ત્યારે અમેરિકન સ્વપ્નું ધરાવતા તમારામાંના જેઓ અમેરિકાના બિઝનેસ અથવા વિઝિટર્સ વિઝા...
ઇલોન મસ્ક. આ માણસ દુનિયાના સેંકડો યુવાનોનો રોલમોડેલ છે. ટેકનોલોજીના ક્ષેત્રમાં કાર્યરત દરેક ઉદ્યોગ સાહસિકો ઈલોન મસ્ક જેવી સફળતા મેળવવા ધારે છે....
ઘણા ખરા પુરુષોના જીવનમાં એક તબક્કો એવો આવે છે જ્યારે જાતીય વિષયોમાં તેમનો રસ ઘટી જાય છે, જાતીય સુખ માણવાની તેમની કામનાઓ...
નવી દિલ્હી: ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ (Flight Emergency Landing) તેમજ દુર્ઘટનાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે હવે ફરી એકવાર હવામાં જ...
એક જૂની કહેવત છે. નેકી કર ઔર દરિયા મેં ડાલ. આજના સોશિયલ મીડિયાના યુગમાં આ કહેવતને થોડી બદલી નાખીએ. – કંઈ પણ...
ગયા વરસે ઇન્ડોનેશિયાના બાલી ખાતે ભારતને વરસ 2023 માટે G-20 રાષ્ટ્રસમૂહનું પ્રમુખપદ અને તેની સાથે આવતું યજમાનપદ સોંપવામાં આવ્યું. G -20 એક...
આગામી પેઢી પ્રસાર તંત્રમાં પોતાનાં શરીરની મદદે કેવી અદભૂત શક્તિ કેળવવાની છે તેનો અભ્યાસ નવાં સંચાર શક્તિનાં સંકેત આપી ચૂક્યું છે! મેસેચ્યુસેટ્સ...
કોરોના કાળ દરમ્યાન આપણે બધાએ અનુભવ્યું કે તાત્કાલિક સારવારનું શું મહત્ત્વ છે. આ મહામારી દરમ્યાન ઘણા પરિવારોએ લાચાર પરિસ્થિતિ પણ અનુભવી. કોરોના...
નવી દિલ્હી: સામાન્ય રીતે દર વર્ષે મકરસંક્રાંતિ પછી શિયાળની (Winter) અસર ઓછો થવા લાગે છે, પરંતુ આ વખતે પારો અને ધુમ્મસ (Fog)...
હેલો સર, મારી વાત જગદીશ સોની સાથે થઈ રહી છે?‘ જગદીશ સવારના હજુ ઓફિસ પહોંચ્યોને તરત અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો એટલે...
નવા વર્ષના પ્રારંભ સાથે બોલિવૂડના સ્ટાર કિડ્સ ચર્ચામાં છે. વર્ષ 2023માં અનેક સ્ટાર કિડ્સ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આ એવા...
45-46 વર્ષ પહેલાં એમને પહેલી વાર રૂબરૂ મળ્યો ત્યારે એમના હોઠો પર જે મધુર સ્મિત જોયું હતું અદલોદલ એવું જ સ્મિત 92૨મા...
ભારતીયો નાગરિકત્વ છોડતા રહ્યા છે અને પશ્ચિમી દેશોમાં નાગરિક થઈને સપનું જોતા આવ્યા છે પણ છેલ્લા એક દાયકામાં ભારતની તાસીર બદલાઈ છે,...
ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) કોંગ્રેસની (Congress) હારનું કારણ શોધવા માટે હાલમાં કેન્દ્રિય તપાસ સમિતિ ગુજરાતમાં આવી છે. આ કામગીરી દરમિયાન અચાનક જાગેલી...
નવી દિલ્હી: વર્ષ 2023નો તારીખ 17નો મંગળવારનો દિવસ પાકિસ્તાન માટે કાળો દિવસ હોય તેવી જાણકારી મળી આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની બદનામી...
સુરત : સુરત મનપા (SMC) દ્વારા ગાર્ડનોને (Garden) પીપીપી (PPP) ધોરણે આપવાનું નક્કી કર્યુ છે. ગાર્ડનોનું ડેવલપમેન્ટ સારી રીતે થાય તેમજ મનપાનું...
