National

બીબીસીનો ઈતિહાસ ભારતને કલંકિત કરી રહ્યો છે, IT રેડ વચ્ચે ભાજપનો પ્રહાર

નવી દિલ્હી: બીબીસીની (BBC) દિલ્હી (Delhi) અને મુંબઈની (Mumbai) ઓફિસો પર આવકવેરાનું (Income tax) સર્ચ ઓપરેશન (Search Operation) ચાલી રહ્યું છે. BBCની ઓફિસ પર રેડ (Raid) પડતા રાજકીય ક્ષેત્ર ગરમાયું છે. આ દરમિયાન ભાજપે (BJP) બીબીસીને દુનિયાનું સૌથી ભ્રષ્ટ અને નોનસેન્સ કોર્પોરેશન ગણાવ્યું છે. બીજેપીના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે જો આપણે બીબીસીનું કૃત્યુ જોઈએ તો તે આખી દુનિયામાં સૌથી ભ્રષ્ટ અને બકવાસ કોર્પોરેશન થઈ ગઈ છે.

ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, આવકવેરા વિભાગ બીબીસી પર નિયમો અને બંધારણ મુજબ કાર્યવાહી કરી રહ્યું છે. ITની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે તેને લઈને જે રીતે રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. કોંગ્રેસ, ટીએમસી, સપા તમામ વિપક્ષની પાર્ટીઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

‘ભારતના કાયદા પ્રમાણે કામ કરવું પડશે’
ગૌરવ ભાટિયાએ કહ્યું કે, આજે તે કોઈ પણ કંપની હોય, મીડિયા સંસ્થા હોય કે કંઈપણ… જો તે ભારતમાં કામ કરી રહી હોય તો તેણે ભારતના કાયદા પ્રમાણે કામ કરવું પડશે. જો કંપની યોગ્ય રીતે કામ કરી રહી હોય તો ડર શેનો. આવકવેરા વિભાગને તેનું કામ કરવાની છૂટ આપવી જોઈએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ.

બીબીસીનો ઈતિહાસ ભારતને કલંકિત કરવાવાળો છે – ભાજપ
ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ કહ્યું, બીબીસીનો પ્રચાર અને કોંગ્રેસનો એજન્ડા સાથે મળીને કામ કરી રહ્યા છે. બીબીસીનો ઈતિહાસ ભારતને કલંકિત કરી રહ્યો છે. ઈન્દિરા ગાંધીએ બીબીસી પર પ્રતિબંધ મૂક્યો હતો. બીબીસીએ તેના રિપોર્ટિંગ દરમિયાન કાશ્મીરમાં આતંકવાદીને કરિશ્માવાદી યુવા આતંકવાદી ગણાવ્યો હતો. તેમજ બીબીસીએ હોળીના તહેવાર પર પણ ટિપ્પણી કરી હતી. આટલું જ નહીં બીબીસીએ મહાત્મા ગાંધી પર પણ પ્રતિકૂળ ટિપ્પણીઓ કરી હતી. આ ઉદાહરણો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમગ્ર વિવાદ પર બીબીસી દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓફિસમાં આવકવેરા વિભાગના દરોડા હજુ પણ ચાલુ છે અને તેમને સંસ્થા દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવી રહ્યું છે.

બીબીસીની દિલ્હી-મુંબઈની ઓફિસો પર દરોડા પાડ્યા
14 ફેબ્રુઆરી મંગળવારના રોજ આવકવેરા દ્વારા BBCની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ટરનેશનલ ટેક્સમાં ગેરરીતિઓને કારણે બીબીસી ઓફિસમાં આ આઈટી સર્ચ ચાલી રહ્યું છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરી લીધા છે. આ સાથે કર્મચારીઓને ઓફિસ છોડીને ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે. લંડનમાં બીબીસી ઓફિસમાં દરોડા અંગે માહિતી આપવામાં આવી છે. બીજી તરફ, વિપક્ષે આ કાર્યવાહીને ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રી સાથે જોડી છે.

Most Popular

To Top