નડિયાદ: નડિયાદના ચકલાસીમાં કરોડો રૂપિયાની જમીન હડપી લેવાના કેસમાં પોલીસે તપાસની ધમધમાટી બોલાવી છે. આ તરફ પોલીસ ફરીયાદમાં આરોપી નં. 7 તરીકે...
સુરત: વિવાદનો પર્યાય બનેલી સ્મીમેર હોસ્પિટલ (SMIMER Hospital) ફરીથી વિવાદમાં (Controversy) આવી છે. આ વખતે ઓર્થોપેડિક (Orthopedic) વિભાગના સિનિયર ડોક્ટરે જુનિયર ડોક્ટરને...
વિરપુર : વિરપુરમાં કન્જક્ટિવાઇટીસના દર્દીઓમાં ઉછાળો જોવા મળ્યો છે, તાલુકામાં છેલ્લા છેલ્લા એક માસ દરમ્યાન 1033 એક્ટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ આંખ...
સુરત : સુરત (Surat) મનપા (SMC) સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજમાં (SMIMER Medical College) વિદેશમાંથી એમબીબીએસ (MBBS) અભ્યાસક્રમ પાસ કરી ઇન્ટર્નશિપ (InternShip) કરવા...
સુરત: સુરતમાં (Surat) વધુ એક કસ્ટોડિયલ ડેથનો (Custodial Death) બનાવ સામે આવ્યો છે. કાપડ દલાલ (Textile Broker) ના કસ્ટોડીયલ ડેથ પ્રકરણમાં સારોલી...
ડાકોર: ડાકોરમાં નિર્માણાધીન ફ્લાય ઓવરબ્રિજના ખખડધજ સર્વિસ રોડ પરના ખાડા પુરવામાં તંત્રની લાપરવાહીને કારણે એક ટેમ્પી પલ્ટી ખાઈ ગઈ હતી. જોકે, સદનસીબે...
સુરત: સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ (SuratMetroProject) માટે વર્ષ ઉપરાંતથી ભારે હાલાકી ભોગવી રહેલી શહેરની પ્રજાની પરેશાનીઓનો પાર જ નથી આવતો. મેટ્રોના કામ માટે...
વડોદરા: વડોદરા શહેરના ચૂંટણી વોર્ડ નં.13માં આવેલ રાજદીપ સોસાયટી ખાતે ગંદા પાણીના મુદ્દે સ્થાનિકો સાથે મ્યુનિ. કાઉન્સિલર દ્વારા પાલિકા તંત્રને વહેલી તકે...
સુરત(Surat) : રીંગરોડ (RingRoad) પર આવેલા ચામુંડા રેસ્ટોરન્ટ (Chamunda Restaurant) સામે એક સ્કૂલના (School) વિદ્યાર્થીઓ (Student) વચ્ચે છુટાહાથની મારામારી (Fight) કરતા વિડિયો...
વડોદરા: શહેરના જર્જરિત નુર્મ આવાસના રહીશોને અનેકવાર નોટિસ આપવા છતાં તેઓ મકાનો ખાલી કરતા ન હતા. તેઓને વીજ જોડાણો કાપવાની તેમજ પાણી...
સુરત: સુરત સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital) માં ફરી એકવાર પોર્ટેબલ વેન્ટિલેટર (Portable Ventilator) ધૂળ ખાતી હાલતમાં હોવાનો વિડીયો વાઇરલ થતા...
વડોદરા : તાજેતરમાં અનેક ગ્રાહકો સાથે દુકાન અને ઓફિસ બુક કરાવ્યા બાદ બિલ્ડર મનિષ પટેલે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની સાઇટનું બાંધકામ...
વડોદરા: વડોદરા જિલ્લાના તલસટ ખાતે આવેલ રે.સ.નં.152 બ્લોક નં. 86 ની પ્રતિબંધિત જમીન વિસ્તારમાં નિયમ વિરુદ્ધ વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળના તત્કાલીન...
વડોદરા: સરકાર દ્વારા ઘરવિહોણાને મકાન તો આપવામાં આવે છે પરંતુ કેટલાક ભેજાબાજ આ મકાનો મેળવી તેમાંથી કમાણી કરવાનો પેંતરો રચી નાખે છે....
હરિયાણાનો નૂહ જિલ્લો હાલમાં સળગી રહ્યો છે. બ્રિજ મંડળ જલાભિષેક યાત્રા દરમિયાન મુસ્લિમ બહુમતી ધરાવતા મેવાતમાં પથ્થરમારાને કારણે નૂહથી ગુડગાંવ સુધી તોફાનો...
ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) 74માં વન મહોત્સવનો (Forest Festival) પંચમહાલનાં (Panchmahal) જેપુરા-પાવાગઢથી (Jepura-Pavagarh) પ્રારંભ કરાવતાં રાજ્યને પર્યાવરણ પ્રિય...
અમરેલી : સાવરકુંડલા (Savarkundla) તાલુકાના બગોયા ગામે એક યુવાને બે વર્ષ અગાઉ વીડિયો વાયરલ કરી પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. દસ...
ગાંધીનગર : રાજ્યમાં થઇ રહેલા અંગદાન (Organ donation) અને ટ્રાન્સપ્લાન્ટની (Transplant) શ્રેષ્ઠ કામગીરીનું આજે રાષ્ટ્રીય સ્તરે બહુમાન થયું છે. 13મા રાષ્ટ્રીય અંગદાન...
સુરત : આજ રોજ 3 જી ઓગસ્ટ એટલે રાષ્ટ્રીય અંગદાન દિવસે (National Organ Donation Day) જ સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલમાંથી વધુ...
સુરત : સુરત (Surat) ઉધનાના (Udhana) હેગદેવાડમાં (Hegdewad) એક યુવાને બાથરૂમમાં ફાંસો ખાઈને (suicide) પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે....
ઉદયપુર: કહેવાય છે કે મહેનત અને દ્રઢ નિશ્ચય સાથે જો કોઈ કામ કરવામાં આવે તો મોટામાં મોટા અવરોધો પણ વામન થઈ જાય...
નવી દિલ્હી: પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) દ્વારા ભારતને (India) આપવામાં આવેલી મંત્રણાની ઓફરનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના (Foreign Ministry)...
નવી દિલ્હી: ટ્વિટર (Twitter) ખરીદ્યું ત્યારથી એલોન મસ્ક (Elon Musk) તેમાં સતત ફેરફાર કરી રહ્યા છે. થોડાં દિવસ પહેલાં જ તેમણે માઈક્રો-બ્લોગિંગ...
ઝઘડિયા: ભરૂચ (Bharuch) જિલ્લાના ઝઘડિયા (Jhagdiya) તાલુકાના એક ગામના પરિણીત યુવાને બે સગી બહેનોને પોતાની હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવ્યાની ઘટના સામે...
પાટણ : અમેરિકા (America) ફરવા માટે ગયેલા એક ગુજરાતી (Gujarati) યુવકનુ કાળજું કાંપી ઉઠે તેવું મોત થયું છે. ગુજરાતના પાટણનો એક યુવક...
સૂરત: સૂરત (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (The Southern Gujarat Chamber of Commerce and Industry) તથા સધર્ન ગુજરાત...
નવી દિલ્હી: ચીનને (China) મોટો ફટકો આપતા ભારત સરકારે (Indian Goverment) આયાતી લેપટોપ, ટેબલેટ, ઓલ-ઈન-વન પર્સનલ કોમ્પ્યુટર, અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર (યુએસએફએફ)...
નવી દિલ્હી: અભિનેતા (Actor) સની દેઓલ (SunnyDeol) અને અમીષા પટેલની (AmeeshaPatel) ફિલ્મ ‘ગદર 2’ (Gadar2) આવતા અઠવાડિયે 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી...
નવી દિલ્હી: દિલ્હી સર્વિસ બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. તેને સત્તાવાર રીતે ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા)...
ભીલવાડા: રાજસ્થાનના (Rajashthan) ભીલવાડા (Bihlwara) જિલ્લામાં એક સગીર (Minor) બાળકી પર બળાત્કાર (Rape) કર્યા બાદ તેને ભઠ્ઠીમાં સળગાવી (Burned in the furnace)...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
નડિયાદ: નડિયાદના ચકલાસીમાં કરોડો રૂપિયાની જમીન હડપી લેવાના કેસમાં પોલીસે તપાસની ધમધમાટી બોલાવી છે. આ તરફ પોલીસ ફરીયાદમાં આરોપી નં. 7 તરીકે જોડેલા મેમાભાઈ રબારી પૂર્વ પ્રમુખ સંજય દેસાઈનો વિશ્વાસુ હોવાનું જાણવા મળ્યુ છે. એટલુ જ નહીં, પૂર્વ પ્રમુખ પોતાના જમીનોના કૌભાંડમાં મેમાને આગળ કરી જમીનો ખાલી કરાવવાના ચોકઠા ગોઠવતો હોવાનું પણ સામે આવ્યુ છે. મેમાની મૂળ દલાલ તરીકે ભૂમિકા હોવાનું પણ ફરીયાદી પાસે જાણવા મળ્યુ છે.
