National

રાજસ્થાનના ભીલવાડામાં ગેંગરેપ બાદ સગીરાને ભઠ્ઠીમાં ફેંકી સળગાવી દેવાઈ

ભીલવાડા: રાજસ્થાનના (Rajashthan) ભીલવાડા (Bihlwara) જિલ્લામાં એક સગીર (Minor) બાળકી પર બળાત્કાર (Rape) કર્યા બાદ તેને ભઠ્ઠીમાં સળગાવી (Burned in the furnace) દેવાનો મામલો સામે આવ્યો છે. કાલબેલિયા સમાજની ભઠ્ઠી બહારથી યુવતીની બંગડીઓ અને ચપ્પલ મળી આવ્યા છે. બાળકીની હત્યા (Murder) અને સળગાવી દેવાની માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે.

રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના કોટરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારથી ગુમ થયેલી એક સગીર બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેને ભઠ્ઠીમાં સળગાવી દેવામાં આવી હતી. બાળકીની બંગડીઓ અને ચપ્પલ નજીકના જંગલમાં કોલસાની ભઠ્ઠીમાંથી મળી આવ્યા હતા. 

જ્યારે ગ્રામજનોએ સગીર યુવતીના ગુમ થવા અંગે અને તેની હત્યાની શક્યતા અંગે કોટરી પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં બાળકી સાથે સામૂહિક બળાત્કાર થયાની આશંકા છે. કહેવાય છે કે બળાત્કાર બાદ જ તેણીને ભઠ્ઠીમાં સળગાવી દેવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 3 આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

ભીલવાડામાં બનેલી આ સનસનાટીભરી ઘટના બાદ કોટરી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ એડિશનલ એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એફએસએલની ટીમ અને ડોગ સ્કવોડને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. આ મામલે સ્ટેશન ઈન્ચાર્જ ખિનરાજ ગુર્જરે જણાવ્યું કે નરસિંહપુરા ગામની એક સગીર છોકરી બુધવારે સવારે તેની માતા સાથે ખેતરમાં બકરા ચરાવવા ગઈ હતી. તેની માતા બપોરે ઘરે પરત આવી પરંતુ બાળકી ગુમ થઈ ગઈ હતી.

કોલસાની ભઠ્ઠીની બહાર ચપ્પલ અને બંગડીઓ મળી
પોલીસના જણાવ્યા અનુસાર નરસિંહપુરા ગામની આ મામલામાં બાળકીની શોધ કરવામાં આવી હતી. ગામમાં ન મળતાં જંગલમાં શોધખોળ શરૂ કરી હતી. કાલબેલિયા સમાજ દ્વારા બનાવવામાં આવેલી કોલસાની ભઠ્ઠીમાંથી ધુમાડો નીકળતો જોવા મળતાં શંકા જન્મી હતી. સંબંધીઓએ ત્યાં શોધખોળ કરી. ભઠ્ઠીની બહારથી બાળકીના હાથમાં બંગડી અને ચપ્પલ મળી આવ્યા હતા. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી.

જંગલમાંથી લાકડું કાપીને કોલસો બનાવવા ભઠ્ઠીમાં નાખ્યો?
પોલીસના જણાવ્યા અનુસાર કાલબેલિયા સમાજ દ્વારા જંગલમાં લાકડા કાપીને કોલસો બનાવવા માટે ચાર-પાંચ ભઠ્ઠીઓ બનાવવામાં આવી છે. જેમાંથી એક ભઠ્ઠી ખુલ્લી મળી આવી હતી. તેમાંથી આગ નીકળી રહી હતી. શંકા જતાં સંબંધીઓએ શોધખોળ કરી હતી. ભઠ્ઠી બહારથી યુવતીના હાથનું બંગડી અને સેન્ડલ મળી આવ્યા હતા. બાળકી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાની આશંકા છે અને પછી તેને ભઠ્ઠીમાં ફેંકી દેવામાં આવી છે.

4 આરોપીમાંથી ત્રણની અટકાયત
ભીલવાડાના એસપી આદર્શ સિદ્ધુએ કહ્યું કે બાળકીની હત્યા અને સળગાવવાની માહિતી મળી છે. કેટલીક કડીઓ પણ મળી આવી છે. બાળકી પર સામૂહિક બળાત્કારની આશંકા નકારી શકાય તેમ નથી. ચારમાંથી ત્રણ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top