Entertainment

દેશભરમાં પઠાણનો વિરોધ, કર્ણાટકમાં ચાલુ શોને રોકવા કરાયો પથ્થરમારો

નવી દિલ્હી: શાહરૂખ ખાનના (Shahrukh Khan) ચાહકોમાં આજે અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 4 વર્ષના લાંબા સમય બાદ શાહરૂખ ખાને સિલ્વર સ્ક્રીન પર ફિલ્મ (Film) પઠાણથી (Pathaan) એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. 2023ની સૌથી મોટી ફિલ્મ પઠાણ થિયેટરમાં રિલીઝ થઈ છે. પરંતુ આ ફિલ્મ રિલીઝ પહેલા ઘણા વિવાદોમાં ઘેરાય ગઈ હતી. આખરે આ ફિલ્મ આજે સિનિમાઘરોમાં રિલીઝ થઈ છે. પરંતુ કેટલાક શહેરોમાં આ પઠાણને લઈ્ને વિરોધ જોવા મળી રહ્યો છે. કેટલાક શહેરોમાં હિંદુ સંગઠનો દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કાર્યકર્તાઓ થિયેટરની બહાર હંગામો કરી રહ્યા છે. જોકે શાહરૂખ ખાનના ચાહકો ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. થિયેટરોની હાર લોકોની ભીડ જોવા મળી રહી છે. તેથી કેટલાક થિયેટરોમાં પોલીસ પ્રોટેક્શન સાથે ફિલ્મ રિલીઝ કરવામાં આવીી છે.

ફર્સ્ટ શોની સફળતા બાદ 300 સ્ક્રીન વધારી દેવાયા
દેશના અલગ અલગ રાજ્યોમાં પઠાણનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આ વિરોધ વચ્ચે પણ ચાહકો ફિલ્મ જોવા માટે થિયેટરમાં ભીડ જમાવી છે. રાજ્યોમાં વિરોધ છતાં પહેલા શોમાં 300 સ્ક્રીન્સ વધારવી પડી હતી, તેથી હવે આ ફિલ્મ દેશમાં 5 હજાર 500 સ્ક્રીન પર બતાવવામાં આવી રહી છે. પઠાણ આટલા આક્રરા વિરોધ વચ્ચે પણ ધૂમ મચાવી રહી છે.

મળતી માહિતી અનુસાર પઠાણ થિયેટરમાં રિલીઝના એક દિવસ પહેલા ઓનલાઈ્ન લીક થઈ ગઈ હતી. ફિલ્મની પાઇરેટેડ કોપી Filmyzilla અને Filmy4wap પર ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું હતું. ફિલ્મ નિર્માતાએ તમામ ફેન્સને સિનેમાઘરોમાં ફિલ્મ જોવાની અપીલ કરી છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે થિયેટરોમાં ન તો ફિલ્મની વીડિયોગ્રાફી કરવી ન તો તેને કોઈની સાથે શેર કરવી.

થિયેટરમાં પથ્થરમારો
કર્ણાટકના કલબુર્ગીમાં હિંદુ જાગરણ મંચના લોકોએ પઠાણ ફિલ્મના પ્રદર્શનનો વિરોધ કર્યો હતો. વિરોધીઓએ શેટ્ટી થિયેટરની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ફિલ્મ દર્શાવતા તમામ થિયેટરોની બહાર પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. વીડિયોમાં લોકો થિયેટરમાં પથ્થરમારો કરતા જોવા મળે છે.

દિલ્હીમાં પઠાણના પોસ્ટર્સ ઉતારાયા
હિંદુ જાગરણ મંચના લોકો ફિલ્મ પઠાણને લઈને ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે. પઠાણ ફિલ્મને લઈને લોકોનું પ્રદર્શન દેખાઈ રહ્યું છે. રંગમહેલ ટોકીઝના માલિકે ફિલ્મનો વિરોધ કરતા પઠાણના પોસ્ટર થિયેટરમાંથી હટાવી દીધા હતા. હવે પઠાણ ફિલ્મ ટોકીઝમાં નહીં બતાવવામાં આવે.

બિહારના ભાગલપુરમાં હોબાળો
બિહારના ભાગલપુરમાં પઠાણ ફિલ્મનો ઉગ્ર વિરોધ થયો હતો. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. કામદારો સિનેમા હોલના પરિસરમાં ધરણા પર બેસી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ પહેલા મંગળવારે રાત્રે જ ભાગલપુરમાં ફિલ્મ પઠાણનું પોસ્ટર ફાડીને સળગાવી દેવામાં આવ્યું હતું. બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓનું કહેવું છે કે સનાતન ધર્મના વિરોધને હવે સહન કરવામાં આવશે નહીં.

