National

મોદી આજે નેતાજીની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરશે

નવી દિલ્હી:(New Delhi) શિલ્પકારોની (Sculptors) એક ટુકડીએ ૨૮૦ મેટ્રિક ટન વજનના ગ્રેનાઇટના મોનોલિથિક બ્લોકમાંથી ઇન્ડિયા ગેટ (India Geat) પર આવતી કાલે અનાવરણ થનારી નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવા માટે ૨૬,૦૦૦ માનવકલાકારનો “તીવ્ર કલાત્મક પ્રયાસ” કર્યો હતો, એમ સંસ્કૃતિ મંત્રાલયે ( Ministry of Culture) બુધવારે જણાવ્યું હતું.તેલંગાણાના ખમ્મમથી નવી દિલ્હી સુધી 1,665 કિલોમીટરની મુસાફરી માટે આ વિશાળ ગ્રેનાઇટ પથ્થર માટે 140 પૈડાંવાળી 100 ફૂટ લાંબી ટ્રકને ખાસ ડિઝાઇન કરવામાં આવી હતી, એમ તેમાં જણાવાયું હતું.વડા પ્રધાન નરેન્દ્ર મોદી(P.M.Modi) ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના પટ્ટા – નવા નામવાળા કર્તવ્ય પથનું ઉદ્ઘાટન કરશે અને ઇન્ડિયા ગેટ પર બોઝની 28 ફૂટની પ્રતિમાનું અનાવરણ પણ કરશે.

શિલ્પકારોની ટીમનું નેતૃત્વ અરુણ યોગીરાજે કર્યું હતું.
અનાવરણની પૂર્વસંધ્યાએ બુધવારે સ્થાપનાનું કામ ચાલી રહ્યું હતું. તે ઇન્ડિયા ગેટ છત્રમાં રાખવામાં આવશે.
સંસ્કૃતિ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જેટ બ્લેક ગ્રેનાઇટની પ્રતિમાને 280 મેટ્રિક ટન વજનના ગ્રેનાઇટના મોનોલિથિક બ્લોકમાંથી કોતરવામાઆ પ્રતિમા સંપૂર્ણપણે “પરંપરાગત તકનીકો અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને હસ્ત શિલ્પિત” છે. શિલ્પકારોની ટીમનું નેતૃત્વ અરુણ યોગીરાજે કર્યું હતું.

વાસ્તવિક, મોનોલિથિક, હાથથી બનેલી શિલ્પકૃતિઓમાંની એક” છે.
આ પ્રતિમાને તે જ સ્થળે સ્થાપિતનવી દિલ્હી, તા.૭ શિલ્પકારોની કરવામાં આવી રહી છે જ્યાં બોઝની 125 મી જન્મજયંતિ નિમિત્તે વડા પ્રધાન દ્વારા આ વર્ષની શરૂઆતમાં પરાક્રમ દિવસ (23 જાન્યુઆરી) ના રોજ નેતાજીની ‘હોલોગ્રામ પ્રતિમા’નું અનાવરણ કરવામાં આવ્યું હતું, એમ તેમાં કહેવામાં આવ્યું હતું.નેતાજીની આ વિશાળ પ્રતિમા “ભારતની સૌથી ઊંચી, વાસ્તવિક, મોનોલિથિક, હાથથી બનેલી શિલ્પકૃતિઓમાંની એક” છે.

આજે 10 મિનિટનો ખાસ ડ્રોન શૉ
‘કર્તવ્ય પથ’ ખાતેનો ઉત્સવ મુખ્ય કાર્યક્રમ પછી 8 સપ્ટેમ્બરના રોજ રાત્રે 08.45 વાગ્યે શરૂ થશે અને તે 9-11 સપ્ટેમ્બર સુધી સાંજે 7-9 વાગ્યા સુધી ચાલુ રહેશે, એમ તેમાં જણાવાયું હતું.9, 10 અને 11 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યે ઇન્ડિયા ગેટ પર નેતાજીના જીવન પર 10 મિનિટનો વિશેષ ડ્રોન શો રજૂ કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક ઉત્સવ અને ડ્રોન શો બંને લોકો માટે નિ:શુલ્ક પ્રવેશ સાથે ખુલ્લો મૂકવામાં આવશે.

Most Popular

To Top