SURAT

મુંબઈનું લોકડાઉન સુરતને ફળ્યું,માર્ચમાં હીરાની નિકાસ 6300 કરોડને પાર

surat : વિદેશોમાં ડિમાન્ડ નીકળતા કોરોના ( corona) કાળમાં પણ સુરતથી થતાં હીરાના એક્સપોર્ટ ( export) માં વધારો નોંધાયોં છે. એપ્રિલ 2020થી ફેબ્રુઆરી 2021 સુધીમાં કુલ 9600 કરોડના નેચરલ ડાયમંડ ( natural diamond) ની નિકાસ થઈ છે અને નાણાંકીય વર્ષના છેલ્લા મહિના માર્ચમાં તો રેકોર્ડ જ થઈ ગયો છે, માર્ચ 2021માં પાંચ હજાર નવસો કરોડથી વધુ લગભગ છ હજાર કરોડના કુદરતી હીરા નિકાસ થયા છે.

મહારાષ્ટ્રમાં કોરોની પરિસ્થિતિ વકરતા મહારાષ્ટ્ર ( maharashtra) સરકારે તા ૧ લી જુન સુધી લોકડાઉન ( lock down) લંબાવી દેવાનો નિર્ણય લીધો છે. જો કે, ડાયમંડ એક્સપોર્ટને યથાવત રાખવા માટે છુટ આપવામાં આવી છે. તેમ છતાંયે મહારાષ્ટ્રમાં હીરા ઉદ્યોગમાં પ્રોડક્શનને લોકડાઉનની અસર પડી છે. બીજી તરફ ગુજરાતમાં પણ રાજય સરકારે તા .૧૮ મી મે સુધી રાત્રિ કરફ્યુ ( night curfew) લંબાવવાની સાથોસાથ ટ્રેડિંગ પર નિયંત્રણ મુક્યુ છે.તેમ છતાં સુરતથી ડાયમંડની નિકાસ વધી છે. કેટલીક કંપનીઓ મુંબઈથી સુરત સ્થળાંતર થઈ છે. આ તમામ સંજોગો વચ્ચે સુરતથી મેન્યુફેકચરિંગની સાથે સાથે હીરાની નિકાસ પણ ઉત્તરોત્તર વધી રહી છે.

સુરતથી એકમાત્ર માર્ચ મહિનામાં નેચરલ પોલિડ ડાયમંડનું એક્સપોર્ટ 5948 કરોડનું એક્સપોર્ટ થયું છે. જયારે સિન્ચેટીક ડાયમંડનું 388.14 કરોડનું એક્સપોર્ટ સુરતથી નોધાયુ છે. જીજેઇપીસીના રીજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે મુંબઈ બંધ રહેવાથી થોડા સમય માટે મુંબઈમાં પણ એક્સપોર્ટ બંધ થયું હતું. જોકે , હવે ફરી સુરત અને મુંબઈથી હીરાનું એક્સપોર્ટ થઈ રહ્યું છે.જેના કારણે દર વર્ષે હીરાનું એક્સપોર્ટ સુરતથી વધી રહ્યું છે

Most Popular

To Top