Madhya Gujarat

લીમખેડાના વટેડા હાઈવે પર પલ્ટી ખાધેલી કારમાંથી રૂા.૧૧ લાખનો અફીણનો જથ્થો ઝડપાયો

લીમખેડા, તા.૨૯
લીમખેડા તાલુકાના વટેડા ગામની સીમમાં દાહોદ- ગોધરા નેશનલ હાઈવે નં-૪૭ ઉપર પુરપાટ દોડી આવતી નંગર વગરની સિલ્વર કલરની એક્સયુવી ફોરવ્હીલ ગાડી હાઈવે રોડની સાઈડમાં આવેલ લોખંડની રેલીંગ સાથે અથડાઈને પલ્ટી ખાઈ જતાં સર્જાયેલા અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવેલ એસ.ઓ.જી. પોલિસને ગાડીની તલાસી લઈ ગાડીમાંથી રૂા. ૧૧.૦૩ લાખ ઉપરાંતની કિંમતના અફીલના ડોડવા(પોશડોડા) મળી આવતાં એસઓજી પોલિસે ગાડીમાંથી ચાર અલગ અલગ નંબરવાળી નંબર પ્લેટો પકડી પાડી રૂા. પાંચ લાખની એક્સયુવી ગાડી મળી રૂા. ૧૯૩,૦૩,૫૮૦નો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ એસઓજી શાખાની ટીમ ગતરાતે લીમખેડા પોલિસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન દાહોદ-ગોધરા નેશનલ હાઈવે પર આવેલ લીમખેડાના વટેડા ગામની સીમમાં પુરપાટ દોડી આવતી સિલ્વર કલરની નંબર વગરની એક્સયવી ફોરવ્હીલ ગાડી તેના ચાલકની ગફલતને કારણે રોડની સાઈડમાં આવેલ લોખંડની રેલીંગ સાથે અથડાઈને પલ્ટી ખાઈ જતાં ગાડીનો ચાલક સમય સુચક્તા વાપરી ચાલુ ગાડીમાંથી કુદી નાસી ગયો હતો. ઘટનાની જાણ રી ટ્રોલીંગમાં નીકળેલ એસઓજી પોલિસનેથતાંતરત જઘટના સ્થળે દોડી ગઈ હતી અને પલ્ટી ખાપેલ હાલતમાં પડેલ એક્સયુવી ગાડીમાં તપાસ કરતા ગાડીમાં અફીણનો ડોડવાનો જથ્થો જોઈ પોલિસ ચોકી ઉઠી હતી અને પોલિસે ગાડીમાંથી રૂા. ૧૧,૦૩,૫૮૦ની કુલ કિંમતના પ્રતિબંધિત અફીણના ડોડવા(પેશડોડા)નો ૩૯૭.૮૨૦ કિલો ગામ વજનનો જથ્થો પકડી પાડયો હતો.સાથે સાથે પોલિસને ગાડીમાંથી અલગ અલગ નંબરની ચાર નંબર પ્લેટો પણ મળી આવી હતી.
સદર અફીણના ડોડવાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂા. પાંચ લાખની કિંમતની એક્સયુવી ગાડી મળી કુલ રૂપિયા ૧૯,૦૩,૫૮૦નો મુદ્દામાલ કબજે લઈ લીમખેડા પોલિસને સુપરત કરી ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલિસે આ સંદર્ભે એક્સયુવી ગાડીના ચાલક વિરૂધ્ધ એનડીપીએસ એક્ટ ૧૯૮૫ની કલમ ૧૫(સી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top