નડિયાદના ચકલાસીમાં વર્ષોથી હયાત જ ન હોય તેવા માલિકોની કરોડોની જમીન હડપી લેવા માટે ભાજપ નેતા અને નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજય ભાસ્કરભાઈ દેસાઈએ સ્ટેમ્પથી માંડી ખોટા આધારકાર્ડ અને ખોટા પાવર બનાવ્યાનો પર્દાફાશ થયા બાદ અંતે ચકલાસી મથકે તમામ આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે. ત્યારે ફરીયાદમાં 7માં આરોપી તરીકે જોડાયેલા ઉતરસંડાના મેમાભાઈ લાલજી રબારી કેટલાક સમયથી સંજય દેસાઈ માટે દલાલ તરીકેનું કામ કરતા હોવાનું જાણવા મળ્યુ છે.
મેમો રબારી સંજય દેસાઈનો વિશ્વાસુ હોય અને મેમા થકી માલિકોની હયાતી ન ધરાવતી જમીનો જોવાનું અને તેને પડાવી લેવાનો કારસો રચાતો હોય તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યુ છે. આ સમગ્ર ઘટનામાં ચકલાસીની જમીનમાં જ્યાં 3 ભાઈઓ પૈકી રાવજીભાઈ જાદવ, દેસાઈભાઈ જાદવ અને બુધાભાઈ જાદવ વર્ષોથી ખેતી કરી રહ્યા છે. જેમાંથી રાવજીભાઈ અને દેસાઈભાઈનું મૃત્યુ થતા હાલ બુધાભાઈ જમીનમાં ખેતી કરી રહ્યા છે.

આ બુધાભાઈ અને તેમના પરીવારને જમીન ખાલી કરવા માટે સંજય દેસાઈનો વહીવટદાર મેમો ધાકધમકી આપવા પહોંચ્યો હતો. જ્યાં સંજયભાઈ ખૂબ મોટી હસ્તી છે અને તે ધારશે તેમ કરશે, તેમ કહી બિવડાવી અને જમીન ખાલી કરાવવા માટે પ્રયત્નશીલ હતો. એટલુ જ નહીં, ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, જો સંજય દેસાઈના અન્ય જમીન કૌભાંડ ખુલે તો તેમાં પણ આ મેમો સંડોવાયેલો હોય તેવી વકી છે. દલાલ તરીકેની ભૂમિકા ભજવતા મેમા રબારીની અટકાયત થાય તો અનેક રહસ્યો પરથી પડદો ઉઠે તેમ છે.
સંજય દેસાઈ વિદેશ ઉડી ગયા..?
આ તરફ કરોડોનું જમીન કૌભાંડ સામે આવ્યા બાદ ભાજપ નેતા સંજય ભાસ્કરભાઈ દેસાઈનો કોઈ અતોપત્તો નથી. રાજકીય ગલિયારીયોમાં ચાલતી ચર્ચા મુજબ સંજય દેસાઈ વિદેશમાં રફુચક્કર થઈ ગયા હોવાની શક્યતાઓ છે. સંજય દેસાઈ હાલ અમેરીકા ગયા હોય તેમ પણ ચર્ચાઈ રહ્યુ છે. ત્યારે રાજકીય વગ ધરાવતા નેતાજી પોલીસને હાથ લાગશે કે ઘીના ઠામ ઘીમાં ઢળી જશે, તે જોવુ રહ્યુ.
ખોટા આધારકાર્ડ ક્યાંથી બન્યા ?
નડિયાદ પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા સંજય દેસાઈએ ખોટો પાવર ઉભો કર્યો તેનો ખુલાસો થયો છે. સાથોસાથ જે મૂળ જમીન માલિકો છે, તેમના ખોટા આધારકાર્ડ બનાવ્યા હોવાની પણ ચર્ચા છે. ત્યારે આ ખોટા આધારકાર્ડ ક્યાંથી અને કેવી રીતે બન્યા? તે ખૂબ મોટો પ્રશ્ન છે. પોલીસ તપાસમાં આધારકાર્ડ બનાવવામાં કોની ભૂમિકા છે, તે તપાસ થાય તે ખૂબ જરૂરી બન્યુ છે.