સુરત : ભટાર જોગર્સ પાર્કની સામે આવેલા એક બંગલામાં ગઈકાલે રાત્રે 3 વાગે ખટોદરા પોલીસની ટીમ ચોર ઘૂસી ગયા હોય તેવી આશંકાએ...
સુરત: સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓને મહિલાઓને સ્વરોજગારીની તકો પૂરી પાડવા અને આર્થિક સશક્તિકરણ માટે દીનદયાળ...
સુરત : સુરતના સમાજોની ઓળખ ક,ખ,ગ,ઘથી થાય છે તેમાનો એક સમાજ એટલે ખત્રી સમાજ આ સમાજે છેલ્લાં પાંચ વર્ષમાં તેમના એક રિવાજમાં...
નવી દિલ્હી: લેન્ડર વિક્રમ બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર ઉતરશે. લેન્ડિંગની સાથે જ લેન્ડર વિક્રમ પોતાનું કામ શરૂ કરી દેશે. જો...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાના જંબુસર (Jambusar) તાલુકાના સારોદ (Sarod) ગામે આવેલી PI ઇન્ડસ્ટ્રીઝમાં બુધવારે બપોરે બ્રોમીન ગેસ લીકેજ (Bromine Gas Leakage) થતા...
નવી દિલ્હી(New Delhi): બુધવારે દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર મોટી દુર્ઘટના (Accident) ટળી હતી. અહીં એક જ સમયે બે અલગ-અલગ એરક્રાફ્ટને (Aircraft)...
ભરૂચ: વિદેશ જવાની ઘેલછામાં અનેક લોકો પોતાના જીવ જોખમમાં મુકતા હોય છે. કેટલાક વિદેશ મોકલતા એજન્ટો છેતરપિંડી કરતા હોવાના કેસ પણ સામે...
નવી દિલ્હી: મિઝોરમની રાજધાની આઈઝોલ પાસે અંડર કન્ટ્ર્ક્શન રેલવે બ્રિજ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 17 મજૂરોના મોત નિપજ્યા છે. જ્યારે 40...
સુરત: ઓલપાડના (Olpad) સોદલાખારા ગામના મોટા ફળિયામાં મધરાત્રે અચાનક લાકડાના ઢગલામાં આગ (Fire) ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં...
સુરત: પાંડેસરામાં પ્રેમ લગ્નના ચોથા જ મહિને 19 વર્ષીય યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચર્ચાનો વિષય બન્યો હતો. અભય વિધવા માતાનો...
સુરત : મહુવાના આંગલધરા ગામે બે ST બસ સામ સામે ભટકાતા અનેક મુસાફરો ઘવાયા હતા. વહેલી સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સાત જેટલાં...
સુરત : પાલ-ઉમરા બ્રીજ ઉપર BRTS બસે નવયુવાન ડિપ્લોમા એન્જીનિયર વિદ્યાર્થી ને કચડી ભાગી ગયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ...
હથોડા: (Hathoda) કોસંબા પોલીસે (Police) બાતમીના આધારે ધામણોદ નજીક હાઇવે પરથી રૂ.12.50 લાખનો ઇંગ્લિશ દારૂ (Alcohol) ભરેલો ટેમ્પો ઝડપી ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ કરી...
સુરત : નવી સિવિલ હોસ્પિટલની (New Civil Hospital) ટીમના સફળ પ્રયાસોના પરિણામે આજે 41 મું સફળ અંગદાન (Organ Donation) થયું છે. બ્રેઈનડેડ...
બ્રિક્સઃ (BRICS) વડાપ્રધાન મોદી (PM Modi) બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે મંગળવારે સાંજે દક્ષિણ આફ્રિકા (South Africa) પહોંચી ગયા છે. અહીં રહેતા...
સુરત: સચિન વાંજ રોડ ઉપર વહેલી સવારે એક બાઇક ચાલક રોડ વચ્ચેના નાળામાં બાઇક લઈ ને ઘુસી જતા ગંભીર રીતે ઘવાયો હતો....
સુરતઃ પવિત્ર શ્રાવણ માસની (Shravan month) શરૂઆત થઇ ચૂકી છે ત્યારે સુરત (Surat) જિલ્લાના બારડોલી (Bardoli) ખાતે આવેલા જ્યોતિર્લીંગ સમાન 700 વર્ષ...
