Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: કાપોદ્રા (Kapodra) ચાર રસ્તાથી અર્ચના સ્કૂલ તરફ જતા BRTS રૂટમાં 20×20 નો ભુવો (Bhuvo) પડતા લોકો આચર્યમાં પડી ગયા હતા. વહેલી સવારે બનેલી આ ઘટના બાદ કાપોદ્રા ફાયર દોડતું થઈ ગયું હતું. તાલીમાર્થી સબ ઓફિસર સુધીર ગઢવી એ જણાવ્યું હતું કે ભુવામાં કોઈ પડ્યું ન હતું. જેથી તાત્કાલિક રસ્તા બંધ કરી ઝોન ને જાણ કરી દેવાય હતી. ભુવો ઊંડો અને પહોળો હતો. ઢાંકણ પણ ખાડામાં પડેલું હતું. સદ નસીબે કોઈ જાનહાની નોંધાય એ પહેલા જ જાગૃત નાગરિકે ફાયરનું ધ્યાન દોર્યું હતું.

લાખાભાઈ બારીયા (જાગૃત નાગરિક) એ જણાવ્યું હતું કે અમો દૂધની એજન્સી ધરાવીએ છીએ, આજે સવારે દુકાન પર જતાં હતાં. BRTS માં આટલો મોટો ખાડો જોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા. લોકો મોટી સંખ્યામાં અવર-જવર કરી રહ્યા હતા. કોઈ મોટી ર્દુઘટના ન સર્જાય એટલે તાત્કાલિક ફાયર ને જાણ કરી હતી. ફાયરના જવાનોએ દોડી આવ્યા બાદ રસ્તો બંધ કર્યો હતો.

સુધીર ગઢવી (તાલીમાર્થી સબ ઓફિસર)એ જણાવ્યું હતું કે કોલ સવારે 7 વાગ્યાની આજુબાજુ આવ્યો હતો. ભુવો પડ્યો હોવાની જાણ થતાં જ દોડી ગયા હતા. BRTS રૂટમાં ઊંડો અને પહોળો ખાડો જોઈ તાત્કાલિક ઝોનના અધિકારીઓ ને જાણ કરી હતી. ઘટનાની જાણ બાદ તાત્કાલિક રસ્તાઓ બંધ કરી અકસ્માતને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસ અને ઝોનના અધિકારીઓ દોડી આવતા અમો ટિમ સાથે ફાયર સ્ટેશન પર આવી ગયા હતા. કોઈ અનહોની થઈ ન હતી.

To Top