કર્ણાટકના અનેક શહેરોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન
કર્ણાટકના બેંગલુરુ, બેલાગવી, કલબુર્ગીમાંથી પઠાણ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનના અહેવાલો છે. ફિલ્મના વિરોધમાં બેંગલુરુમાં સેંકડો વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. બેલગાવીમાં પણ વિરોધીઓએ સિનેમા હોલની બહાર ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન વિરોધીઓએ ફિલ્મના પોસ્ટર પણ ફાડી નાખ્યા હતા. જે બાદ પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે અનેક દેખાવકારોની અટકાયત કરી હતી.

ફેન્સે શાહરૂખનનો વરઘોડો કાઢ્યો
કોલકાતામાં પઠાણની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી. શાહરૂખના ચાહકોએ તેના પોસ્ટરને હાર પહેરાવીને કિંગ ખાનને વરરાજો બનાવ્યો અને પછી ઘોડા પર બેસી વરઘોડો કાઢ્યો હતો. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થયા બાદ તેના ચાહકોમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાક થિયેટરોમાં ચાહકો નાચવા લાગ્યા હતો. કેટલીક જગ્યાએ શાહરૂખના ચાહકોએ ફટાકડા ફોટી ફિલ્મનું સ્વાગત કર્યું હતું.

સુરતમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે પઠાણ ફિલ્મ થઈ રિલીઝ
સુરત શહેરના કેટલાક થિયેટરમાં પોલીસ બંદોબસ્ત સાથે પઠાણ ફિલ્મ રિલીઝ થઈ છે. પઠાણ ફિલ્મના રિલીઝ પહેલા શહેરમાં હિંદુ સંગઠનો, બજરંગ દળ દ્વારા ફિલ્મનો વિરોધ થઈ રહ્યો હતો. ત્યારે ગુજરાત હિંદુ સંગઠન દ્વારા ગઈકાલે જાહેર કરવામાં આવ્યું હતું કે પઠાણ ફિલ્મનો બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવશે નહીં. છતાં પણ શહેરમાં શાંતિપૂર્ણ માહોલ રહે તે માટે થિયેટરોની બહાર પોલીસ ગોઠવી દેવામાં આવી છે. પોલીસ પ્રોટેક્શનની વચ્ચે પઠાણ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે.

ઈન્દોરમાં થિયેટરોની બહાર પઠાણનો વિરોધ
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રીલિઝ થયા બાદ જ્યાં ચાહકોમાં ઉજવણીનો માહોલ છે ત્યાં હિન્દુ સંગઠનોએ ઈન્દોરના થિયેટરોમાં પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સિનેમા હોલની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા છે. હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ હાથમાં લાકડીઓ લઈને પ્રદર્શનન કરતા જોવા મળી રહ્યા છે. તેઓ પઠાણ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાં પણ તેનો વિરોધ થઈ રહ્યો છે.

પોલીસે બજરંગ દળના કાર્યકરોને નોટિસ ફટકારી છે
મુંબઈ પોલીસે બજરંગ દળના કાર્યકર્તાઓને સાવચેતીની નોટિસ મોકલી છે જેમણે ફિલ્મ પઠાણનો વિરોધ કરવાની ધમકી આપી હતી. બજરંગ દળના કાર્યકર્તાઓએ એક દિવસ પહેલા જ મુંબઈના થિયેટર માલિકોને ફિલ્મ પઠાણ રિલીઝ ન કરવા માટે નોટિસ આપી હતી, તે પછી પણ પોલીસ સુરક્ષા હેઠળ ફિલ્મને રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મ ‘પઠાણ’ને ધમકી મળ્યા બાદ મુંબઈમાં અંધેરી પીવીઆરની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે.

પટનામાં થિયેટરોની બહાર ભીડ
પટનામાં પઠાણનો પહેલો શો જોવા માટે શાહરૂખના ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. થિયેટરોની બહાર લોકોની ભીડ જોવા મળી રહી છે. પટનામાં પણ પોલીસ પ્રોટેક્શન વચ્ચે જ સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે.

