SURAT

કોરોના કાળમાં રજા નહીં હોવા છતાં નર્સિંગ સુપરિ. એ ઈદની રજા જાહેર કરી

surat : સ્મીમેર હોસ્પિટલ ( smimer hospital) માં સ્ટાફ ક્યાં દોડે છે તેની કોઇને ખબર જ નથી. બધુ ભગવાન ભરોસે ચાલી રહ્યું છે. કોરોના ( corona) ના કહેર વચ્ચે સ્મીમેર હોસ્પિટલમાં તમામને રજાની મનાઇ ફરમાવી દેવામાં આવી છે. પરંતુ સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ સુપરિ. મોટા છે કે, નર્સિંગ સુપરિ., નર્સિંગ સુપરિ. સુરેન્દ્ર કુમાર દ્વારા ગઇકાલે સાંજે નર્સિંગની ઇદ ( eid) ની રજા જાહેર કરી દેવામાં આવી હતી. જો કે મેડિકલ સુપરિ. ડો.વંદનાબેન દેસાઇએ રજા જાહેર નહીં કરતાં સફાઇ કામદાર અને તબીબોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે વંદના દેસાઇનું કાંઇ ઉપજતું ન હોવાનું ચિત્ર ઉપસ્યું છે. આ મહિલા અધિકારીને લશ્કર ક્યાં દોડે છે તે જ ગતાગમ પડી રહી નથી.


પ્રાપ્ત વિગતો મુજબ કોરોનાના કહેર વચ્ચે શહેર-જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા મુખ્ય સરકારી હોસ્પિટલ સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આગામી 31 મે સુધી તમામ જાહેર રજા રદ કરી દેવાઈ છે. જેના કારણે સ્ટાફના માણસો પણ કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ગુરુવારે સાંજે સ્મીમેર હોસ્પિટલમાં નર્સિંગ સુપરિ. સુરેન્દ્ર કુમારે ઇદની રજા જાહેર કરી દીધી હતી. જેના કારણે નર્સિંગ સ્ટાફના માણસોએ ડ્યૂટી મુજબ શુક્રવારે રજા લઇ લીધી હતી. પરંતુ તેની વિપરીત અસર અન્ય સ્ટાફ પર પડી હતી. મેડિકલ સુપરિ. ડો.વંદના દેસાઇ સામે કર્મચારીઓ અને તબીબોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. સ્મીમેર હોસ્પિટલમાં ખરેખર સૌથી મોટો હોદ્દો કોનો છે તેના પર શુક્રવારે તબીબો અને મેડિકલ સ્ટાફ ( medical staff) પર ચર્ચા જોવા મળી હતી.

કામગીરી મેનેજમેન્ટની પૂર્વ વ્યવસ્થા કરી રજા આપી હોઈ શકે : વંદના દેસાઈ
આ બાબતે સ્મીમેર હોસ્પિટલનાં મેડિકલ સુપરિ. ડો.વંદના દેસાઇએ જણાવ્યું હતું કે, હાલ રજા મંજૂર કરવાનું કામ સુરત મહાનગર પાલિકા (smc ) ત કોરોનાની મહામારી વચ્ચે મનપાના આરોગ્ય તંત્ર દ્વારા 31 મે સુધી તમામ પ્રકારની રજા પર મનાઇ ફરમાવી દેવાઈ છે. છતાં નર્સિંગ સુપરિ. સુરેન્દ્ર કુમારે કામગીરી મેનેજમેન્ટ પહેલેથી કરી લઇ રજા આપી હોઈ શકે છે.

Most Popular

To Top