સુરત (Surat) : શહેરમાં ક્રિપ્ટો કરન્સીના (Crypto Currency) નામે કરોડો રૂપિયાનો ધંધો બેરોકટોક થઇ રહ્યો છે. તેમાં ગત વર્ષે પાંચ હજાર રૂપિયાના...
ગાંધીનગર: ગુજરાતમાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 17 થી 19 ઑગસ્ટ, 2023 દરમિયાન ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ G20 આરોગ્ય મંત્રીઓની (Health Ministers) બેઠક...
સુરત(Surat): ગદ્દર (Gadar) ફિલ્મ (Movie) પ્રેમીઓ (Lovers) માટે આદર્શ કથા કહેવાય છે. પોતાના પ્રેમને પામવા તારાસિંહના પાત્રમાં સન્ની દેઓલ (SunnyDeol) પાકિસ્તાન (Pakistan)...
નવી દિલ્હી: ઉઝબેકિસ્તાનમાં કથિત રીતે 65 બાળકોના મોતનું (Death) કારણ બનેલ ભારતીય કફ સિરપ (Indian cough syrup) અંગે એક મોટો ખુલાસો થયો...
સુરત: SMCના દરોડા બાદ ઓલપાડ પોલીસ (Police) સફાળી જાગી હોવાનું સામે આવ્યું છે. દેશી દારૂની (Alcohol) ભઠ્ઠીઓ પર ઓલપાડ પોલીસના દરોડા બાદ...
સુરત: અમરોલી બ્રીજ (Amaroli Bridge) ઉપર સીટી બસના (City bus) ડ્રાઈવર (Driver) સાથે દાદાગીરી કરતો વિડીયો (Video) સામે આવતા ચર્ચાનો વિષય બન્યો...
નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukrain) વચ્ચેના યુદ્ધને (War) દોઢ વર્ષ જેટલો સમય થઈ ગયો છે પરંતુ આ યુદ્ધનો અંત હજું...
સુરત: ભેંસાણ રોડ ઉપર આવેલા ગ્લોબલ વ્યુની સામે એક 7 ફૂટ ઊંડા ખાડામાં ભેંસ (Buffalo) પડી જતા ફાયરના જવાનોએ (Firefighters) મહામુસીબતે બહાર...
બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક મંગળવારે પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુની કેમ્બ્રિજ યુનિવર્સિટીના પરિસરમાં યોજાઈ રહેલી રામ કથામાં ભાગ લેવા પહોંચ્યા હતા...
નવી દિલ્હી: અદાણી ગ્રુપની (Adani Group) કંપની અદાણી પાવરના શેરમાં ભારે વધઘટ જોવા મળી હતી. GQG પાર્ટનર્સ, જેણે હિંડનબર્ગ ગ્રૂપના આરોપોને પગલે...
હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) પૂરના (Flood) કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી ઓંકારચંદ શર્માએ જણાવ્યું હતું...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના (Supreme court) નિર્ણયો અને દલીલોમાં હવે જેન્ડર સ્ટીરિયોટાઇપ (Stereotype) શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સર્વોચ્ચ અદાલતે મહિલાઓ માટે...
સુરત: સુરત સ્મીમેર હોસ્પિટલ માં એક 6 દિવસનું બાળક ડોક્ટરોની બેદરકારીથી મોત ને ભેટ્યો હોવાનો પરિવારે આરોપ મુકતા ચર્ચાનો વિષય બન્યો છે....
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાના હાંસોટ તાલુકાના અલવા ગામ નજીક આજે બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માત (Road Accident) સર્જાયો હતો. જેમાં...
સુરત: ઉમરા (Umra) પાસપોર્ટ ઓફીસની સામે પોલીસ લાઈનના B વિભાગમાં 7માં માળે લિફ્ટમાં ફસાયેલી મહિલાને ફાયરના જવાનોએ (Fire Brigade) દરવાજો તોડી બહાર...
દીપડો (Panther) ખૂબ શક્તિશાળી પ્રાણી છે. શક્તિશાળી હોવા ઉપરાંત તેઓ ખૂબ જ હોંશિયાર અને ટોચના વર્ગના શિકારીઓ (Hunter) હોય છે. જ્યારે પણ...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં બુધવારે ઘણાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટે પીએમ ઈ-બસ (E-Bus) સેવા અને વિશ્વકર્મા યોજનાને (Vishwakarma...
નવી દિલ્હી: ODI વર્લ્ડ કપ 2023 પહેલા ઈંગ્લેન્ડના (England) સ્ટાર, વર્લ્ડ ચેમ્પિયન સૌથી મોટા મેચ વિનર બેન સ્ટોક્સે (Ben Stokes) નિવૃત્તિ (Retirement)...
