Dakshin Gujarat

ભરૂચ જિલ્લામાંથી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે 31.3 કિ.મી. રેલવે લાઈન પસાર થશે

ભરૂચ: (Bharuch) બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભરૂચ જિલ્લામાં સૌથી લાંબો બ્રિજ નર્મદા નદી (Narmada River) પર બનાવવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. ભરૂચના મનુબર ગામ નજીક બુલેટ ટ્રેનનું ભવ્ય સ્ટોપેજ નિર્માણ થશે. જેના રેલવે સ્ટેશનનું કામ ધમધોકાર શરૂ કરી થઈ ગયું છે. ભરૂચ જિલ્લામાંથી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ (Bullet Train Project) માટે 31.3 કિલોમીટર જેટલી રેલવે લાઈન (Railway Line) પસાર થશે. આ ઉપરાંત ટ્રેનના પ્રોજેક્ટ માટે જિલ્લામાંથી ટોટલ 783 પીલર ઊભા કરવામાં આવશે. જેનું 40 ટકા કામ પૂર્ણ થવાને આરે છે.

  • ભરૂચ જિલ્લામાંથી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે 31.3 કિ.મી. રેલવે લાઈન પસાર થશે
  • ભરૂચના મનુબર ગામ પાસે બુલેટ ટ્રેનનું ભવ્ય સ્ટોપેજ નિર્માણ થશે

ભરૂચમાં નર્મદા નદીમાં ભરતીને લઈ બુલેટ ટ્રેનના બ્રિજ નિર્માણમાં મુખ્ય પુલની બંને બાજુ 8 મીટર પહોળાઈના કામ ચલાઉ 2 એક્સેસ બ્રિજનું ચાલતું નિર્માણ કરવામાં આવ્યું છે. નર્મદા બ્રિજ બાદ તાપી અને મહી બ્રિજ 720 મીટરની લંબાઈ સાથે બીજા નંબરે લંબાઈમાં રહેશે. ભરૂચ શહેરમાં નર્મદા નદી પરનો 1.2 કિલોમીટર લાંબો પુલ, 508 કિલોમીટરના બુલેટ ટ્રેન કોરિડોર પરનો સૌથી લાંબો પુલ બનવાની તૈયારીમાં છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ NHSRCLએ જણાવ્યું હતું કે, બ્રિજ જૂન-2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

NHSRCL દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે નવીનતમ ટેક્નોલોજીના અનુકૂલનની બાંધકામનો સમય કોઈપણ નદી પરના પુલના બાંધકામની સરખામણીમાં લગભગ અડધો થઈ જશે. અમે તેને 2024 સુધીમાં પૂર્ણ કરવાની આશા રાખીએ છીએ. NHSRCL મુજબ પ્રોજેક્ટ હેઠળ કુલ 20 બ્રિજ બાંધવામાં આવશે. કારણ કે, બુલેટ ટ્રેન નર્મદા, સાબરમતી, મહી, પાર, કાવેરી, પૂર્ણા અંબિકા, દરોથા, દમણ ગંગા, કોલક, મીંઢોળા, અનુરાગા, ખરેરા જેવી નદીઓ પાર કરશે, જેમાં સૌથી લાંબો બ્રિજ ભરૂચ જિલ્લાની નર્મદા નદી પર બનશે. જૂન-2024 સુધીમાં તમામ બ્રિજનું બાંધકામ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

નર્મદા નદીમાં ભરતીથી નવા કન્સ્ટ્રક્શનને ભારે અસર
નર્મદા નદીના પ્રવાહની અંદર કૂવાઓના નિર્માણના હેતુ માટે, નેવિગેશનની મંજૂરી આપવા માટે તેમની વચ્ચે 60 મીટરના અંતર સાથે આઠ મીટર પહોળાઈના બે કામચલાઉ એક્સેસ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને નર્મદા નદીમાં ભરતીની અસર છે અને તે નદી પરના બાંધકામને અસર કરવાની સંભાવના છે. તેથી ચોમાસા દરમિયાન પાણીના સ્તરમાં વધારો થવાની અસરને દૂર કરવા માટે ચોક્કસ ઊંચાઈ પર એક કામચલાઉ એક્સેસ બ્રિજ બનાવ્યો છે. હવે 24 કલાક કામ કરી શકાય છે.

Most Popular

To Top