Gujarat Main

ઔવેસી હવે ચૂંટણી પ્રચારમાં ઝંપલાવશે: આ તારીખે ગુજરાતના આ શહેરોની મુલાકાત લેશે

ગુજરાતના રાજકારણમાં એક તરફ ભાજપ કોંગ્રેસ મેદાને છે તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અસુદ્દીન ઔવેસી (Asaduddin Owaisi)ની એન્ટ્રી થઈ છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ -એ-ઇટ્ટહાદુલ મુસ્લિમમિન AIMIM પાર્ટીની એન્ટ્રી બાદ તેના ચીફ અસુદ્દીન ઔવેસી ગુજરાતની મુલાકાતે આવવાના છે. મળતા અહેવાલ મુજબ 4 ફેબ્રુઆરીએ અસુદ્દીન ઔવેસી એક દિવસના ગુજરાત પ્રવાસે આવનાર છે. ત્યારે તે અમદાવાદ, ભરૂચ, સુરત, વડોદરા સહિતના સ્થળોની મુલકાત લઈ શકે છે.

અહીં થશે અસુદ્દીન ઔવેસીની જાહેર સભાનું આયોજન
ગુજરાતના AIMIM OFFICIAL (All India Majlis-e-Ittehadul Muslimeen) ફેસબુક પેજ પર અસુદ્દીન ઔવેસીની ગુજરાત મુલાકાતની જાહેરાત પ્રમાણે અમદાવાદમાં અસુદ્દીન ઔવેસીની જાહેર સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હમેશ વિવાદમાં રહેતા અસુદ્દીન ઔવેસીની આ મુલાકાત દરમિયાન અનેક મોટી બાબતો સર્જાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી AIMIM પાર્ટી છોટુ વસાવા ( chhotu vasava ) ની બીટીપી સાથે મળીને લડી રહી છે. તો બીજી તરફ, મોડાસા નગરપાલિકાનો ચૂંટણી જંગ પણ ખુબજ રસપ્રદ બન્યો છે.

મોડાસાના રાજકારણમાં અસુદ્દીનની પાર્ટી (AIMIM)એ એન્ટ્રી કરી છે. જો કે મહત્વની વાત એ છે કે મોડાસા શહેરના રાજકારણમાં પ્રવેશ સાથે જ AIMIM એ કોંગ્રેસ (congress) માં ગાબડું પાડ્યું છે. અને નોંધનીય મોડાસા શહેર કૉંગ્રેસના 50 જેટલા કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. જેમાં 5 અપક્ષ કૉર્પોરેટર સહિત 50 જેટલા કૉંગી કાર્યકરો AIMIM માં જોડાયા છે. અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. સાથે જ મોડાસામાં કોંગ્રેસના 450 થી વધુ કાર્યકરો પણ AIMIM માં જોડાય તેવો દાવો કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને અમને કંઈ ન મળ્યું : છોટુ વસાવાનું વિવાદિત નિવેદન
ગુજરાતના રાજકારણમાં અસદ્દુદીન ઓવૈસીની પાર્ટી અને છોટુ વસાવાની પાર્ટીનું ગઠબંધન થયું હતું. ઉપરાંત છોટુ વસાવાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે મળીને લડશે તેવી જાહેરાત પણ કરી હતી. જેમાં ખાસ છોટુ વસાવાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, BTP અને AIMIMએ ગઠબંધન કર્યું. અને જો શક્ય હશે તો આખા રાજ્યમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બંને પાર્ટીઓ સાથે મળીને લડીશું. ઉપરાંત વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ લડીશું. ભાજપ અને કોંગ્રેસથી દુઃખી લોકો અન્ય વિકલ્પ શોધી રહ્યા છે માટે અમારી સાથે જોડાશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top