Madhya Gujarat

નડિયાદ સબ પોસ્ટ ઓફીસમાં કર્મીની ઘટ્ટના કારણે પરેશાની

નડિયાદ: નડિયાદના અમદાવાદી બજાર સ્થિત મુખ્ય પોસ્ટ ઓફીસરની અંતર્ગત પેટા વિભાગ મિશન રોડ સ્થિત મેથોડીસ્ટ હોસ્પિટલની સામે આવ્યો છે. પશ્ચિમ વિસ્તારની રેલવે સ્ટેશન બ્રાંચ બાદ આ એક જ બ્રાંચ હોવાના કારણે મોટી સંખ્યામાં અહીંયા લોકોનો ઘસારો રહે છે, જો કે, સ્ટાફની ઘટ્ટ હોવાના કારણે લોકોને કલાકો રાહ જોવાની સ્થિતિ સર્જાઈ છે.
નડિયાદ મિશન રોડ પર મેથોડીસ્ટ હોસ્પિટલની સામે મેથોડિસ્ટ સબ પોસ્ટ ઓફીસ આવેલી છે. અહીંયા કુલ 4 કર્મચારીઓની મહેકમ હોવાનું પોસ્ટ વિભાગના સૂત્રોએ જણાવ્યુ છે. તેની સામે આ ઓફીસમાં હાલ માત્ર 3 કર્મચારીઓ છે. તેમાંથી પણ એક કર્મચારીને બોરસદની ઓફીસરમાં ચાર્જ આપી દેવાતા હાલ આ બ્રાંચમાં માત્ર 2 જ કર્મચારી ફરજ પર છે.

તેમાંય ઓનલાઈન એન્ટ્રી સબંધિત કામ કરવા માટે એક મહિલા કર્મચારી જ છે. જ્યારે અન્ય કર્મચારી પોસ્ટને લગતા કામકાજ જોતા હોય છે. ત્યારે ઓનલાઈન ટ્રાંજેક્શન સહિત, પોસ્ટમાં ખાતા ધરાવતા ગ્રાહકો પૈસાની લેણદેણ ઉપરાંત પોસ્ટ કરવા સહિતના અનેક કામો માટે મોટી સંખ્યામાં પશ્ચિમ વિસ્તારના નાગરીકોનો ઘસારો રહેતો હોય છે. નડિયાદ બે ભાગમાં વહેંચાયેલુ છે, જેમાં પશ્ચિમ વિસ્તાર માટે રેલવે સ્ટેશન બાદ આ મુખ્ય બ્રાંચ છે. જેના કારણે અહીંયા લોકો પોતાના કામ લઈને આવતા હોય છે. ત્યારે કર્મચારીઓની ઘટ્ટના કારણે લોકોએ કલાકો સુધી લાઈનોમાં ઉભુ રહેવુ પડતુ હોય છે. ખાસ કરીને ઓનલાઈન સિસ્ટમથી કામ કરવા માટે માત્ર એક જ કર્મચારી હાલ ફરજ બજાવતા હોવાથી ત્યાં લોકો પોતાનો વારો આવવાની રાહ જોતા કલાકો સુધી ઉભા રહે છે.

Most Popular

To Top