Science & Technology

ચંદ્રયાન-3 ચંદ્રથી માત્ર 163 કિમી દૂર…. 17 ઓગસ્ટે પ્રોપલ્શન-લેન્ડર મોડ્યુલ અલગ થશે

નવી દિલ્હી: ચંદ્રયાન-3ના (Chandrayaan-3) તમામ ભ્રમણકક્ષાના દાવપેચ ચંદ્રની આસપાસ પૂર્ણ થઈ ગયા છે. ચંદ્રયાન-3 ચંદ્રની પાંચમી ભ્રમણકક્ષામાં (Orbit) પહોંચી ગયું છે. તે 153 કિમી x 163 કિમીની ભ્રમણકક્ષામાં છે. હવે ચંદ્રયાનની ભ્રમણકક્ષા બદલાશે નહીં. 16 ઓગસ્ટના રોજ સવારે લગભગ 8.38 વાગ્યે ચંદ્રયાનનું એન્જિન એક મિનિટ માટે ચાલુ થઈ ગયું હતું. જે બાદ તેની ભ્રમણકક્ષા બદલવામાં આવી હતી.

અગાઉ તે 150 કિમી x 177 કિમીની ભ્રમણકક્ષામાં હતું. 5 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની પ્રથમ કક્ષામાં પહોંચ્યું હતું. આ દિવસે ચંદ્રયાને ચંદ્રની પ્રથમ તસવીરો બહાર આપી હતી. તે પછી અત્યાર સુધીમાં તેની ભ્રમણકક્ષા ચાર વખત બદલાઈ ચૂકી છે. પ્રથમ ભ્રમણકક્ષા 164 x 18074 KMની હતી. 6 ઓગસ્ટ 2023ના રોજ ભ્રમણકક્ષા 170 x 4313 કિમી સુધી ઘટાડી દેવામાં આવી હતી. એટલે કે ચંદ્રયાન-3ને ચંદ્રની બીજી કક્ષામાં મૂકવામાં આવ્યું હતું.

આ પછી 9 ઓગસ્ટના રોજ ત્રીજી વખત ભ્રમણકક્ષા બદલવામાં આવી હતી. તે ચંદ્રની સપાટીથી 174 કિમી x 1437 કિમીની ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું હતું. ISRO ચંદ્રયાન-3ના એન્જિનને ચંદ્રની ભ્રમણકક્ષામાં રેટ્રોફિટ કરાવી રહ્યું છે. એટલે ઝડપ ધીમી કરવા માટે વાહનને વિરુદ્ધ દિશામાં ચલાવવું. આ પછી 14 ઓગસ્ટે ચંદ્રયાન-3ને 150 કિમી x 177 કિમીની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું.

17 ઓગસ્ટે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ થઈ જશે. બંને મોડ્યુલ ચંદ્રની આસપાસ 100 કિમી x 100 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં હશે. લેન્ડર મોડ્યુલનું ડીઓર્બીટીંગ 18 ઓગસ્ટના રોજ સાંજે 4.45 થી 4.00 વાગ્યાની વચ્ચે થશે. એટલે કે તેની ભ્રમણકક્ષાની ઊંચાઈ ઓછી થઈ જશે. 20 ઓગસ્ટે ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ સવારે 2.45 કલાકે ડી-ઓર્બિટ કરશે. 23 ઓગસ્ટે લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે. જો બધું ધાર્યા મુજબ થશે તો લેન્ડર લગભગ સાડા છ વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરશે. બેંગલુરુમાં ISROના સેન્ટર ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC)ના મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ (MOX) પરથી ચંદ્રયાન-3નું સતત નિરીક્ષણ કરી રહ્યું છે.

Most Popular

To Top