સુરત: મગદલ્લા ગુજરાત હાઉસિંગ બોર્ડના એક એપાર્ટમેન્ટમાં (Apartment) પરિણીતા એ મોબાઈલ (Mobile) ડેટા ડીલીટ (Delete) મારી ફાંસો (Suicide) ખાય મોત ને વ્હાલું...
નવી દિલ્હી: હાલ દેશના દરેક વ્યક્તિની નજર ચંદ્રયાન-3 (Chandrayaan-3) પર છે. જો કે ચંદ્રયાન-3એ સમગ્ર ભારતવાસીઓ (India) માટે ગૌરવની વાત છે. જો...
નવી દિલ્હી: ચંદ્રયાન-3નું (Chandrayaan3) લેન્ડિંગ (Landing) 23 ઓગસ્ટની સાંજે 6.04 કલાકે થવાનું છે. હવે બહુ સમય બચ્યો નથી. વિક્રમ લેન્ડર 25 કિમી...
સુરત (Surat): મોરા ભાગળ નજીક BRTS બસના ચાલકે વિદ્યાર્થીને (Student) અડફેટે લેતા લોકો ભેગા થઈ ગયા હતા. અકસ્માત (Accident) બાદ લોકોએ રોડને...
સુરત (Surat): વેસુ (Vesu) વીઆઈપી રોડ પર જીમમાંથી (Gym) નીચે ઉતરી રહેલી યુવતીની પાંડેસરાના (Pandesara) ત્રણ યુવકોએ છેડતી (Teasing) કરી હતી. યુવતી...
સુરત(Surat): ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તારીખ...
વલસાડ (Valsad) : સમગ્ર વિશ્વમાં 21મી ઓગષ્ટે આતંકવાદી હુમલામાં (Terrorist Attack) માર્યા ગયેલાઓને યાદ કરવામાં આવે છે અને આતંકવાદી હુમલામાં બચી ગયેલા...
-શ્રીરામના વનવાસ દરમિયાન લક્ષ્મણ ફળ-ફૂલ લેવા આવતાં લક્ષ્મણપુર નામે ગામ ઓળખાતું થયું હતું, પછી અપભ્રંશ થઈ ગામનું નામ લસણપોર પડ્યું-આશરે ત્રણ ચો.કિ.મી.માં...
સુરત(Surat): મોટા વરાછામાં 20 મી ઓગસ્ટના રોજ હીરા વેપારી (Diamond Trader) અને તેના ભાઈ ઉપર થયેલા જીવલેણ હુમલાનો (Attack) વિડીયો (Video) સામે...
આજે લોન લેવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. કેટલાક લોન કે ધિરાણ લેવાના શોખીન હોય છે, કેટલાક લોકો ધંધાકીય મહત્વાકાંક્ષાથી પ્રેરાઇને લોન...
સુરત(Surat) : ઉધના (Udhana) સુમન દેસાઇની વાડીમાં (SumanDesaiNiWadi) આવેલા એક એમ્બ્રોડરીના (Embroidery) કારખાનામાં (Factory) આજે વહેલી સવારે અચાનક આગ (Fire) ફાટી નીકળતા...
આજે સલિલ બહુ મોડો ઊઠ્યો અને મમ્મીનું રોજની જેમ લેકચર શરૂ થઇ ગયું.’કંઈ કામનો નથી આ છોકરો,ભણી લીધું છે તો હવે એમ...
ઓફિસમાં ટેબલ ઉપર બેસીને અધિકારીશ્રીઓ દ્વારા લેવાતા નિર્ણયો કયારેક એવા અવ્યવહારુ પ્રશ્નો ઊભા કરે છે, જેનો ઉકેલ પછી તેમને પણ નથી દેખાતો....
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
સુરત : ભટાર જોગર્સ પાર્કની સામે આવેલા એક બંગલામાં ગઈકાલે રાત્રે 3 વાગે ખટોદરા પોલીસની ટીમ ચોર ઘૂસી ગયા હોય તેવી આશંકાએ અંદર ધસી આવી હતી. બંગલાની નીચે આવેલી ઓફિસમાં ખણખોદ કરી બાદમાં મકાન માલિકને બોલાવી ગમે તેમ ખખડાવ્યા હતા. મકાનમાલિક તો આટલી બધી પોલીસને જોઈને પહેલાં તો રીતસર ડઘાઈ ગયા હતા. કમિશનર અજય તોમર પોલીસને લોકો સાથે સારૂં વર્તન કરવાનુ કહી રહ્યાં છે. ત્યારે ખટોદરા પોલીસે આ વખતે ફરીથી મકાન માલિકના ઘરમાં ઘૂસીને એલફેલ વર્તન કર્યું હોવાની ગંભીર ફરિયાદ થઇ છે.