બજરંગ દળ-VHP ગુજરાતમાં ‘પઠાણ’નો વિરોધ નહીં કરે
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ, જેઓ અનેક શહેરોમાં ‘પઠાણ’ના વિરોધમાં મોખરે છે, તેઓ હવે ગુજરાતમાં ફિલ્મનો વિરોધ કરશે નહીં. વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાતના પ્રદેશ મંત્રી અશોક રાવલે આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. પોતાના નિવેદનમાં તેણે ‘પઠાણ’માં ફેરફાર કરવા બદલ સેન્સર બોર્ડની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે હવે ફિલ્મ જોવી કે નહીં તે લોકો પર નિર્ભર છે. જોકે અમદાવાદમાં એક યુવક ભગવા રંગનું જેકેટ પહેરી ફિલ્મ જોવા માટે પહોંચ્યો હતો. શહેરના અનેક થિયેટરોમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે.

ફર્સ્ટ ડે ફર્સ્ટ શો- લોકોની અપેક્ષા પર ખરી ઉતરી ફિલ્મ?
પઠાણ ફિલ્મને લઈને ચાહકોમાં અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાહકોએ બે દિવસ અગાઉથી જ ટિકિટ બૂક કરાવી લીધી હતી. ત્યારે લોકો પાસેથી જ જાણીએ કે પઠાણ ચાહકોની અપેક્ષાઓ પર ખરા ઉતરી છે કે નહીં? તયારે શાહરૂખના ચાહકો ફિલ્મનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઈ રહેલા લોકો પઠાણના વખાણ કરતા થાકતા નથી. શાહરૂખે પઠાણ સાથે ચાહકોના દિલ જીતીને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. એક ફિલ્મ નિર્માતાએ પઠાણને ઉત્કૃષ્ટ ગણાવ્યા છે. તેણે ફિલ્મને 4.5 સ્ટાર આપ્યા છે. ફિલ્મની સમીક્ષા કરતી વખતે, તેણે પઠાણની પ્રશંસામાં લખ્યું- પઠાણ એક મજબૂત વાર્તા સાથેનો એક ઉચ્ચ વોલ્ટેજ એક્શન ડ્રામા છે. ફિલ્મમાં વાર્તા ખૂબ જ શાનદાર રીતે કહેવામાં આવી છે. શાહરૂખ ખાનનો અભિનય શાનદાર છે. જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણના અભિનય પણ સારો છે. ફિલ્મમાં ઘણા સરપ્રાઈઝ અને ટ્વિસ્ટ છે.

‘પઠાણ’માં શારૂખનો નવા અંદાજ
શાહરૂખ ખાન પઠાણમાં RAW નો એજન્ટ બની ગયો છે. તેઓ દેશને બચાવવા માટે દુશ્મનો સાથે લડતા જોવા મળ્યા છે. ફિલ્મમાં શાહરૂખનો અત્યાર સુધીનો સૌથી અલગ અને અનોખો અવતાર જોવા મળે છે. તેઓ સંપૂર્ણ એક્શન મોડમાં છે. શાહરૂખે પણ પોતાના શરીર પર ઘણી મહેનત કરી છે. દીપિકા સાથે શાહરૂખની કેમેસ્ટ્રી જોવા જેવી છે. ફિલ્મમાં જોન અબ્રાહમ પણ લીડ રોલમાં છે.

સલમાન ખાનની એન્ટ્રએ ચાહકોના દિલ જીત્યા
એક જ સ્ક્રિન પર બે ખાનને જોવા માટે ચાહકો તરસી રહ્યા હતા. ત્યારે આજે પઠાણ ફિલ્મમાં સલમાનની એન્ટ્રથી ચાહકોનો ઉત્સાહ બમણો કર્યો હતો. સલમાન અને શાહરૂખને એક સાથે જોઈ ચાહકો ચોંકી ઉઠ્યા હતા. જ્યારે સલમાનની એન્ટ્રી પર લોકોએ સીટીઓ વગાડી હતી.

પઠાણે ટિકિટના વેચાણમાં KGF 2ને પાછળ છોડી દીધી છે
પઠાણની રિલીઝ પહેલા જ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. પઠાણે એડવાન્સ બુકિંગમાં ઘણા રેકોર્ડ તોડ્યા છે. નેશનલ ચેઈન્સમાં પઠાણની રિલીઝ પહેલા જ 5,21,000 ટિકિટ વેચાઈ હતી. આ સાથે પઠાણ એડવાન્સ ફિલ્મ ટિકિટના વેચાણમાં બીજી સૌથી વધુ ફિલ્મ બની ગઈ છે.

Most Popular

To Top