Dakshin Gujarat

ઓલપાડના સોડલાખારા ગામમાં લાકડાના ઢગલામાં આગ : ટ્રેકટર, ટ્રેલર, સહિતનો સામાન બળીને ખાખ

સુરત: ઓલપાડના (Olpad) સોદલાખારા ગામના મોટા ફળિયામાં મધરાત્રે અચાનક લાકડાના ઢગલામાં આગ (Fire) ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ જોત જોતામાં ટ્રેકટર, ટ્રેલર, ઘાસની પુડીઓ, પાઇપ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે આ દુર્ઘટનામાં પશુઓને સમય સર છોડી દેવાતા તમામ પશુઓનો ચમત્કારીક બચાવ થયો હતો.

કમલેશ પટેલ (ગામવાસી) એ જણાવ્યું હતું કે ઘટના લગભગ મધરાત્રીના 12 થી 1 વાગ્યાની વચ્ચે ની હતી. અચાનક સ્વ. કમલેશભાઈ ના મકાન બહાર ની જગ્યામાં આગ ફાટી નીકળતા બુમાબુમ થઈ ગઈ હતી. આગ વિકરાળ બનતા ગામનાં લોકોએ આગ પર કાબુ મેળવવા પાણીનો છટકાવ કર્યો હતો. આગ ત્રણ મકાનમાં ફેલાતા સ્થાનિકોએ કોઢારમાં બાંધેલા પશુઓ સુરક્ષિત ખસેડી બચાવી લીધા હતા. જોકે ઘર નજીક પાર્ક કરેલું ટ્રેકટર અને ટ્રેલર આગની ઝપેટમાં આવી જતા બળી ને ખાખ થઈ ગયું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, આગ વીકરાળ સ્વરૂપ ધારણ કરતા તત્કાલિક ફાયર ને જાણ કરાઈ હતી. મધરાત્રે ઘટના સ્થળે પહોંચેલા ફાયર ફાઇટરો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. ભીષણ આગમાં એક મકાન અને બે કોઢાર બળી ને ખાખ થઈ ગયા હતા. મકાન સ્વ. કમલેશ પટેલ કે જેઓ પાલિકામાં વાહન આપવાનો કોન્ટ્રાકટ ધરાવતા હતા અને કોવિડ મહામારી માં મૃત્યુ પામ્યા હતા. હાલ એમની પત્ની અને એક દીકરો- દીકરી આ જગ્યા પર રહે છે. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. જોકે લાખોનું નુકશાન થયું હતું.

Most Popular

To Top