સુરત: એક સમયે પોતાના નફાની 30 % મૂડી હીરાજડિત વીંટી અને અન્ય પ્રોડક્ટ માટે ખર્ચ કરનાર ચીનની (China) ટોચની ડાયમંડ જ્વેલરી કંપની...
મેલબોર્ન : ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના માજી વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન માઈકલ ક્લાર્કને તેની ગર્લફ્રેન્ડે જાહેરમાં માર માર્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર...
નાગપુર : અહીં રમાયેલી રણજી ટ્રોફી ગ્રુપ ડીની એક મેચમાં (Match) વિદર્ભે સ્પીનર આદિત્ય સરવટેના જોરદાર બોલિંગ પ્રદર્શનની મદદથી 73 રનના નજીવા...
ગાંધીનગર: રાજ્યના નગરો-મહાનગરોમાં ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી કરવાના વિકાસ કામોની તાંત્રિક અને વહીવટી મંજૂરી માટે નગરપાલિકા કક્ષાએ સમિતિની રચના કરવાનો અને તેને ફાયનાન્સિયલ...
ગાંધીનગર: મુખ્યમંત્રી (CM) ભુપેન્દ્ર પટેલે વાહન વ્યવહાર તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની વેબસાઈટ ગાંધીનગરથી (Gandhinagar) લોન્ચ કરી...
ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદી લિખિત “એક્ઝામ વોરિયર્સ” પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણનું ગાંધીનગરમાં મુખ્યમંત્રી (CM)ભુપેન્દ્ર પટેલે વિમોચન કર્યું હતું. ગુજરાત માધ્યમિક અને...
નવી દિલ્હી: ભારતીય (India) હોકી ટીમે (Hockey Team) તેની ત્રીજી પૂલ ડી મેચમાં વેલ્સ સામે ટક્કર મારી જીત હાંસિલ કરી હતી. આ...
નવી દિલ્હી: ભારતીય કુશ્તીમાં નામના મેળવનાર કુસ્તીબાજો (Wrestlers) આજે બીજા દિવસે પણ જંતર-મંતર ખાતે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કુસ્તીના દિગ્ગજ...
ભરૂચ: (Bharuch) બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભરૂચ જિલ્લામાં સૌથી લાંબો બ્રિજ નર્મદા નદી (Narmada River) પર બનાવવામાં આવશે તેવી માહિતી મળી રહી છે....
અમદાવાદ: દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ખરા અર્થમાં આ સમય અમૃતકાળ બને તે માટે મહારાજ સાહેબના પુસ્તકો ઉપયોગી બનશે....
સુરતઃ (Surat) કતારગામ ખાતે ગારમેન્ટના ઓનલાઇન (Online) વેપારીના પાર્સલ પરત આપવા આવતા ફ્લીપકાર્ટના (Flipkart) ડિલિવરી બોયે (Delivery Boy) ખોટી એન્ટ્રી કરી ઓછા...
ગાંધીનગર: દેશના કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિમાં સ્નાતક-અનુસ્નાતકની ડિગ્રી હાંસલ કરનાર આણંદ કૃષિ યુનિવર્સિટીના છાત્રોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના વિકાસ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ...
ગાંધીનગર: આત્મનિર્ભર ભારતની સૉલ્ટથી સોફ્ટવેર સુધીની યાત્રાના પ્રતિકરૂપે દાંડી (Dandi) થી દિલ્હી (Delhi) સુધીની 1300 કિલોમીટરની જાવા-યેઝ્દી મોટરસાયકલ રેલીમાં ભાગ લઈ રહેલા...
સુરતઃ (Surat) દિલ્હીથી મુંબઈ (Mumbai) સુધી રેલવે લાઈનના (Railway Line) અંડર ગ્રાઉન્ડ સિગ્નલિંગ કેબલ નાખવાનું કામ ચાલું છે. તેના કામ માટે રૂપિયા...
ગાંધીનગર: રાજયમાં કાતિલ ઠંડીમાંથી આંશિક મુક્તિ જોવા મળી રહી છે, જેના પગલે કચ્છમાં (Kutch) પણ શીત લહેરની અસરમાં રાહત જોવા મળી રહી...
ગાંધીનગર : કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે (Express Way) (પેકેજ 1)ની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું....
વાંસદા: (Vasda) દક્ષિણ ગુજરાત અને વાંસદા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ મંદિરે (Unai Temple) દર વર્ષે ૧૪ જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો મેળો ભરાય...