ભટાર વિસ્તારમાં જોગર્સ પાર્ક પાસે આવેલી રાજરાજેશ્વર સોસાયટીની બાજુમાં પિતૃછાયા બંગલો આવેલો છે. આ બંગલામાં રાત્રે 3 વાગે એક મહિલા એએસઆઈ સહિત 6 જેટલા પોલીસકર્મીઓ ઘુસી આવ્યા હતા. બંગલાનો બહારનો ગેટ ખુલ્લો હતો. તે જોઈને પોલીસને ચોર ઘુસ્યાની આશંકા ગઈ હતી. તેઓએ અંદર આવીને બંગલામાં નીચે રહેલી ઓફિસમાં ડ્રોઅર ખોલીને ચેકિંગ કર્યું હતું. અને બાદમાં બંગલાની નીચે ખણખોદ કરીને મકાન માલિકને નીચે બોલાવ્યા હતા. મકાન માલિકને તેમની મોપેડની ચાવી કેમ અંદર જ રાખેલી છે તેમ કહીને ખખડાવ્યા હતા.
આ મામલે તમામ આક્ષેપો ખોટો છે
‘ગુજરાતમિત્ર’ એ આ બાબતે પીઆઇ આર.કે. ધુલિયાને પૂછતા તેઓએ જણાવ્યું કે યુનિવર્સિટી વિસ્તાર નિર્જન છે. તેમાં એક મકાનનો દરવાજો ખુલ્લો હતો. તેથી પોલીસે ટકોર કરી હતી. આ મામલે તમામ આક્ષેપો ખોટા છે. શહેરમાં પોલીસ કમિશનર એક બાજુ સ્ટાફને પ્રજા સાથેનું વર્તન સારૂ રાખવા માટે કહી કહીને થાકી રહ્યાં છે. ત્યાં બીજી બાજુ તેમની પોલીસને લોકોને રંજાડવામાં જ રસ હોય તેવું લાગે છે. ખાખી લોકોની સુરક્ષા માટે હોય છે. ખાખીને જોઈને લોકો નિર્ભય થઈને હિંમત અનુભવતા હોય છે. પરંતુ જ્યારે ખાખી જ લોકો માટે ડર બની જાય તો સમાજમાં તેનો ખોટો દાખલો બેસી શકે છે.
પોલીસે મધરાતે ઘરમાં આવીને જાણે હું પોતે ચોર હોઉ તેવું વર્તન કર્યું હતું
મકાન માલિક રાજદિપભાઈએ જણાવ્યું હતું કે, રાત્રે પોલીસે દરવાજો ખખડાવ્યો હતો. મારી માતા ગભરાઈ જતા તેમણે કોણ પુછ્યું તો પોલીસ એવો અવાજ સંભળાયો. તેઓ મને બોલાવવા માટે ઉપર આવ્યા હતા. મેં મારા રૂમના ટેરેસ પરથી કોણ છે તેમ પુછ્યું તો પોલીસ છીએ નીચે આવો તેમ કહ્યું હતું. નીચે આવતા સાતેક પોલીસ કર્મીઓ ઉભા હતા. તેમણે પહેલા તો દરવાજો ખખડાવ્યા. બીજા દિવસે સીસીટીવી ચેક કર્યા તો રાત્રે 2:37 પોલીસ અંદર આવે છે. અને ઓફિસમાં બધા ડ્રોઅર ખોલીને ચેક કરતા હતા. બાદમાં પાર્કિંગમાં અને નીચેના રૂમમાં ખણખોદ કરી હતી. બાદમાં દરવાજો ખખડાવ્યો હતો. અને છેલ્લે 3:20 વાગે પોલીસ પરત થઈ હતી. આ દરમિયાન પોલીસે મારા જ ઘરમાં જાણે હું પોતે ચોર હોઉ તે રીતે વર્તન કર્યું હતું.
આવી કોઈ બાબત ધ્યાને આવશે તો તપાસ કરાવીશું
ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, આવી કોઈ બાબત મારા ધ્યાને આવી નથી. અને જો મને કોઈ રજુઆત કરશે કે મારા સુધી આવી કોઈ વાત આવશે તો તપાસ કરાવીશ અને તપાસ કરાવી શક્ય તે કાર્યવાહી કરીશું.