Madhya Gujarat

મહિસાગરના ગામડામાં હાથિપગાના દર્દી શોધવા રાત્રિના સર્વેનો પ્રારંભ

મલેકપુર : મહીસાગર મેલેરિયા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશના આરંભે સંતરામપુર, લુણાવાડા, બાલાસિનોર તાલુકાના સહિતના 12 ગામમાંથી રાત્રીના સમયે 4 હજાર જેટલા વ્યક્તિઓના લોહીના નમુના લેવામાં આવ્યા છે.
મહિસાગર જિલ્લા મેલેરિયા અધિકારી ડો. અલ્પેશ ચૌધરીએ જણાવ્યું કે, ક્યુલેક્સ નામનો મચ્છર કરડવાથી હાથીપગાનો રોગ લાગુ પડે છે. હાથીપગાનો રોગ નાબુદ કરવા માટે સરકાર દ્વારા લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સમયે લોહીના નમુના લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ક્યુલેક્સ મચ્છરનો ઉપદ્રવ દૂષિત (ગંદા) પાણીમાં થતો હોય છે. આ મચ્છર વારંવાર કરડ્યા પછી હાથીપગાના જીવાણું શરીરમાં સંગ્રહ કરે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ જિલ્લાના તાલુકા પ્રમાણે ગામડાંની સાઇટ નક્કી કરવામાં આવી છે. તેના આધારે ઝુંબેશના આરંભે 12 ગામની અંદરથી 4 હજાર વ્યક્તિના લોહીના નમુના લેવામાં આવ્યા છે અને નક્કી કરવામાં આવેલી એક સાઇટ ઉપરથી 300 વ્યક્તિના લોહીના નમુના લેવામાં આવે છે. 3 રૂરલ સાઇટ અને 1 અર્બન સાઈટ હાલના તબક્કે નક્કી કરાઇ છે. તેમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. લોહીના નમુના લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવશે. તેના પૃથ્થકરણ બાદ હાથીપગાના લક્ષણો કયા અને કેટલા વ્યક્તિઓમાં જીવતા ફરી રહ્યા છે ? તેની જાણકારી બહાર આવશે.

Most Popular

To Top