Top News

More Posts

   The Latest

Most Popular

અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં (Election) કોંગ્રેસને (Congress) ફરીવાર બેઠી કરવાના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં 1લી ફેબ્રુઆરી-23થી ‘હાથ સે હાથ જોડો’ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આજે રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા અભય દુબેએ જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રાને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. આ યાત્રા તેના અંતિમ પડાવમાં કાશ્મીરમાં આગળ વધી રહી છે. સમગ્ર દેશમાં રાજ્ય અને તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ હાથ સે હાથ જોડો યાત્રાનો આયોજન કરવામાં આવનાર છે. ગુજરાતમાં આગામી 1લી ફેબ્રુઆરીથી તાલુકા મથકે અને ગ્રામ્ય કક્ષાએ તેમજ શહેરમાં વોર્ડ દીઠ હાથ સે હાથ જોડો યાત્રાનું આયોજન કરાશે.

પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, “ભારત જોડો યાત્રા” કન્યા કુમારીથી કાશ્મીર શરુ થયેલી ૩૫૦૦ કી.મી.ની ઐતિહાસિક પદયાત્રા હવે 30 તારીખે પૂર્ણ થશે. “ભારત જોડો યાત્રા”માં જે રાજ્યો છૂટી ગયાં છે. તેવા રાજ્યોમાં ‘હાથથી હાથ જોડો યાત્રા’ તારીખ ૨૬ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. દિલ્હીમાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠક થઈ હતી. જેમાં ‘હાથ સે હાથ જોડો યાત્રા’ અંગે ચર્ચા થઈ. તારીખ 1 થી 10 ફ્રેબુઆરીના સુધી યાત્રાના રૂટ નક્કી કરવા મિટિંગો થઈ અને 60-70 ટકા રૂટ નક્કી થઇ ગયા છે. ગુજરાતમાં તારીખ 01 ફેબ્રુઆરીથી ‘હાથ સે હાથ જોડો યાત્રા’ની શરૂઆત કરવામાં આવશે. જેમાં સૌ પ્રથમ 71 નગરપાલીકાની જ્યાં ચૂંટણીઓ આવી રહી છે, ત્યાંથી શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લા પંચાયતની બેઠક વાઈઝ ‘હાથ સે હાથ જોડો યાત્રા’ સમગ્ર ગુજરાતમાં આ યાત્રા ઘરે ઘરે ફરશે. ગુજરાતમાં 3 અને 4 ફેબ્રુઆરીએ ગાંધીનગર, 4 અને 5 ફેબ્રુઆરીએ ભિલોડા, 6 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધીમાં 17 તાલુકામાં યાત્રા પૂરી કરવામાં આવશે.

To Top