National

રાજ્યસભા ચૂંટણીઃ કર્ણાટકમાં કોંગ્રેસને મળી 3 બેઠકો, હિમાચલમાં ઉલટફેર, ભાજપના હર્ષ મહાજને બેઠક જીતી

આજે ત્રણ રાજ્યોમાં (States) પંદર બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Election) યોજાઈ હતી. રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન મત ગણના મોડી સાંજ સુધી ચાલી હતી. દરમિયાન કર્ણાટકમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ત્રણ બેઠકો મળી છે. આ સિવાય ભાજપે એક બેઠક જીતી હતી. યૂપી અને હિમાચલમાં મત ગણના દરમિયાન હંગામો થયો હતો. આ તરફ હિમાચલમાં મોટો અપસેટ સર્જાયો છે. ભાજપના હર્ષ મહાજને શાસક પક્ષના ઉમેદવારને હરાવીને રાજ્યસભાની બેઠક જીતી લીધી છે.

યૂપી અને હિમાચલમાં મતગણના દરમિયાન ભારે હંગામો થયા બાદ મોડેથી પરિણામો જાહેરા કરાયા હતા. યૂપીમાં મતગણનાને લઈને થયેલા હંગામા બાદ થોડી વાર માટે મતગણના રોકી દેવી પડી હતી. હિમાચલ પ્રદેશની રાજ્યસભા ચૂંટણીમાં જોરદાર અપસેટ જોવા મળ્યો હતો. ભાજપે દાવો કર્યો છે કે તેમના ઉમેદવાર હર્ષ મહાજન આ ચૂંટણી જીત્યા છે. કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીની હાર થઈ છે. બંને ઉમેદવારોને 34-34 મત મળ્યા હતા. ભાજપે ટોસ દ્વારા જીતનો દાવો કર્યો છે.

હિમાચલ પ્રદેશ રાજ્યસભા બેઠક માટે ચૂંટણી અટકી હતી. ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોને 68 ધારાસભ્યોમાંથી 34-34 મત મળ્યા હતા. હેલિકોપ્ટર દ્વારા મતદાન માટે લાવવામાં આવેલા કોંગ્રેસના બીમાર ધારાસભ્ય સુદર્શન બબલુના મતને આચારસંહિતાના ઉલ્લંઘન તરીકે રદ કરવાની માંગ પર ભાજપના પોલિંગ એજન્ટો અડગ હતા. ત્યારબાદ આ મામલો ભારતના ચૂંટણી પંચને મોકલવામાં આવ્યો હતો. જેમાં લોટરી નીકળી હતી અને વિજય થયો હતો. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ મંગળવારે આરોપ લગાવ્યો હતો કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને હરિયાણા પોલીસના કાફલામાં 5 થી 6 કોંગ્રેસના ધારાસભ્યોનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને લઈ જવામાં આવ્યા હતા.

બીજી તરફ કર્ણાટકમાં કોંગ્રેસે રાજ્યસભાની ત્રણ બેઠકો જીતી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીને માત્ર એક બેઠક મળી હતી. કોંગ્રેસના ઉમેદવારો અજય માકન, ડૉ. સૈયદ નાસિર હુસૈન અને જીસી ચંદ્રશેખર અનુક્રમે 47 46 અને 46 મતોથી જીત્યા હતા. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે રાજ્યસભાની ચૂંટણીની જીતની પ્રશંસા કરતા કહ્યું કે આ કોંગ્રેસની એકતા અને અખંડિતતા દર્શાવે છે.

તમને જણાવી દઈએ કે ચૂંટણીમાં ચાર સીટો માટે પાંચ ઉમેદવારો મેદાનમાં હતા જેમાં JD(S)ના ઉમેદવાર ડી કુપેન્દ્ર રેડ્ડીનો સમાવેશ થાય છે. ચૂંટણીમાં ક્રોસ વોટિંગના કારણે હોબાળો થયો હતો. જ્યારે ભાજપના એક ધારાસભ્ય એસટી સોમશેખરે કોંગ્રેસના માકનને મત આપ્યો હતો. જ્યારે બીજા શિવરામ હેબ્બર, મતદાનથી દૂર રહ્યા હતા.

Most Popular

To Top