સુરતL તેલંગાણા, કેરેલા જેવા રાજ્યોમાં થયેલી સાઇબર ક્રાઇમની ફરીયાદને આધાર બનાવીને ત્યાંની સ્થાનિક પોલીસે (Police) સુરતની (Surat) 27 જેટલી મોટી હીરા પેઢીઓના...
અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) જીવરાજ પાર્કમાં આવેલા સેલ પેટ્રોલ પંપ પાસે અવધ આર્કેડ બિલ્ડીંગમાં આગ (Fire) લાગી હતી. આગની ઘટનાની જાણકારી સામે આવતા...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નેહરુ મેમોરિયલ (NMML)નું નામ બદલી નાખ્યું છે. હવે NMMLનું નામ બદલીને PM મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (PMML) કરવામાં આવ્યું...
અનાવલ: રાજ્યમાં ચોમાસાના કારણે રસ્તાઓની બિસ્માર હાલત અને વાહન ચાલકો દ્વારા સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવી દેવાના કારણે અકસ્માતો (Accident) થવાના કિસ્સાઓ વારંવાર...
સુરત: કામરેજના ડુંગરા ગામે એક વિચિત્ર ઘટના બની હતી. ખેડૂતના (Farmer) ઉભા પાક નિલગીરીના 1000 જેટલા વૃક્ષોને (Tress) અજાણ્યા ઈસમોએ કાપી નાખ્યા...
સુરત : કતારગામ પોલીસે (Police) રીક્ષામાં (Auto) મુસાફરનો સ્વાંગ રચી મોબાઈલ ચોરી (stealing) કરતી ગેંગને ઝડપી પાડી અનેક ગુના ઉકેલી કાઢ્યા છે....
ભરૂચ: 15મી ઓગસ્ટના (15 August) રોજ દેશ ભરમાં 77મા સ્વતંત્રતા પર્વની (Independence Day) ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ત્યારે દેશમાં ‘મેરી માટી, મેરા...
નવી દિલ્હી: ચંદ્રયાન-3ના (Chandrayaan-3) તમામ ભ્રમણકક્ષાના દાવપેચ ચંદ્રની આસપાસ પૂર્ણ થઈ ગયા છે. ચંદ્રયાન-3 ચંદ્રની પાંચમી ભ્રમણકક્ષામાં (Orbit) પહોંચી ગયું છે. તે...
નવી દિલ્હી: ટોયલેટ ક્રાંતિના (Toilet revolution) પિતા અને સુલભ ઈન્ટરનેશનલના (Sulabh International) સ્થાપક સામાજિક કાર્યકર બિંદેશ્વર પાઠકનું (Bindeshwar Pathak) મંગળવારે કાર્ડિયાક અરેસ્ટને...
સુરત: કતારગામમાં લગભગ 50 વર્ષ જૂની જીઆઇડીસીના (GIDC) ખાડાવાળા અને વરસાદી પાણીમાં કીચડથી (Mud) ભરાયેલા રોડ પરથી હજારો મહિલાઓ કામ પર આવવા...
મુંબઈ: ગદર-2એ (Gadar-2) બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. સની દેઓલની (Sunny Deol) ફિલ્મ (Film) બોક્સ ઓફિસ પર દરરોજ રેકોર્ડબ્રેક કમાણી કરી...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં (Uttrakhand) વરસાદના (Rain) કહેરનાં કારણે તૂફાન આવ્યો છે. જાણકારી મુજબ વરસાદના કારણે રાજ્યમાં 48 કલાકમાં 60 લોકોના મોત (Death) થયા...
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
સુરત (Surat) : શહેરમાં ક્રિપ્ટો કરન્સીના (Crypto Currency) નામે કરોડો રૂપિયાનો ધંધો બેરોકટોક થઇ રહ્યો છે. તેમાં ગત વર્ષે પાંચ હજાર રૂપિયાના પીએલસીયુ કોઇન (PLCU Coin) કાઢવામાં આવ્યા હતા. અને મહિનાના દસ ટકા આપવાની વાત કરવામાં આવી હતી. આ એક પ્રકારનો ટોકન કોઇન હતો. જે યુએસડીટી (USDT) એટલેકે ક્રિપ્ટો કરન્સીમાં આવતા યુએસ ડોલરથી (US Dollar) ખરીદવામાં આવે છે. આમ સુરતમાં જ એક હજાર કરોડ રૂપિયાના પીએલસીયુ કોઇનમાં ખરીદવામાં આવ્યા છે.
તેમાં અમર વાધવ (Amar Vadhav) નામના ઇસમ દ્વારા સુરતમાં આ આખું ભોપાળુ (Scam) કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે, આ કોઈન યુરોપથી (Europe) ચાલતો હોવાનું જણાવીને સુરતમાં હજારો મધ્યમવર્ગીય પરિવારોના કરોડો રૂપિયા આમાં સલવાયા છે. આ મામલે હાલમાં તો 60 લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ થઇ છે. પરંતુ વાસ્તવમાં આ આંકડો એક હજાર કરોડની આસપાસ છે. તેમાં કાપડ બજારમાં લોકોના કરોડો રૂપિયા ફસાયા હોવાનું કહેવાય છે.
