SURAT

મોરા ભાગળ નજીક BRTS ની બ્લ્યુ બસે વિદ્યાર્થીને અડફેટે લીધો : લોકોએ ચક્કાજામ કર્યો

સુરત (Surat): મોરા ભાગળ નજીક BRTS બસના ચાલકે વિદ્યાર્થીને (Student) અડફેટે લેતા લોકો ભેગા થઈ ગયા હતા. અકસ્માત (Accident) બાદ લોકોએ રોડને ચક્કાજામ કરી BRTS બસને અટકાવી દીધી હતી. એટલું જ નહીં પણ 108ની મદદથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. સમગ્ર ઘટનાના CCTV સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી સ્કૂલ ડ્રેસમાં હતો. BRTS રૂટ ક્રોસ કરી રહ્યો હતો. અચાનક બસના ચાલકે અડફેટે લઈ વહીલમાં લઈ લેતા બુમાબુમ થઈ ગઈ હતી. વિદ્યાર્થી ને ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં લોકોએ જ નજીકની એક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાંથી વિદ્યાર્થીને વધુ સારવાર માટે અથવા ગેટ ની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બે પૈકી એક વિદ્યાર્થી બસની અડફેટે ચઢ્યો હતો.

BRTS બસના ડ્રાઇવરને ચકકર આવતા બસ ડિવાઇડરમાં ઘૂસી ગઈ
સુરત: સુરત મહાનગર પાલિકા સંચાલિત સિટીલીંકની બસ સેવા તેના ડ્રાઇવર અને કલીનરના વર્તન- કટકી અને અકસ્માતોના કારણે વિવાદમાં આવી રહી છે. ત્યારે આજે કોસાડ બીઆરટીએસ બસ સ્ટેન્ડના ગેટ સાથે જ બસ ચાલક દ્વારા ધડાકાભેર બસ ઘૂસાડી દેવામાં આવતા બસમાં સવાર 20 થી વધુ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. જો કે તંત્ર દ્વારા એવુ કહેવામાં આવ્યું હતું કે, ડ્રાઇવરને ચકકર આવતા બેલેસન્સ ગુમાવ્યું હતું અને બસ ડિવાઇડર સાથે અથડાઇ હતી. જોકે નશીબજોગે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.

સુરત મહાનગર પાલિકાના સિટી અને બીઆરટીએસ બસના ડ્રાઈવરો શહેરમાં બેફામ રીતે બસ દોડાવતા હોવાના કારણે ટૂંક સમય પહેલા જ બસના ડ્રાઈવરો માટે ટ્રેનિંગ રાખવામાં આવી હતી. જોકે આ ટ્રેનિંગ બાદ અકસ્માતો ઘટવાના બદલે વધી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. બસના ડ્રાઇવરો છાસવારે અકસ્માત સર્જે છે તો કંડક્ટરો પૈસા લઈને મુસાફરોને ટિકિટ આપતા નથી. દિન પ્રતિદિન અકસ્માતોના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે કોસાડ નજીક આવેલા કોસાડ બીઆરટીએસ બસ સ્ટેન્ડના ડિવાઇડર પર બસ ચાલકે ધડાકાભેર બસ ચઢાવી દીધી હતી. આ બસમાં 20 જેટલા મુસાફરો મુસાફરી કરતા હતા. અચાનક બસ ડિવાઇડર પર ચઢી જતા મુસાફરો ગભરાઈ ગયા હતા.

Most Popular

To Top