National

દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એક જ સમયે બે વિમાનોને ટેકઓફ અને લેન્ડિંગની મંજૂરી મળતા થયું આવું…

નવી દિલ્હી(New Delhi): બુધવારે દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર મોટી દુર્ઘટના (Accident) ટળી હતી. અહીં એક જ સમયે બે અલગ-અલગ એરક્રાફ્ટને (Aircraft) લેન્ડ (Land) અને ટેક ઓફ (Take Off) કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જો કે, દુર્ઘટના થાય તે પહેલા એક વિમાનને (Plane) અટકાવવામાં આવ્યું હતું અને દુર્ઘટના ટળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના (West Bengal) બગડોરા (Bagdora) જઈ રહેલી ફ્લાઈટ નંબર UK 725ને બુધવારે સવારે દિલ્હી એરપોર્ટના તાજેતરમાં ઉદ્ઘાટન કરાયેલા રનવે પરથી ટેકઓફ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સમયે અમદાવાદથી (Ahmadabad) દિલ્હી જતી વિસ્તારાની (Vistara) ફ્લાઈટ લેન્ડ થવાની હતી. પ્લેન ટેક ઓફ કરવા જઈ રહ્યું હતું ત્યારે અચાનક એટીસીને (ATC) ફ્લાઈટ રોકવાની સૂચના મળી. સૂચના મળતાં જ પ્લેન થંભી ગયું અને થોડી જ મિનિટોમાં અમદાવાદથી પ્લેન લેન્ડ થયું.

બંને વિમાનોને એક જ સમયે પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ ATC એ તેના પર નિયંત્રણ સ્થાપિત કર્યું હતું. ઘટનાથી વાકેફ એક અધિકારીએ જણાવ્યું કે ATC અધિકારીએ તરત જ ટેક-ઓફ ફ્લાઈટ રોકી દીધી. ટેક-ઓફ અટકાવ્યા બાદ દિલ્હી બગડોરા જતી ફ્લાઈટને તરત જ રનવે પરથી હટાવીને પાર્કિંગમાં લઈ જવામાં આવી હતી.

સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ, ટેક-ઓફ અને લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન અન્ય કોઈ ફ્લાઈટની અવરજવરને મંજૂરી નથી. સૂત્રોએ જણાવ્યું કે જ્યારે બાગડોગરા જતી ફ્લાઈટના પાયલોટે કહ્યું કે એટીસીની સૂચનાને કારણે ફ્લાઈટ ઉપડશે નહીં, ત્યારે મુસાફરો થોડા ગભરાઈ ગયા હતા.

સિનિયર પાયલોટ અને સેફટી મેટર્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર કેપ્ટન અમિત સિંહએ જણાવ્યું હતું કે જ્યારે રનવે નજીક હોય ત્યારે સંભવિત અથડામણને ટાળવા માટે નજીકના રનવે પરથી ફ્લાઈટ ઓપરેશન માટે મોનિટરિંગ અને એસઓપીનું કડકપણે પાલન કરવામાં આવે છે.

સામાન્ય રીતે એક રનવે પર એરક્રાફ્ટને ત્યાં સુધી ટેક-ઓફ ક્લિયરન્સ આપવામાં આવતું નથી જ્યાં સુધી એરક્રાફ્ટ બીજા રનવે પર ઉતરી ન જાય. તેમણે કહ્યું કે, જો બીજા રનવે પર આવતા એરક્રાફ્ટ લેન્ડિંગને અટકાવી દે છે અને વધુ ચઢવા માટે આસપાસ જવાનું નક્કી કરે છે, તો હવામાં બે એરક્રાફ્ટની ફ્લાઈ રૂટમાં અથડામણ થઈ શકે છે.

Most Popular

To Top