નવી દિલ્હી: બોલિવૂડના (Bollywood) કિંગખાન તેમજ દીપિકાની ફિલ્મ પઠાન (Pathan) રીલિઝ થતા પહેલા જ વિવાદોમાં ઘેરાયેલી હતી. જો કે પઠાનને સેંસર બોર્ડમાંથી...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
સુરત: આખાય દેશમાં કાતિલ ઠંડી પડી રહી છે. ગુજરાતના પણ 14થી વધુ શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે ઉતરી ગયો છે. ઉત્તર ગુજરાતમાં તો ભુક્કા કાઢી નાંખતી ઠંડી પડી રહી છે ત્યારે કડકડાતી ઠંડીમાં વહેલી સવારે સ્કૂલ ગયેલી રાજકોટની એક 17 વર્ષીય વિદ્યાર્થીનીનું લોહી જામી જવાના લીધે મોત થયું હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીના મોત બાદ રાજ્યનું શિક્ષણ તંત્ર સફાળું જાગ્યું છે. ગાત્રો થિજાવી નાંખતી ઠંડીમાં બાળકોને વહેલી સવારે સ્કૂલમાં બોલાવવાના સંચાલકોના આગ્રહ સામે રોષ ફાટી નીકળ્યો છે. આ સાથે જ બાળકોને સ્કૂલ દ્વારા નક્કી કરાયેલા જ સ્વેટર પહેરવા દબાણ કરવાના સ્કૂલોની જીદ સામે પણ વાલીઓ ગુસ્સે ભરાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ઢેબર રોડ પર ગોપાલનગરમાં રહેતી અને ગોંડલ રોડ પર એ.વી. જસાણી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી રિયા કિરણકુમાર સાગરનું ગઈ તા. 17 જાન્યુઆરીના રોજ મોત થયું છે. રિયા સાગર નિયત ક્રમ અનુસાર 17મીની સવારે સ્કૂલ-વેનમાં બેસી પોતાની સ્કૂલે ગઈ હતી. પ્રાર્થના ખંડમાં પ્રાર્થના કર્યા બાદ રિયા અન્ય વિદ્યાર્થીનીઓ સાથે પોતાના ક્લાસમાં ગઈ હતી. ક્લાસરૂમમાં પહોંચતા વેંત જ રિયાને ધ્રુજારી ઉપડી હતી અને તે બેભાન થઈ ક્લાસરૂમમાં જ ઢળી પડી હતી. સ્કૂલ સંચાલકોએ 108ને બોલાવી તાત્કાલિક રિયાને હોસ્પિટલમાં ખસેડી હતી, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. સવારે ભણવા માટે સ્કૂલ ગયેલી દીકરીનો મૃતદેહ ઘરે આવતા માતા-પિતાને ઘેરો આઘાત લાગ્યો હતો.
આ પરિવાર મૂળ યુગાન્ડાનો વતની છે. મૃતક રિયા પરિવારમં બે બહેનમાં મોટી હતી. પિતા સોની છે. સોની પરિવાર 10 વર્ષથી યુગાન્ડાના કંપાલામાં રહેતો હતો. કોરોનામાં કેસો વધી જતા તેઓ રાજકોટ શિફ્ટ થયા હતા. રિયાની માતા જાનકીબેને કહ્યું હતું કે, રિયાને નખમાં પણ રોગ નહોતો. ઠંડીના લીધે લોહી જામી જવાના લીધે તેનું મોત થયું છે. સ્કૂલવાળા તેમના જ સ્વેટર પહેરવા મજબૂર કરે છે. અન્ય જાડા સ્વેટર કે જેકેટ પહેરી જાય તો દંડે છે. સ્કૂલનો ટાઈમ પણ બદલતા નથી. મેં તો મારી દીકરી ગુમાવી હવે સ્કૂલવાળા જડ નિયમો બદલે તો સારું.
ડીઈઓએ શાળાનો સમય બદલવા આદેશ છોડ્યા
ઠંડીના લીધે વિદ્યાર્થીનીનું મોત થતાં રાજકોટનું શિક્ષણ અધિકારી સફાળા જાગ્યા છે. તાત્કાલિક તેઓએ રાજકોટ જિલ્લાની તમામ શાળાનો સમય સવારે 8 વાગ્યાનો કરવા આદેશો છોડ્યા છે. નિયમનો ભંગ કરનાર સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની ચીમકી પણ ઉચ્ચારી છે.