અમદાવાદ : આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં સતત ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં અસહ્ય ભાવ વધારો એ ભાજપ (BJP) સરકારની સિદ્ધી છે. ક્રુડ ઓઈલના સતત ભાવ...
ગાંધીનગર : કરોડો રૂપિયાના કબૂતરબાજીના કૌભાંડમાં (SCAM) આજે છેવટે રાજય મોનિટરિંગ સેલના પોઈ જવાહર દહિયાને સસ્પેન્ડ કરી દેવાયા છે. અન્ય બીજા બે...
વાંસદા: (Vansda) વાંસદા તાલુકાની આશરે 34 જેટલી આંગણવાડીઓને (Anganwadi) જર્જરિતનું પ્રમાણપત્ર (Certificate) હોવા છતાં માત્ર 24 આંગણવાડીઓ તોડી પાડવામાં આવી હતી. મનરેગા...
View this post on Instagram A post shared by Gujaratmitra (@gujaratmitra) જ્યારે કોઈ યુવતી કે મહિલા બ્યૂટી પેજન્ટનો તાજ પોતાના નામે કરે...
વડોદરા: વડોદરા શહેરના શિયાબાગ વિસ્તારમાં આવેલ કેટલીક સોસાયટીઓમાં ઘણા લાંબા સમયથી પાણીની બુમરાણો ઉઠી હતી. આ મામલે સ્થાનિકોએ છાશવારે પાલિકા તંત્રને રજૂઆત...
વડોદરા: વડોદરા મ્યુનિ.કોર્પો.એ ચાની કીટલી ઉપર વપરાતા કાગળના કપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેરમાં 10 લાખથી પણ વધુ કપ રોડ પર...
વડોદરા: વડોદરામા એક તરફ રખડતા ઢોર પકડવાની ઝુબેશ ચાલે છે અને બીજી તરફ રખડતા ઢોરો બેફામ બન્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના...
વડોદરા: શહેરમા રખડતા ઢોર અને પશુ પાલકો સામે પગલા ભરવાની ઝુબેશ ધીરે ધીરે વેગ પકડી રહી છે આજે પણ પાલિકા ની વિવિઘ...
આણંદ : આણંદ શહેરના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એવા બોરસદ ચોકડીના રેલવે ઓવરબ્રિજની બાજુના સર્વિસ રોડ પાસેની ગટરનું લેવલ ઉંચુ હોવાનો મામલો ઉઠ્યો છે....
પેટલાદ : પેટલાદ શહેરના મુખ્ય રાજમાર્ગો પૈકીના દબાણો દૂર કરવાની કામગીરી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી છે. બુધવારના રોજ પણ શાક માર્કેટથી...
નડિયાદ: ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ વન વિભાગ અને પશુપાલન વિભાગના અધિકારી તથા પશુચિકિત્સા અધિકારીઓના સહયોગથી જીવદયા માટે કામ કરતી સ્વૈચ્છિક...
ભારતનો કિસાન તેના લોહી-પાણી એક કરીને ખેતરમાં અનાજ પકવે છે, જેને કારણે દેશનાં ૧૪૦ કરોડ લોકોનું પેટ ભરાય છે. ભૂતકાળમાં દેશમાં ઉપરાછાપરી...
આપણા દેશમાં સ્વાસ્થ્ય બાબતે ભારે વિરોધાભાસ પ્રવર્તે છે. સરકારી સ્વાસ્થ્ય માટે માતબર બજેટ હોવા છતાં તંત્ર પૂરતી સેવા પહોંચાડી શકતું નથી, જયારે...
બોર્ડની ધો.10 અને 12ની ધુળેટીના દિવસે પણ પરિક્ષા :
વડોદરા : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 પીઆઇ અને 6 પીએસ આઈનું સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં રાત્રિભોજન, PM મોદી સહિત ઘણા VIP હાજર રહ્યા
એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બહારના અસામાજિક તત્વોનો જમાવડો
ચૂંટણી પંચની ડિજિટાઇઝેશન કામગીરીમાં વડોદરા ટોપ ટેનમાં પણ નહીં, ડાંગ મોખરે
માત્ર રૂ. 6500ના બિલ માટે 1600 પરિવારો તરસ્યા!
જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ
પુતિન અને મોદીની પાંચ વર્ષની યોજનાથી ટ્રમ્પના ટેરિફને ઝટકો લાગશે?
