Columns

ચિત્ર ને આખરી ઓપ

એક ચિત્રકાર અદભુત ચિત્રો દોરે …તેમના એક ચિત્રમાં અનેક રંગો,ભાત ભાતના રંગો આંખે ઉડીને વળગે તેમનું ચિત્ર એટલે જાણે રંગોની ઉજાણી …ચિત્રકારની એક ખાસિયત કે ચિત્ર પૂરું કરતા તેમને દિવસોના દિવસો લાગે.અને એવું ચિત્ર દોરે કે પહેલા દિવસે પણ જોનારને એમ લાગે કે ચિત્ર સરસ છે પૂરું થઇ ગયું છે.પણ ચિત્ર કરના મતે તે અધૂરું કહેવાય …પણ સંન્ય માણસને તે અધૂરું લાગે નહિ.અને દિવસો સુધી ચિત્રકાર પોતાના ચિત્રોમાં ઝીણી ઝીણી બારીકાઇ ઉમેરતા જ જાય અને તે પણ એવી રીતે ઉમેરે કે તે ક્યારેય અધૂરું લાગે જ નહિ.

આવી અનોખી ખાસિયત. એક દિવસ તેઓ પોતાના રંગ બે રંગી ફૂલોથી ભરેલા ચિત્રમાં બારીકાઈથી કામ કરી રહ્યા હતા.ચિત્રના બધા જ ફૂલો સુંદર હતા તેના રંગો અદભુત હતા.જાણે દરેક ફૂલોની એક એક પાંદડીઓ હસી રહી હતી.અને ચિત્રકાર દરેક પાંદડી પાસે તે પાંદડીના રંગના એક શેડ ઘેરા રંગની એક એક પાતળી રેખાથી પાંદડીઓણે ઓપ આપી રહ્યા હતા.પત્નીએ પૂછ્યું, ‘ચાલો આજે તો આ કેટલાય દિવસથી દોરો છો તે ચિત્ર પૂરું થશે.’ચિત્રકાર બોલ્યા, ‘ના આજે નહિ થાય હજી એક દિવસ લાગશે..’પત્ની બોલી, ‘અરે આ ચિત્ર તો એકદમ સરસ અને પૂર્ણ લાગે છે હજી શું કરવાનું છે?’ચિત્રકારે કહ્યું, ‘જો આ પાંદડીઓના રંગ સાથે મેળ ખાતા ઘેરા રંગની રેખાઓથી એક એક પાંદડીને મેં નવો ઓપ આપ્યો હજી વધારે ઘેરા રંગની બારીક રેખાઓથી મારે પાંદડીને વધુ સરસ ઓપ આપવો છે.તું જ જો આ નાની નાની પાતળી રેખાઓ પાંદડીમાં કેટલી જાણ ઉમેરી દે છે.

’પત્નીએ જોયું કે ચિત્રકારની પીંછીમાંથી ઝીણા ઝીણા લસરકાઓ થતાં રહ્યા અને એ વણાંક વાળી રેખાઓથી ચિત્રમાં વધારે નિખાર આવતો ગયો.ચિત્રકાર પોતાના કામમાં ખોવાયેલા હતા. પત્ની વિચારી રહ્યા કે ચિત્રકાર પતિની વાત કેટલી સાચી છે આ સાવ નાની નાની પાતળી વણાંક વાળી રેખાઓ ચિત્રને કેવો સરસ ઓપ આપે છે.ચિત્રને વધુ જીવંત કરે છે.આજ રીતે કોઈપણ કામમાં આટલી ચીવટ અને ઝીણવટ તે કામને વધુ નિખારે છે અને કદાચ આપણે બધાએ જીવનને એક ચિત્ર કે એક કેનવાસ સમજી આમ જ નિષ્ઠા અને ચીવટથી ઝીણી ઝીણી ખુશીઓથી ભરી દેવું જોઈએ અને એ પણ યાદ રાખવું જોઈએ કે જીવનમાં આવતા નાના નાના વણાંકો,બદલાવ,નાની નાની વાતે ચીવટ વગેરે જીવનને વધુ ને વધુ સુંદર ઓપ આપવામાં મોટો ભાગ ભજવે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top