National

દિલ્હીમાં વધુ એક શ્રદ્ધા કાંડ: ઢાબાના એક ફ્રિજમાં મળી યુવતીની લાશ

દિલ્હી: (Delhi) દિલ્હીના બાબા હરિદાસ નગરના મિત્રાઉં ગામમાંથી (Village) શ્રદ્ધા હત્યા કેસ (Murder Case) જેવો કિસ્સો સામે આવ્યો હોવાની ચર્ચા છે. અહીં એક યુવકે તેની પ્રેમિકાની (Lover) હત્યા કર્યા બાદ તેની લાશને ઢાબાના ફ્રીજમાં (fridge) છુપાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે (Police) આરોપી સાહિલ (Accused Sahil) ગેહલોતની ધરપકડ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. સાહિલ મિત્રાઉં ગામનો રહેવાસી છે. જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે ફ્રિજમાંથી લાશ (DeadBody) કઈ હાલતમાં મળી આવી હતી.

  • દિલ્હીના બાબા હરિદાસ નગરના મિત્રાઉં ગામની ઘટના
  • ઢાબાના એક ફ્રિજમાં મળી યુવતીની લાશ
  • સાહિલે તેની ગર્લફ્રેન્ડને મારી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો

શું છે હત્યાનું કારણ
અત્યાર સુધી મળેલી માહિતી પરથી એ વાત સામે આવી રહી છે કે આરોપી યુવકના લગ્ન કોઈ અન્ય યુવતી સાથે નક્કી કરવામાં આવ્યા હતા. પ્રેમિકા યુવકના લગ્નમાં અવરોધ ઉભી કરતી હતી. તે ઈચ્છતી ન હતી કે સાહિલ બીજે લગ્ન કરે. જેને લઈને સાહિલે તેની ગર્લફ્રેન્ડને મારી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો. તેણે પ્રેમિકાને બોલાવીને તેની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ તેણે તેની પ્રેમિકાની લાશને ઢાબાના ફ્રીજમાં મૂકી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે ઢાબાનું રેફ્રિજરેટર ખોલવામાં આવ્યું ત્યારે મૃતદેહ જોવા મળ્યો હતો. આ બાબતે તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે આરોપી સાહિલ ગેહલોતની ધરપકડ કરી હતી. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને સમગ્ર મામલાની માહિતી મેળવી રહી છે.

શ્રદ્ધા મર્ડર કેસ જેવો કેસ
શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબે મૃતદેહના ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા હતા. શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલાએ પણ તેની લાશને ઘણા મહિનનાઓ સુધી ફ્રીજમાં રાખી હતી. આ માટે તેણે નવું ફ્રિજ ખરીદ્યું હતું. આ ફ્રિજમાં તેણે શ્રદ્ધાના ડેડ બોડીના ટુકડા કરી કેટલાક અઠવાડિયા સુધી રાખ્યા અને પછી ધીરે ધીરે તેણે તે ટુકડા દિલ્હીના જંગલોમાં ફેંકી દીધા હતા. આ કેસને પણ શ્રદ્ધા મર્ડર કેસ સાથે સરખાવવામાં આવી રહ્યો છે. જેમાં પ્રેમીએ પ્રેમિકાનું મર્ડર કરી તેની લાશ ફ્રિજમાં સંતાડી દીધી હતી.

Most Popular

To Top