પાન મસાલા-સિગારેટ પર નવો કર લાદવામાં આવશે: નાણામંત્રીએ કહ્યું તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે
ગૌ-તસ્કરો સામે લાલ આંખ કરનાર પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગૌપ્રેમ
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં હલચલ, ટ્રમ્પે ભારતના પક્ષમાં આ નિર્ણય લીધો
ખડગે કે રાહુલ ગાંધી નહીં, ફક્ત આ કોંગ્રેસ નેતાને પુતિન સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું
ઇન્ડિગોએ મુસાફરો માટે મોટી જાહેરાત કરી, રિફંડ અંગે આપ્યું અપડેટ
સુખસરના કાળીયા ગામના 28 વર્ષીય યુવાનનું રેકડાની ટક્કરે અકસ્માત, સારવાર દરમિયાન મોત
સોમાતળાવ પાસે રિક્ષાચાલકને નડ્યો અકસ્માત : ઢોરનું મોત
કાલોલના ભાદરોલી બુઝર્ગનો યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરાયુ
ગોકળગતિએ ચાલતી કામગીરી, જાગતા હનુમાન ચાર રસ્તા પાસે લાઇન ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ
રશિયન નાગરિકોને ભારત આપશે ફ્રી ઇ-વિઝા : PM મોદી
વડોદરા : ગોરવામાં મોડી રાત્રે ટેમ્પો ચાલકે ઊંઘી રહેલા પરિવારને કચડ્યો
ઈન્ડિગો ફ્લાઈટ્સનું સંકટ દૂર થશે, DGCA દ્વારા રોસ્ટર ઓર્ડર પાછો ખેંચી લેવાયો
”ભારત તટસ્થ નથી”, રૂસ-યુક્રેન યુદ્ધ મામલે પુતિનની સામે મોદીની સાફ વાત
સતત ચોથા દિવસે ઈન્ડિગોની 200થી વધુ ફ્લાઈટ્સ રદ, મુસાફરોએ હાય હાય ના નારા પોકાર્યા
ભરૂચ: હાઈસ્પીડમાં રોંગ સાઈડ જતી કારે રાહદારીને ટક્કર મારી
SMC-પોલીસના પ્રયોગોથી પ્રજા થાકી, હવે રિંગરોડ બ્રિજ પર બમ્પર મુક્યા, વાહનચાલકો પરેશાન
સુરભી ડેરી બાદ હવે ઉધનાની આ ડેરીમાંથી શંકાસ્પદ પનીર પકડાયું
સુરતમાં વકીલ મંડળની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, નવા નિયમો જાહેર કરાયા
લ્યો બોલો, સુરતમાં સાંસદનો દીકરો છેતરાયો, જાણો શું છે મામલો…
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
વરાછા અને કોટ વિસ્તારની જેમ કતારગામ મેઇન રોડને પણ દબાણો ગળી ગયા!
હોટલમાં અંગત પળો એન્જોય કરનારા ચેતે, સુરતની યુવતીનો વીડિયો પરિવાર સુધી પહોંચ્યો
સુરત: એક સમયે પોતાના નફાની 30 % મૂડી હીરાજડિત વીંટી અને અન્ય પ્રોડક્ટ માટે ખર્ચ કરનાર ચીનની (China) ટોચની ડાયમંડ જ્વેલરી કંપની ‘આઈ-ડુ’ એ ચીનની કોર્ટમાં 600 કરોડમાં નાદારી નોંધાવતાં સુરત-મુંબઈની (Surat-Mumbai) જાણીતી ડાયમંડ જ્વેલરી કંપનીની મૂડી આ નાદારી કેસને લીધે ફસાઈ છે. ગઈકાલે મોડી રાતે હોંગકોંગમાં ઓફિસ ધરાવનાર સુરત, મુંબઈની કંપનીઓના મેનેજરોએ ત્યાંના મીડિયામાં આવેલા હેવાલોની જાણ કરતાં સુરતમાં હીરા ઉદ્યોગનાં મોટાં માથાંની ઊંઘ ઊડી ગઈ હતી.
ચીનમાં ઘટી રહેલા લગ્ન દર, રશિયા-યુક્રેન યુદ્ધ અને યુરોપિયન દેશોમાં વૈશ્વિક આર્થિક મંદીને લીધે બેંકોના વ્યાજ હેઠળ આ કંપની મુશ્કેલીમાં મુકાઈ છે. ચીનમાં સસ્તી ડાયમંડ રિંગ બ્રાન્ડ્સ માટે આ કંપની વિખ્યાત હતી. એફોર્ડેબલ ડાયમંડ બ્રાન્ડ 2006માં લોન્ચ થયા બાદ તેના સફળ માર્કેટિંગ પ્રયાસોને લીધે આ કંપની ઘરે ઘરે જાણીતી બની ગઈ હતી. ગયા મહિને ડિસેમ્બરમાં હોંગકોંગની સેલિબ્રિટી જોર્ડન ચાન અને તેની પત્ની ચેરી યિંગ તેમની 12મી લગ્ન વર્ષગાંઠની ઉજવણીમાં આ કંપનીનાં એમ્બેસેડર બન્યાં હતાં.
