SURAT

સુરત: સ૨સાણામાં ત્રણ દિવસીય ‘યાર્ન એક્ષ્પો-2023’નું ભવ્ય પ્રદર્શન યોજાશે

સૂરત: સૂરત (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (The Southern Gujarat Chamber of Commerce and Industry) તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ 2023-24 ના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો 2023’નું (Yarn Expo-2023) આયોજન તા. 4, 5 અને 6 ઓગષ્ટ, 2023 ના રોજ સવારે 1000 થી સાંજે 5 કલાક દરમ્યાન સરસાણા (Sarsana) સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વધાસિયાએ જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઈલ દ્યોગનો વિકાસ ઝડપભેર થઇ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી રહે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન અંદાજે 1 લાખ 16 હજાર સ્કવેર ફૂટ એરિયામાં યોજાશે. જેમાં 90 જેટલા એકઝીબીટર્સ ભાગ લઇ રહ્યા છે. સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, ભરૂચ, મુંબઇ, ઇલકરજી, ઇરોડ, સેલમ, મદુરાઇ, કોઇમ્બતુર, કર્ણાટકા, તેલંગાણા, કોલકાતા, ગોવા (વાસ્કો) અને પૂર્ણના એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લઇ રહયા છે.

આ વર્ષે યાર્ન એક્ષ્પોનું પાંચમું એડીશન રજૂ કરાશે, જેમાં દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવો તથા યાર્નની બધી જ વેરાયટીઓનું પ્રદર્શન કરશે, વધુમાં તેમણે જણાવ્યું હતું કે, યાર્ન એક્ષ્પોમાં થીમ પેવેલિયન તરીકે સુરતનો કિલ્લો બનાવવામાં આવશે. એક સમયે સુરતમાં ચોર્યાસી બંદરે 84 દેશોના વાવટા ફરતા હતા, આથી આ પ્રદર્શનની મુલાકાતે આવનારા ભારતના વિવિધ રાજ્યોના તેમજ વિવિધ દેશોના બાયર્સ સમક્ષ સુરતનો ઇતિહાસ દર્શાવવામાં આવશે, જેના ભાગ રૂપે 84 પ્રકારના યાર્ન દર્શાવતું થીમ પેવેલિયન અહીં મૂકવામાં આવશે. ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, શુક્રવાર, તા. 4 ઓગષ્ટ, 2023 ના રોજ સવારે 10:30 કલાકે સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યાર્ન એમ્પોનું ઉદ્ઘાટન કરાશે. જેનો ઉદ્ઘાટન સમારોહ સેમિનાર હોલ A, SIECC ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એમએસએમઇ કમિશ્નર સંદિપ જે. સાગલે (IAS) ઉપસ્થિત રહેશે.

ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, દેશભરના વિવિધ રાજ્યો તથા શહેરો જેવા કે ઇરોડ, ઇચ્છલકરંજી, તિરુપુર, તમિળનાડુ, કોઇમ્બતુર, હરીયાણા, હૈદરાબાદ, પાનીપત, વારાણસી, વારંગલ, લુધિયાના, ઇન્દોર, અમરાવતિ, બેંગ્લોર વિગેરેથી જેન્યુન બાયર્સ અને વિઝીટર્સ દ્વારા યાર્ન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવશે. વિવર્સ, નીટર્સ, ઉદ્યોગ અગ્રણીઓ તથા ઉદ્યોગ સાહસિકો આ પ્રદર્શનની મુલાકાત લેશે. વિવિધ યાર્નના ઉત્પાદકો અને બાયર્સ એક છત નીચે એક જ પ્લેટફોર્મ પર ભેગા થતા હોવાથી તેઓની વચ્ચે બિઝનેસ મીટ પણ યોજાશે આ ઉપરાંત જાપાન, સિંગાપોર, નેપાલ અને બાંગ્લાદેશથી પણ વિદેશી ડેલીગેશન તેમજ બાયર્સ આ પ્રદર્શનની મુલાકાતે આવનાર છે.

યાર્ન એક્ષ્પો-2023ના ચેરમેન ગિરધરગોપાલ મંદડાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેન મેઇડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત ક૨વામાં આવશે. આ ઉપરાંત ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, ક્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલાન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઈબર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે. આશરે 20 હજા૨થી વધુ બાયર્સ તથા વિઝીટર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે.

આ પ્રદર્શનમાં યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે સ્પેશિયલ ફેબ્રિકસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું 100 ટકા પોલિએસ્ટર ટેચ્યુરાઇઝડ યાર્ન, ડોપ ડાઇડ પોલિએસ્ટર યાર્ન, રિસાયકલ પોલિએસ્ટર યાર્ન, સિસ્કો પોલિએસ્ટર યાર્ન, મિલાન્જ યાર્ન, કેટોનિક યાર્ન, એર ટેક્ચ્યુરાઇઝડ યાર્ન, સ્લેબ યાર્ન, કોટન લુક પોલિએસ્ટર યાર્ન, કોટન ફીલ પોલિએસ્ટર યાર્ન, ફેન્સી પોલિએસ્ટર યાર્ન, ઇનહેરેન્ટ ફાયર રેટ૨ડન્ટ યાર્ન અને ઇનહેરન્ટ એન્ટી બેકટેરિયલ યાર્ન વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે.

Most Popular

To Top