National

મુઝાફ્ફરબાદમાં નૂડલ્સની કંપનીમાં બૉયલર ફાટતા 10ના મોત : બ્લાસ્ટનો અવાજ 4 કિમી સુધી સંભળાયો

બિહાર: રવિવારે બિહાર (Bihar)ના મુઝાફ્ફરબાદમાં (Muzaffarabad) એક મોટો અકસ્માત થયો હતો. મુઝાફ્ફરબાદમાં નૂડલ્સ (Noodles) અને કુરકુરે (kurkure)ની કંપનીમાં બૉયલર (boiler) ફાટતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં 10 લોકોથી વધુનાં મોત થયાની આશંકાઓ સેવાય રહી છે. નૂડલ્સની કંપનીમાં બ્લાસ્ટ એટલો ભયવાહ હતો કે આસપાસના વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા બિહારના તમામ ટોચના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગ (Fire department)ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી રેસ્કયુ ઓપરેશન (Rescue operation) હાથ ધર્યું હતું.

મુઝાફ્ફરાબાદના બેલા ઈન્ડ્રસ્ટ્રીયલ એરિયમાં કુરકુરે અને નૂડલ્સની કંપનીમાં બોયલરમાં બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતીના આધારે બ્લાસ્ટ એટલો મોટો હતો કે 4 કિમી સુધી બ્લાસ્ટનો ધડાકો સંભળાયો હતો. ધડાકો સાંભળતા જ આસપાસના વિસ્તારમાં ભય વ્યાપી ગયો હતો. બ્લાસ્ટના કારણે બાજુમાં આવેલી ચૂડા અને લોટની ફેક્ટરીની દિવાલમાં તીરાડ પડી જવાથી કંપનીને નુકશાન થયું હતું. દુર્ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થાન પર દોડી ગઈ હતી. કંપનીમાં કામ કરી રહેલા કામદારોને બચાવવાનું કાર્ય ચાલું હતું. પરંતુ દુર્ઘટના સમયે ફેક્ટરીમાં કેટલા લોકો કામ કરી રહ્યા હતા તે જાણી શકાયું નથી. દરમિયાન કારખાનાનો ગેટ ટ્રેક્ટર વડે બંધ કરી દેવામાં આવ્યોહતો. 

ભૂકંપ જેવા આંચકા અનુભવાયા

કુરકુરે અને નૂડલ્સની કંપનીમાં બોયલરમાં બ્લાસ્ટની દુર્ઘટનાની વાત કરતા લોકો ડરી રહ્યા છે . કારણ કે બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને લાગ્યું કે ભૂંકપના આંચકા છે. જેના કારણે કેટલાક ઘરની બહાર દોડી આવ્યા હતા અને ત્યાર બાદ તેઓને ખબર પડી કે આ તો કંપનીનો બ્લાસ્ટ છે. ઘણા બધા લોકો પોતાના પરિજનોની ચિંતાનાં કારણે ફેક્ટરીની આસપાસ પહોંચી ગયા હતા. પાડોશીઓએ જણાવ્યું કે બોયલર ફાટવાને કારણે જોરદાર અવાજ આવ્યો હતો. તે બારી અને દરવાજા સુધી હચમચી ગયો હતો. અહીં કામ કરતા કર્મચારીઓના સંબંધીઓ તેમના પ્રિયજનોને શોધી રહ્યા છે. તે જ સમયે એસપી-ડીએમ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ફાયર વિભાગ દ્વારા બચાવ કાર્ય ચાલું છે. પરંતુ દુર્ઘટના એટલી મોટી હતી કે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.

Most Popular

To Top