જાન્યુઆરી-2023ની શરૂઆતમાં હીરા કંપનીએ અચાનક નાદારી માટે અરજી કરી ત્યારે તે ઘણા લોકો માટે આશ્ચર્યજનક હતું. ચાઇનીઝ કોર્પોરેટ ડેટાબેઝ તિયાન્યાન્ચા અનુસાર આઇ ડુની પેરેન્ટ કંપની હેંગક્સિન્ક્સિલીએ નાદારીના પુનઃ ગઠન માટે અરજી કરી છે. 13 જાન્યુઆરીના રોજ હેંગક્સિન્ક્સિલીએ એક નિવેદન જારી કરીને જાહેરાત કરી હતી કે, ચીનની બહુવિધ અદાલતોએ કંપની અને તેના સીઇઓ લી હોલિન પર કરારો દ્વારા નિર્ધારિત અન્ય કંપનીઓને ચૂકવણી કરવામાં નિષ્ફળ રહેવા બદલ નાણાકીય પ્રતિબંધો મૂક્યા છે. એટલે તે લેણદારોને પેમેન્ટ કરી શકતી નથી. 1.67 અબજના દેવાને લીધે કંપનીનો ડેટ રેશિયો 39.4 % થઇ ગયો હતો. હોંગકોંગમાં વેપાર કરનાર સુરતના ઉદ્યોગકારે જણાવ્યું હતું કે, ભારતની કંપનીઓ ઉપરાંત ચીનના સેન્ઝેનની જાણીતી કંપનીઓએ એમાં નાણાકીય રોકાણ કર્યું હતું.
ઓક્ટોબર-2022માં કંપનીએ બેલેન્સ સીટ સુધારવા અનૌપચારિક રીતે મોટી સંખ્યામાં કર્મચારીઓને છૂટા કર્યા હતા. મહિનાઓ સુધી પગાર ચૂકવવામાં વિલંબ થવા બદલ મામલો ઓક્ટોબરમાં જ કોર્ટમાં પહોંચ્યો હતો. લાંબા ચાલેલા કોરોના કાળમાં એનું વેચાણ ઘટ્યું હતું. યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક મંદીને લીધે એનું દેવું સતત વધતું રહ્યું હતું. ચીનની કંપની સુરત અને મુંબઇના જાણીતા હીરા ઉદ્યોગકારો પાસે તૈયાર હીરા અને કેટલાક મેન્યુફેક્ચરર પાસે ડાયમંડ જ્વેલરી તૈયાર કરી ક્રેડિટ પર મંગાવતી હતી. 2006થી આ દ્વિપક્ષીય વેપાર ચાલી રહ્યો હતો.
નાદારી નોંધાવનાર ચીનની ડાયમંડ-જ્વેલરી કંપનીને ટેક ઓવર કરવા પ્રયાસ ચાલી રહ્યા છે
સુરત ડાયમંડ એસોસિએશનના માજી પ્રમુખ અને હીરા ઉદ્યોગકાર દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ચીનની કંપની અંગેના સમાચાર સોશિયલ મીડિયા મારફતે મળ્યા હતા. એવી પણ બિન સત્તાવાર માહિતી મળી રહી છે કે, આપણા અનેક ઉદ્યોગકારોના રૂપિયા આ કંપનીમાં છે. પરંતુ હોંગકોંગથી એવું પણ જાણવા મળ્યું છે કે, ચાર મોટી કંપનીઓ અન્ય કંપનીઓ સાથે મળી આ કંપનીને હસ્તગત કરવા માટેના પ્રયાસો કરી રહી છે. જેણે મૂડી લેવાની છે તેઓ પણ કોર્ટમાં પોતાનાં બાકી લેણાં માટે જશે. વિશ્વના હીરા ઝવેરાત માર્કેટ પર નેગેટિવ અસર ન થાય એ માટે ‘આઇ-ડુ’ કંપનીને કોઇપણ ભોગે તેનું કામકાજ ચાલુ રાખવા માટે અન્ય કંપનીઓ દ્વારા કંપનીનો વહીવટ હસ્તગત કરવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર્ય માટે ભારતીય કંપનીઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.