Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: અમેરિકામાં (America) 5 નવેમ્બરનાં રોજ 2024નાં રાષ્ટ્રપતિની (PM) ચૂંટણી (Election) થવા જઈ રહી છે. આ ચૂંટણીમાં ભારતીય મૂળની રિપબ્લિક પાર્ટીની નેતા નિક્કી હેલીએ પોતાની દાવેદારી નોંધાવી છે. નિક્કી હેલીએ એક વીડિયો (Video) શેર કર્યો છે જેમાં તે જણાવે છે કે હું નિક્કી હેલી છું તેમજ મેં અમેરિકામાં રાષ્ટ્રપતિની દોડમાં પોતાની નોંધણી કરાવી છે. હેલીએ વધુમાં જણાવ્યું કે આ નવી પેઢીના નેતૃત્વ કરવાનો સમય છે. રાજકોષીય જવાબદારીને ફરીથી શોધવાનો, આપણી સરહદને સુરક્ષિત કરવાનો અને આપણા દેશને, આપણા ગૌરવને અને આપણા હેતુને મજબૂત કરવાનો આ સમય છે.

હેલી જે પોતાને ભારતીય ઇમિગ્રન્ટ માતા-પિતાની પુત્રી ગણાવે છે, તેણે વિડિયોમાં કહ્યું કે તેનો ઉછેર દક્ષિણ કેરોલિનામાં થયો છે અને તે એક મજબૂત અને ગૌરવપૂર્ણ અમેરિકામાં માને છે. જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન હેલીને સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. યુએસ એડમિનિસ્ટ્રેશનમાં કેબિનેટ-સ્તરના પદ પર નિયુક્ત થનારી તે પ્રથમ ભારતીય અમેરિકન હતી. તે બુધવારે ચાર્લસ્ટન સાઉથ કેરોલિનામાં યોજાનાર તેમના ભાષણમાં ચૂંટણી પ્રચારની બ્લુપ્રિન્ટ રજૂ કરશે. તે રિપબ્લિકન પાર્ટીમાંથી પ્રથમ દાવેદાર છે, જેણે ટ્રમ્પને પડકારવા માટે સત્તાવાર રીતે દાવો રજૂ કર્યો છે. તેમના સિવાય ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસ, પૂર્વ રાષ્ટ્રપતિ માઈક પેન્સ, સાઉથ કેરોલિનાના યુએસ સેનેટર ટિમ સ્કોટ, ન્યૂ હેમ્પશાયરના ગવર્નર ક્રિસ સુનુનુ અને અરકાનસાસના પૂર્વ ગવર્નર આસા હચિન્સન પણ આ રેસમાં સામેલ થશે તેવી આશા છે.

નિક્કી હેલી બુધવારે સાઉથ કેરોલિનાના ચાર્લસ્ટનમાં એક ભાષણ દરમિયાન પોતાની પ્રચાર યોજના રજૂ કરશે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે તેમને પાર્ટીમાં મોટો પડકાર માનવામાં આવે છે. ભારતીય-અમેરિકન નેતા હેલીની વાત કરીએ તો તેઓ બે વખત દક્ષિણ કેરોલિના રાજ્યના ગવર્નર રહી ચૂક્યા છે. આ સિવાય તે સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર પણ રહી ચૂકી છે. હેલી રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઉભી રહેલી પ્રથમ દાવેદાર છે. અત્યાર સુધી, ટ્રમ્પ તેમના પક્ષ વતી ચૂંટણીમાં દાવો કરનાર એકમાત્ર ઉમેદવાર હતા.

નિક્કી હેલીએ પહેલેથી જ જો બિડેન સામે ચૂંટણી લડવાનો સંકેત આપ્યો હતો. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તેણે ગવર્નર અને એમ્બેસેડર તરીકે શાનદાર કામ કર્યું છે. રાજ્યપાલ તરીકે મેં બેરોજગારી સામે લડતા રાજ્યના પડકારને સ્વીકાર્યો અને તેને શ્રેષ્ઠ રાજ્ય બનાવ્યું. વઘારામાં તેણે કહ્યું કે મને લાગે છે કે સંયુક્ત રાષ્ટ્રમાં હું જે રીતે સક્ષમ છું તે તમામ પ્રયાસો મેં કર્યા છે.હેલીએ કહ્યું હું ક્યારેય કોઈ પણ રેસ હારી નથી.

To Top