Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે (Delhi Highcourt) કિંગખાનની ફિલ્મ પઠાન (Pathan) માટે નવા આદેશ આપ્યા છે. કોર્ટે જણાવ્યું છે કે પઠાન ફિલ્મના નિર્માતા યશરાજે ફિલ્મને ઓટીટી (OTT) પ્લેટફોર્મ ઉપર રીલિઝ કરતા પહેલા તેમાં થોડાં બદલાવ લાવવા પડશે.

દિલ્હી હાઈકોર્ટે ફિલ્મના નિર્માતાને નિર્દેશ આપ્યો છે કે તેઓ ‘પઠાણ’ની ઓટીટી રિલીઝ માટે હિન્દી ભાષાની દેવનાગરી લિપિમાં ઓડિયો વર્ણન, ક્લોઝ કૅપ્શન અને સબ-ટાઈટલ તૈયાર કરે જેથી કરીને દૃષ્ટિહીન લોકો જોઈ શકે. આ કર્યા પછી, કોર્ટે નિર્માતાઓને ફરીથી પ્રમાણપત્ર માટે CBFC એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનને ફિલ્મ સબમિટ કરવા પણ કહ્યું છે.

દિલ્હી હાઈકોર્ટે યશરાજ ફિલ્મ્સને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જો કે, આ માર્ગદર્શિકા પઠાણની થિયેટર રિલીઝ માટે નથી. આ માત્ર OTT રિલીઝ માટે છે. દિલ્હી હાઈકોર્ટે પ્રોડક્શન હાઉસને ફિલ્મમાં કેટલાક નવા તત્વો ઉમેરવા માટે પણ કહ્યું છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી નોટિસ બાદ પઠાણના નિર્માતાઓએ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ ‘પઠાણ’ને પણ OTT રિલીઝ પહેલા ફરીથી પ્રમાણપત્ર માટે CBFCને મોકલતા પહેલા જરૂરી પગલાં લેવા પડશે. મેકર્સ દ્વારા તેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું ત્યારથી પઠાણ ચર્ચામાં છે. તે પછી ફિલ્મનું ગીત ‘બેશરમ રંગ’ આવ્યું અને દરેક જગ્યાએ હંગામો મચાવી દીધો.

‘બેશરમ રંગ’ ગીતમાં અભિનેત્રી દીપિકા પાદુકોણે કેસરી રંગની બિકીની પહેરી હતી. બિકીનીના રંગ સામે વાંધો ઉઠાવતા કેટલાક વર્ગના લોકોએ ફિલ્મનો વિરોધ પણ કર્યો હતો. વિરોધ કરી રહેલા લોકોએ તેનો બહિષ્કાર કરવાની પણ અપીલ કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે સીબીએફસીએ પણ નિર્માતાઓને ફિલ્મના કેટલાક સંવાદો અને દ્રશ્યોમાં સુધારો કરવા કહ્યું છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ ‘પઠાણ’ને રિલીઝ પહેલા અને પછી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો કે, શાહરૂખ ખાનની આ ફિલ્મ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ‘પઠાણ’માં દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ, આશુતોષ રાણા અને ડિમ્પલ કાપડિયા પણ જોવા મળશે.

To Top