SURAT

ઉધનાના એમ્બ્રોડરીના કારખાનામાં ભીષણ આગ : કાચ તોડી બારીમાંથી અંદર ઘુસી ફાયરના જવાનોએ આગ ઠારી

સુરત(Surat) : ઉધના (Udhana) સુમન દેસાઇની વાડીમાં (SumanDesaiNiWadi) આવેલા એક એમ્બ્રોડરીના (Embroidery) કારખાનામાં (Factory) આજે વહેલી સવારે અચાનક આગ (Fire) ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ ઘટનાની જાણ ફાયર કંટ્રોલ ને કરાતા નવસારી બજાર, માન દરવાજા અને મજુરા ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.

ફાયરના જવાનોએ આગ સામે રક્ષણ આપતા કવચ સાથે ઓક્સિજન (Oxygen) બોટલ પહેરી રૂમમાં પ્રવેશી આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે આગ શોર્ટ સર્કિટ ને કારણે લાગી હોય એમ કહી શકાય છે.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે કોલ લગભગ સવારે 8:17 મિનિટ નો હતો. ઘટનાની જાણ બાદ આગ ની ગંભીરતાને જોતાં તાત્કાલિક ત્રણ ફાયર સ્ટેશનની 6 ગાડીઓ સ્થળ પર રવાના કરી દેવાઈ હતી. તમામ સુવિધાઓ સાથે ફાયરના જવાનો પહોંચ્યા હતા. હાલ આગ કંટ્રોલમાં આવી ગઈ હોવાનું અને કુલિંગ કામ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને લઈ લોકોના ટોળા ભેગા થઈ જતા પોલીસ ની મદદ લેવાનો વારો આવ્યો હતો.

સબ ફાયર ઓફિસર જે જે ઇસરાનીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ કૃષ્ણા મોઢની આગેવાનીમાં ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્રણ ફાયર સ્ટેશનની 8 ગાડીઓએ ભારે જહેમત ઉઠાવી આગ કંટ્રોલ કરી હતી. ગ્રાઉન્ડ સાથેના ત્રણ માળના બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ અને પહેલા માળે આગ લાગી હતી.

પહેલા માળે નુકશાન ઓછું હતું પણ ગ્રાઉન્ડ ફ્લોર પર 7 સિલાઈ મશીન, ટી-શર્ટ, ટ્રેક, સહિત અન્ય કાપડનો જથ્થો બળી ને ખાખ થઈ ગયો હતો. 40-45 નિમિટમાં આગ કંટ્રોલ કરવામાં સફળ રહ્યા હતા. જવાનોએ સુરક્ષા કવચ સાથે ઓક્સિજન માર્ક્સ પહેરી ને આગમાં કદી પડ્યા હતા. ધુમાડા નો ઘેરાઉ વધુ હોવાથી માર્ક્સ પહેરવા જરૂરી બન્યા હતા. હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં આવી ગઈ છે. પરંતુ લાખોનું નુકશાન કહી શકાય છે.

Most Popular

To Top