Dakshin Gujarat

સારોદની PI ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ લીકેજ થતા ભારે દોડધામ, વાદળોનો રંગ બદલાઈ ગયો

ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાના જંબુસર (Jambusar) તાલુકાના સારોદ (Sarod) ગામે આવેલી PI ઇન્ડસ્ટ્રીઝમાં બુધવારે બપોરે બ્રોમીન ગેસ લીકેજ (Bromine Gas Leakage) થતા ૩૦ કર્મચારીઓને ભારે અસર પહોચી હતી. જેને પગલે વાદળમાં કેસરી રંગ છવાઇ જવા પામતા ભારે દહેશતનો માહોલ વ્યાપ્યો હતો. જો કે સારોદ પી.આઈ. ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલતિ વેળા જ બ્રોમીન ગેસ લીકેજ થતા ભારે દોડધામ મચી ગઇ હતી.

  • બ્રોમીન ગેસ લીકેજ થતા 30 કર્મચારીઓને ભારે અસર
  • 19 કર્મચારીઓને જંબુસરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવા તજવીજ હાથ ધરાઈ
  • બ્રોમીન ગેસ લીકેજ થયો તે અંગે કોઈ વિગતો હજી સુધી બહાર આવી નથી

ગેસ લીકેજ થતા જ પીળા ધુમાડાનું સામ્રાજ્ય છવાતાની સાથે ફરજ બજાવી રહેલા કામદારોમાં ભાગ દોડ મચી ગઇ હતી. બ્રોમીન લીકેજ થવાની ઘટનામાં ૧૯ કર્મચારીઓને જંબુસરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવા તજવીજ હાથ ધરાઈ હતી.

બીજી તરફ ઘટનાની જાણ પોલીસ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ તેમજ GPCB ને થતા તેઓ પણ ઘટના સ્થળે રવાના થયા હતા. બ્રોમીન લિકેજને પગલે પીળા ધુમાડાને લઈ લોકોમાં દહેશતનો માહોલ છવાયો હતો.

લીકેજને કંટ્રોલમાં લેવા કોસ્ટિક સોડાનો ભારે મારો ચલાવ્યો હતો. જોકે ક્યાં કારણોસર અને કઈ રીતે બ્રોમીન ગેસ લીકેજ થયો તે અંગે કોઈ વિગતો હજી સુધી બહાર આવી નથી. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ સહિતની તંત્રની ટીમો સ્થળ પર પહોચ્યા બાદ ઘટનાની વધુ વિગતો બહાર આવી શકે તેમ છે. હાલ તો બ્રોમીન ગેસની અસર પામેલા ૧૯ પૈકી ૩ કામદારોને વધુ અસર થઈ હોવાની વિગતો બહાર આવી રહી છે.

Most Popular

To Top