પાંચ હજાર રૂપિયાનો કોઇન 3 મહિનામાં સવા લાખ થઇ જતા શહેરમાં તેની ખરીદી માટે પડાપડી થઇ હતી. ત્યારબાદ આ કોઇનનો ભાવ તૂટીને હાલમાં બે હજાર રૂપિયા ચાલી રહ્યો છે. આમ લોકોને છેતરપિંડીના ચકડોળમાં બેસાડીને પ્રિ- પ્લાન આખુ માર્કેટિંગ ઠગટોળકી પાસે કરાવીને આ ટોકનમાં હજારો પરિવારોને બરબાદ કર્યા હોવાની વિગતો જાણવા મળી છે.
એક વર્ષ પછી મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો
આમતો આ મામલો એક વર્ષ જૂનો છે. પરંતુ લોકો યુએસડીટી વાપરતા હોવાને કારણે તથા આમાં મોટા ભાગે કાળુ નાણું હોવાને કારણે લોકો ફરિયાદ કરતા ડરે છે. અલબત આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધારોમાં અમર વાધવા ,વિનોદ નિશાદ, સુનીલ મોર્યા તથા પંપાદાસ નામના ઇસમોએ પૂર્વ આોયોજિત કાવતરૂ કર્યું હતું.
આ લોકોએ દેશની ફાઇવ સ્ટાર હોટલમાં લોકોને બોલાવ્યા હતા. તેમાં પાંચ હજાર રૂપિયાનો ટોકન કોઇન ભવિષ્યમાં લાખ્ખો રૂપિયા આપશે તથા મહિને પાંચ થી પંદર ટકા મળશે તેમ કહીને લોકોને છેતર્યા હતા. પ્રિ-પ્લાન આ ટોળકીએ સુરતમાંથી એક હજાર કરોડ રૂપિયા ઉઘરાવી લીધા હોવાની વાત છે. આ ઉપરાંત અખાતી દેશો અને યુરોપમાં પોતાની એપ્લીકેશન બનાવી અને લોકો પાસે યુએસડીટી ક્રિપ્ટો કરન્સીનું ઓન લાઇન રોકાણ કરાવીને આ છેતરપિંડી કરી છે.
દરમિયાન પોલીસ કોન્સ્ટેબલો થી લઇને ફાયર બ્રિગેડના 60 જેટલા લોકોના આ કોઇનમાં 59 લાખ રૂપિયા ડૂબ્યા હોવાની વિગત જાણવા મળી છે. અલબત આ આંકડો ખૂબ નાનો છે પરંતુ શહેરના રીયલ એસ્ટેટ અને કાપડ બજારમાંથી કરોડો રૂપિયા ઠગોએ ગજવે ઘાલી દીધા હોવાની વિગત જાણવા મળી છે.
પીએલસુયી અલ્ટીમા કોઇનને પીએલસુયી કલાસીકમાં તબદીલ કરીને ભાવ તળિયે લાવી દીધો
3 મહિનામાં નાણા ડબલ તથા એક વર્ષમાં ચાર ગણા નાણા કરવાની લાલચ આ ચીટર ટોળકી દ્વારા આપવામાં આવી હતી. દરમિયાન બાદમાં પીએલસીયુ કોઇનને પીએલસીયુ કલાસીકમાં તબદીલ કરવામાં આવ્યો હતો, તેમાં સવા લાખની કિંમત સુધી કોઇનની કિંમત ઓન લાઇન મેન્યુપ્લેટ કરીને હજારો લોકોને રડતા કરી દીધા હતા.
પડદા પાછળ સમાધાન થયું અને નાણાં નહીં આપતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો
આ કાંડમાં લોકોના કરોડો રૂપિયા ફસાયા છે ત્યારે કેટલાક લોકોને નાણાં આપવાની વાત કરી હતી ત્યારબાદ નાણા નહીં આપતા આ ટોળકી સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલમાં પોલીસે (1) વિનોદ હરીલાલ નીશાદ ઉ. વર્ષ 36 , ધંધો વેપાર , રહે., પાલનપુર પાટિયા, ગુજરાત હાઉસીંગ બોર્ડ (2) મહેન્દ્ર સિંહ સીસોદીયા ઉ. વર્ષ 34 રહે., વેસુ ફાયર સ્ટેશન પાસે સ્ટાફ કવાર્ટસ (3) પંપા બહૂન દાસ ઉ. વર્ષ 34 , રહે.,ઇચ્છાપોર રૂચી ટાઉનશીપની બાજુમાં , કવાસની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અમર હાલમાં વોન્ટેડ હોવાની વિગત જાણવા મળી છે.