National

દેશમાં માર્ચમાં લાગુ થઈ શકે છે CAA, લોકસભા ચૂંટણી પહેલા સરકારનો મોટો નિર્ણય

નવી દિલ્હી: (New Delhi) દેશમાં માર્ચ મહિનામાં સીએએ લાગૂ થઈ શકે છે. ગૃહ મંત્રાલય (MHA) આદર્શ આચાર સંહિતા અમલમાં આવે તે પહેલાં કોઈપણ સમયે CAA નિયમોને સૂચિત કરી શકે છે. સીએએ (CAA) નિયમો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં અત્યાચાર ગુજારવામાં આવેલા લઘુમતીઓની ભારતીય નાગરિકતા અરજીઓની પ્રક્રિયાને સુનિશ્ચિત કરશે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર CAAના નિયમો આવતા મહિનાના પહેલા સપ્તાહમાં લાગુ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર CAAના નિયમો માર્ચના પ્રથમ સપ્તાહમાં અથવા તેના પછીના કોઈપણ દિવસે લાગુ કરવામાં આવશે, નિયમોના અમલીકરણ સાથે CAA કાયદો અમલમાં આવશે.

તમને જણાવી દઈએ કે CAA નિયમો લાગુ કરવા માટે એક પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ કહ્યું છે કે નિયમો તૈયાર છે અને ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર છે, કારણ કે આખી પ્રક્રિયા ઓનલાઈન હશે. અરજદારોએ તે વર્ષ જણાવવું આવશ્યક છે કે જેમાં તેઓ મુસાફરી દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો માંગવામાં આવશે નહીં.

જણાવી દઈએ કે CAA કાયદો એટલે કે નાગરિકતા સુધારો અધિનિયમ 2019 એ ત્રણ પાડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના તે લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાનો માર્ગ ખોલે છે જેમણે લાંબા સમયથી ભારતમાં આશ્રય લીધો છે.

Most Popular

To Top